Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારમાં તેજીને ટકોરો

શૅરબજારમાં તેજીને ટકોરો

09 January, 2021 09:19 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શૅરબજારમાં તેજીને ટકોરો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો સકારાત્મક રહેવાની ધારણાએ તથા વૈશ્વિક પરિબળોની રાહે શૅરબજારમાં ઢીલી પડેલી તેજી શુક્રવારે ફરી પોતાના જોરમાં આવી હતી અને સેન્સેક્સમાં ૬૮૯ પૉઇન્ટનો મોટો ઉછાળો આવ્યો હતો. બીજી બાજુ નિફ્ટી ૧૪૩૦૦ની મહત્ત્વપૂર્ણ સપાટી વટાવીને ૧૪૩૪૭ બંધ રહ્યો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૧.૪૩ ટકા વધીને ૪૮૭૮૨.૫૧ બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડે ધોરણે ઇન્ડેક્સ ૪૮૮૫૪.૩૪ની સપાટીને અડીને આવ્યો હતો.

એકંદરે બધા ઇન્ડાઇસીસમાં વૃદ્ધિ જોવા મળી હતી, જેમાંથી મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ-૫૦ (૧.૪૬ ટકા), સેન્સેક્સ નેક્સ્ટ-૫૦ (૧.૫૭ ટકા), બીએસઈ-૧૦૦ (૧.૪૭ ટકા), બીએસઈ ભારત ૨૨ ઇન્ડેક્સ (૧.૧૯ ટકા), બીએસઈ મિડ કૅપ (૧.૦૧ ટકા), બીએસઈ-૨૦૦ (૧.૩૭ ટકા), બીએસઈ-૨૫૦ લાર્જ મિડ કૅપ (૧.૩૫ ટકા), બીએસઈ-૫૦૦ (૧.૩૨ ટકા), બીએસઈ ઑલ કૅપ (૧.૩૦ ટકા), બીએસઈ લાર્જ કૅપ (૧.૪૪ ટકા) તથા બીએસઈ મિડ કૅપ સિલેક્ટ ઇન્ડેક્સ (૧.૯૫ ટકા) સામેલ હતા.



બીએસઈ પર વધનારા મુખ્ય સ્ટૉક્સમાં મારુતિ (૫.૯૪ ટકા વધીને ૮૦૧૫.૯૫), ટેક મહિન્દ્ર (૫.૬૪ ટકા વધીને ૧૦૫૦.૯૫), ઇન્ફોસિસ (૩.૯૫ ટકા વધીને ૧૩૧૧.૮૦), અલ્ટ્રાટેક સિમેન્ટ (૩.૫૫ ટકા વધીને ૫૫૯૦.૨૫), મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર (૩.૫૧ ટકા વધીને ૭૭૦.૫૦), પાવરગ્રિડ (૩.૫૦ ટકા વધીને ૨૦૩.૮૫), એનટીપીસી (૩.૧૯ ટકાની વૃદ્ધિ સાથે ૧૦૦.૧૫), સન ફાર્મા (૩.૧૪ ટકાની વૃદ્ધિ સાથે ૬૨૦.૭૦), એચસીએલ ટેક (૩.૧૩ ટકા વધીને ૯૯૪.૪૫), ટીસીએસ (૨.૮૯ ટકા વધીને ૩૧૨૦.૩૫)નો સમાવેશ થાય છે. સેન્સેક્સના ૩૦માંથી વધેલા ૨૬ સ્ટૉક્સમાં ઓએનજીસી (૨.૮૧ ટકા), બજાજ ઑટો (૨.૭૫ ટકા), લાર્સન ઍન્ડ ટુબ્રો (૨.૫૭ ટકા), બજાજ ફિનસર્વ (૨.૦૪ ટકા), એશિયન પેઇન્ટ (૧.૮૯ ટકા), રિલાયન્સ (૧.૧૫ ટકા) અને એચડીએફસી બૅન્ક (૧.૦૯ ટકા) સામેલ હતા.


સેન્સેક્સમાંના બજાજ ફાઇનૅન્સ ૦.૦૪ ટકાના ઘટાડા સાથે ૫૦૮૦.૭૦, એચડીએફસી ૦.૩૧ ટકા ઘટીને ૨૬૫૩.૪૦, આઇટીસી ૦.૫૯ ટકા ઘટીને ૨૦૧.૫૫, સ્ટેટ બૅન્ક ૦.૬૧ ટકાના ઘટાડા સાથે ૨૮૬, ભારતી ઍરટેલ ૦.૯૩ ટકા ઘટીને ૫૪૦.૨૫ તથા ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૩૭ ટકા ઘટીને ૯૩૯.૦૫ થયા હતા.

ટીસીએસ નવી વિક્રમી સપાટીએ


ટીસીએસ ત્રિમાસિક પરિણામોની પૂર્વે એક તબક્કે ૩૧૨૭.૫૫ની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.

નોંધનીય છે કે સેન્સેક્સ સપ્તાહ દરમ્યાન બે ટકા વધ્યો હતો. વર્ષ ૨૦૦૯ બાદ પહેલી વાર સાપ્તાહિક ધોરણે સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે.

ટેક મહિન્દ્ર ૧ ટ્રિલ્યન રૂપિયાનું માર્કેટ કૅપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓમાં સામેલ

ટેક મહિન્દ્ર ૧ ટ્રિલ્યન રૂપિયાનું માર્કેટ કૅપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. આઇટી ક્ષેત્રની એ આવી પાંચમી કંપની બની છે. બજારનું કામકાજ બંધ થવાના સમયે તેનું માર્કેટ કૅપ ૧.૦૧ ટ્રિલ્યન રૂપિયા થઈ ગયું હતું. હાલ આઇટી કંપનીઓમાંથી ટીસીએસ ૧૧.૬૬ ટ્રિલ્યનના માર્કેટ કૅપ સાથે પ્રથમ ક્રમાંકે છે. ત્યાર બાદ ઇન્ફોસિસ ૫.૫૩ ટ્રિલ્યન, એચસીએલ ટેક્નૉલૉજીસ ૨.૬૯ ટ્રિલ્યન અને વિપ્રો ૨.૪૪ ટ્રિલ્યનનું માર્કેટ કૅપ ધરાવે છે.

વિપ્રોમાં ૫ ટકાનો ઉછાળો

બીએસઈ પર વિપ્રો શુક્રવારે પાંચ ટકા વધીને ૪૨૯ના નવા વિક્રમી ભાવે બંધ રહ્યો હતો. લાર્સન ઍન્ડ ટુબ્રો ઇન્ફોટેકમાં ૪ ટકાની વૃદ્ધિ સાથે બંધ ભાવાંક ૪૦૭૮ રૂપિયા રહ્યો હતો.

માર્કેટ કૅપ ૨.૪૬ લાખ કરોડ રૂપિયા વધ્યું

બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓ મળીને માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૯૫.૬૪ ટ્રિલ્યન રૂપિયાના નવા વિક્રમી સ્તરે પહોંચ્યું હતું. દિવસ દરમ્યાન રોકાણકારોની સંપત્તિ ૨.૪૬ ટ્રિલ્યન (લાખ કરોડ) રૂપિયા વધી હતી. અહીં જણાવવું રહ્યું કે વર્ષ ૨૦૨૦ દરમ્યાન ઇક્વિટી રોકાણકારોની સંપત્તિમાં કુલ ૩૨.૪૯ ટ્રિલ્યન રૂપિયાની વૃદ્ધિ થઈ હતી.

કૃષિ સ્ટૉક્સમાં પણ વૃદ્ધિની હિલચાલ

દેશમાં કૃષિ ક્ષેત્રે પ્રવર્તમાન સાનુકૂળ સંજોગોને અનુલક્ષીને આ ક્ષેત્રના સ્ટૉક્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ ત્રાવણકોર તથા મદ્રાસ ફર્ટિલાઇઝર્સને ૨૦ ટકાની સર્કિટ લાગતાં બંધ ભાવ અનુક્રમે ૭૬.૦૫ અને ૨૫.૬૫ રહ્યો હતો. આ બન્ને સ્ટૉક્સ બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. અન્ય વધેલા કૃષિ સ્ટૉક્સમાં દીપક ફર્ટિલાઇઝર્સ ઍન્ડ પેટ્રોકેમિકલ્સ તથા રાષ્ટ્રીય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ સામેલ હતા. તેમનામાં ૧૨ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

નિફ્ટી-૫૦માંથી ૪૧ સ્ટૉક્સ વધ્યા હતા. ઇન્ડેક્સમાં ૧.૪૮ ટકા એટલે કે ૨૦૯.૯૦ પૉઇન્ટની વૃદ્ધિ થઈને બંધ આંક ૧૪૩૪૭.૨૫ રહ્યો હતો. નિફ્ટી ઑટો ૩.૩૦ ટકા, નિફ્ટી આઇટી ૩.૬૧ ટકા, નિફ્ટી મીડિયા ૩.૨૬ ટકા અને નિફ્ટી રિયાલ્ટી ૧.૪૨ ટકા વધ્યા હતા.

બીએસઈના સેક્ટોરલ ઈન્ડાઇસીસમાં બેઝિક મટેરિયલ્સ ૦.૮૬ ટકા, સીડીજીએસ ૨.૨૩ ટકા, એનર્જી ૧.૩૩ ટકા, એફએમસીજી ૦.૫૫ ટકા, ફાઇનૅન્સ ૦.૪૫ ટકા, હેલ્થકૅર ૧.૨૪ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૧.૦૭ ટકા, આઇટી ૩.૫૫ ટકા, યુટિલિટીઝ ૧.૮૬ ટકા, ઑટો ૩.૩૭ ટકા, બૅન્કેક્સ ૦.૪૬ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૩૦ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૬૨ ટકા, ઑઈલ અૅન્ડ ગૅસ ૧.૬૧ ટકા, પાવર ૧.૮૩ ટકા, ટેક ૧.૩૭ ટકા અને રિયાલ્ટી ૧.૨૩ ટકા વધ્યા હતા, જ્યારે ટેલિકોમ ૦.૪૯ ટકા અને મેટલ ૦.૯૧ ટકા ઘટ્યા હતા.

બીએસઈમાં ‘એ’ ગ્રુપની ૩ કંપનીઓને ઉપલી અને ૨ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી, જ્યારે ‘બી’ ગ્રુપની ૫૯ કંપનીઓને ઉપલી અને ૨૪ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૭૦૮ કંપનીઓમાંથી ૫૦૦ કંપનીઓને ઉપલી અને ૨૦૮ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે કુલ ૨,૦૬,૫૬૩.૯૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૪૮,૨૭૮ સોદાઓમાં ૧૮,૧૫,૩૫૧ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૪,૮૦,૪૧૨ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૧૧.૩૫ કરોડ રૂપિયાના ૬૦ સોદામાં ૧૦૧ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૩૫,૨૫૧ સોદામાં ૧૪,૦૮,૯૭૮ કૉન્ટ્રૅક્ટ સાથે ૧,૬૨,૮૧૮.૮૩ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ ૧૨,૯૬૭ સોદામાં ૪,૦૬,૨૭૨ કૉન્ટ્રૅક્ટ સાથે ૪૩,૭૩૩.૭૯ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

બજાર કેવું રહેશે?

વિશ્લેષકોનું કહેવું છે કે કોરોના રોગચાળાને લીધે વર્ક ફ્રોમ હોમ અને ઑનલાઇન શિક્ષણ તથા અન્ય પરિબળોને કારણે વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વૉર્ટરમાં આઇટી કંપનીઓની કામગીરી મજબૂત રહેવાની ધારણા છે. આથી આઇટી સ્ટૉક્સમાં તેજી ચાલુ રહેવાનો અંદાજ છે. બીએસઈમાં પીએનસી ઇન્ફ્રાટેકના શૅરમાં શુક્રવારે ૪ ટકાની વૃદ્ધિ સાથે ભાવ ૧૮૯ રૂપિયા થયો હતો. બુધવારના ૧૭૦.૭૦ રૂપિયાની તુલનાએ સ્ટૉક ૧૧ ટકા વધ્યો છે. સંસ્થાકીય રોકાણકારોએ રોડ અને હાઇવેઝની આ કંપનીમાં લગભગ ૧૦ ટકા હિસ્સો ખરીદ્યો હોવાથી ભાવ વધ્યા છે. બુધવારે સ્ટૉક છ ટકા ઘટ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

09 January, 2021 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK