Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સરકારની આ જાહેરાતથી સેન્સેક્સમાં 1900 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 550 વધ્યું

સરકારની આ જાહેરાતથી સેન્સેક્સમાં 1900 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 550 વધ્યું

20 September, 2019 12:57 PM IST | New Delhi

સરકારની આ જાહેરાતથી સેન્સેક્સમાં 1900 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 550 વધ્યું

સરકારની આ જાહેરાતથી સેન્સેક્સમાં 1900 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 550 વધ્યું


New Delhi : GST કાઉન્સિલની બેઠક પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કંપની અને કારોબારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે ટેક્સ ઘટાડવા અંગેનુ બિલ પાસ થઈ ચુક્યું છે. ઘરેલું કંપનીઓ અને નવી મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે બિલ દ્વારા કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવશે. સરકારે ઘરેલું કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડીને 22% કર્યો છે. અત્યાર સુધી 400 કરોડ સુધીના વાર્ષિક ટર્નઓવર વાળી કંપનીઓ પર 25% અને બાકીની કંપનીઓ પર 30% કોર્પોરેટ ટેક્સ લાગતો હતો.


સ્થાનીક કંપનીઓ જો કોઈ અન્ય છૂટ લેતી નથી તો તેમણે 22 ટકા ટેક્સ આપવાનો રહેશે. સરચાર્જ અને સેસ બંનેને મેળવીને ટેક્સ દર 25.17 ટકા થશે. કંપનીઓ જો હાલ છૂટ લઈ રહી છે તો ટેક્સ હોલિડે એક્સપાયરી બાદ ઓછા ટેક્સ દરનો વિકલ્પ પસંદ કરી શકશે. બિલ દ્વારા આ ફેરફાર લાગુ કરવામાં આવશે.

જાણો, નિર્મલા સીતારમણે શું કહ્યું
નિર્મલા સીતારમણે કહ્યું કે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે આઈટી એક્ટમાં નવા પ્રવધાનોને જોડવામાં આવ્યા છે, જે સુનિશ્ચિત કરશે કે કોઈ પણ ઘરેલું કંપની જેની રચના 1 ઓક્ટોબર 2019 કે તેના પછી થઈ હોય અને જે નવેસરથી રોકાણ કરી રહી છે તો તે 15 ટકાના દરથી ઈન્કમ ટેક્સની ચૂકવણી કરશે. નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. પ્રેસ કોન્ફોરન્સ બાદ સેન્સેક્સ 1782 અંક ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી 517 અંક વધ્યો છે.

આ પણ જુઓ : એક સમયે આવા લાગતા હતા વડાપ્રધાન મોદી, પોતે જ શૅર કર્યા ફોટોઝ

જાણો, શું થઇ મુખ્ય જાહેરાતો

1) મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે પણ ટેક્સ ઘટશે
2) ઘરેલું કંપનીઓ પર કોઈ પણ પ્રકારની છૂટ વગર ઈન્કમ ટેક્સ 22% થશે, જ્યારે સરચાર્જ અને સેસ જોડીને દર 25.17% થશે.
3) સરકારને આ જાહેરાત બાદ 1.45 લાખ કરોડનું નુકસાન થશે.
4) ઈક્વિટી કેપિટલ ગેન્સ પરથી સરચાર્જ હટાવવામાં આવ્યો છે.
5) લિસ્ટેડ કંપનીઓને રાહત આપતા નિર્મલા સીતારમણે કહ્યું કે એ કંપનીઓએ હવે બાયબેક ટેક્સ આપવો પડશે નહિ, જેમણે 5 જુલાઈ 2019 પહેલા બાયબેક શેરની જાહેરાત કરી છે.
6) આ સિવાય MAT(મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ) ખત્મ કરવામાં આવ્યો છે. આ ટેક્સ એવી કંપનીઓ પર લગાવવામાં આવે છે, જે નફો કમાય છે. જોકે છૂટના કારણે તેની પર ટેક્સની જવાબદારી ઓછી હોય છે. ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 115JB અંતર્ગત MAT લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2019 12:57 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK