ગઈ કાલે નોંધપાત્ર વેચવાલી થયા બાદ આજે બેન્ચમાર્ક સૂચકાંકો રિબાઉન્ડ થયા હતા અને નિફ્ટી નવેમ્બર સિરીઝ 13,000ના લેવલ નજીક પહોંચ્યો હતો. તોફાની વધઘટ બાદ અંતે સેન્સેક્સ 431.64 પોઈન્ટ્સ (0.98 ટકા) વધીને 44,259.74 અને નિફ્ટી 128.60 પોઈન્ટ્સ (1 ટકા) વધીને 12,987ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે આજે વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 13.5 ટકા ઘટીને 20ના સ્તરે બંધ રહ્યો હતો.
આજે 1726 શૅર્સના ભાવ વધ્યા હતા અને 986 શૅર્સના ભાવ ઘટ્યા હતા, તેમ જ 179 કંપનીઓના શૅરભાવ સ્થિર રહ્યા હતા. નિફ્ટીમાં જેએસડબ્લ્યૂ સ્ટીલ, તાતા સ્ટીલ, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દાલકો અને શ્રી સિમેન્ટ્સના શૅર્સ સૌથી અધિક વધ્યા હતા, જ્યારે આઈશર મોટર્સ, બીપીસીએલ, મારુતિ સુઝુકી, ઓએનજીસી અને એચડીએફસી લાઈફના શૅર્સના ભાવ સૌથી અધિક વધ્યા હતા.
નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં દરેક ઈન્ડેક્સ વધ્યા હતા, સૌથી વધુ નિફ્ટી મેટલ 3.85 ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક 1.93 ટકા, નિફ્ટી ફાર્મા 1.43 ટકા અને નિફ્ટી ફાઈ. સર્વિસ 1.61 ટકા વધ્યો હતો.
વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.94 ટકા વધીને 16,598ના સ્તરે અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.71 ટકા વધીને 16,480ના સ્તરે બંધ રહ્યો હતો.
આજે પ્રજાસત્તાક દિવસ માટે બંધ રહેશે શૅર માર્કેટ, આ છે આ વર્ષની રજાઓની સૂચિ
26th January, 2021 09:35 ISTShare Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો શું છે કારણ
22nd January, 2021 15:48 ISTShare Market: ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 49,500 ઉપર કારોબાર
22nd January, 2021 09:47 ISTSensex 50,000 પર પહોંચ્યા બાદ તૂટ્યું, 167 અંકના ઘટાડા સાથે બંધ
21st January, 2021 15:41 IST