Share Market: Sensex 2,700 અને Nifty 760 પૉઇન્ટ્સ તૂટ્યું

Published: Mar 16, 2020, 16:19 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

સેન્સેક્સ આજે 1000.24 પૉઇન્ટના ઘટાડા સાથે 33,103.24 પર ખુલ્યું હતું. તો નેશનલ સ્ટૉક એક્સચેંજનું સૂચકાંક નિફ્ટી 367.40 પૉઇન્ટના કડાકા સાથે 9,587.80 પર ખુલ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક માર્કેટ અઠવાડિયાના પહેલા જ દિવસે મોટા કડાકા સાથે ખુલ્યું અને વ્યાપાર દરમિયાન પણ જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો. બૉમ્બે સ્ટૉક એક્સચેંજના સૂચકાંક સેન્સેક્સ આજે 7.96 ટકા અને 2713.41 પૉઇન્ટના ઘટાડા સાથે 31,390.07 પર બંધ થયું. તો, નિફ્ટી 7.69 ટકા અને 765.10 પૉઇન્ટના ઘટાડા સાથે 9,190.10 પર બંધ થયું. સેન્સેક્સ આજે 1000.24 પૉઇન્ટના ઘટાડા સાથે 33,103.24 પર ખુલ્યું હતું. તો નેશનલ સ્ટૉક એક્સચેંજનું સૂચકાંક નિફ્ટી 367.40 પૉઇન્ટના કડાકા સાથે 9,587.80 પર ખુલ્યું હતું.

સોમવારે બપોરે 3 વાગીને 15 મિનિટે સેન્સેક્સ 8.20 ટકા કે 2795.63 પૉઇન્ટના ઘટાડા સાથે 31,307.85 પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું, અને નિફ્ટી 7.76 અને 772.25 પૉઇન્ટ્સના ઘટાડા સાથે 9,182.95 પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું.

BSEનું સૂચકાંક સેન્સેક્સ અઠવાડિયાના પહેલા દિવસે સવારે 9 વાગીને 24 મિનિટે શરૂઆતના વ્યાપારમાં 5.42 ટકા એટલે કે 1849.97 પૉઇન્ટના ઘટાડા સાથે 32,288.85 પર વ્યાપાર ચાલું હતો અને નિફ્ટી 5.12 ટકા અને 509.30 પૉઇન્ટના ઘટાડા સાથે 9,445.90 પર વેપાર કરતું હતું.

આ સમયે નિફ્ટી 50માં ફક્ત એક કંપનીના શૅર ગ્રીન માર્ક પર અને 49 કંપનીના શૅર રેડમાર્ક પર વેપાર કરતાં દેખાય છે. યસ બૅન્કના શૅરમાં સોમવાર સવારે 58 ટકાનો જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો.

શૅર માર્કેટ પર કોરોના ઇફેક્ટ
ચીન બહાર ઝડપથી વધતાં કોરોના વાયરસને કારણે મંદી જોવા મળી રહી છે. વિદેશી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકાવાને કારમે સ્પાઇસજેટ અને ઇંડિગોના શૅરમાં સોમવારે સવારે લગભગ 10 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. કેટલાય રાજ્યોમાં 31 માર્ચ સુધી સિનેમાઘરો બંધ હોવાથી આ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓના શૅરમાં પણ નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે. PVRના શૅરને ઘણું નુકસાન થયું છે.

ભારતીય રૂપિયો
ભારતીય રૂપિયો સોમવારે સવારે ઘટાડા સાથે ખુલ્યો. આ એક ડૉલરની તુલનામાં 15 પૈસાના ઘટાડા સાથે 74.06 પર ખુલ્યો. ઉલ્લેખનીય છે કે રૂપિયો ગયા અઠવાડિયે શુક્રવારે 73.91 પર બંધ થયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK