Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પ્રાઇમરી માર્કેટ બનશે ચેતનવંતું

પ્રાઇમરી માર્કેટ બનશે ચેતનવંતું

25 November, 2012 05:09 AM IST |

પ્રાઇમરી માર્કેટ બનશે ચેતનવંતું

પ્રાઇમરી માર્કેટ બનશે ચેતનવંતું






મોટા ભાગના મર્ચન્ટ બૅન્કર્સે આગામી ચાર સપ્તાહમાં ઇક્વિટી ઇશ્યુ લાવવાની યોજના બનાવી હોવાથી આશરે ત્રણ વર્ષમાં પ્રથમ વખત પ્રાઇમરી માર્કેટ પ્રવૃત્તિથી ધમધમવાની તૈયારીમાં છે. મર્ચન્ટ બૅન્કર્સ તેમની ઇક્વિટી ઑફરનું વેચાણ કરવા બજારમાં પ્રવર્તમાન હકારાત્મક સેન્ટિમેન્ટનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ૨૦ ડિસેમ્બર સુધી આશરે એક ડઝન ઇક્વિટી ઑફર થશે; જેમાં પ્રારંભિક પબ્લિક ઇશ્યુ (આઇપીઓ), ઑફર ફૉર સેલ (ઓએફએસ) અને ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઇપી)નો સમાવેશ છે.


આઇસીઆઇસીઆઇ સિક્યૉરિટીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અજય સરાફે જણાવ્યું હતું કે ‘ડિસેમ્બર સામાન્ય રીતે ઇક્વિટી માર્કેટ માટે સારો સમય હોય છે. આગામી થોડાં સપ્તાહમાં ઓએફએસ, ક્યુઆઇપી અને આઇપીઓ સહિત કેટલાક ઇક્વિટી ઇશ્યુ જોવા મળશે.’


સરકારે ડીઝલના ભાવમાં વધારો તથા મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇ સહિત સંખ્યાબંધ સુધારાનાં પગલાંની જાહેરાત કર્યા બાદ મધ્ય સપ્ટેમ્બરથી ઇક્વિટી માટેના આઉટલુકમાં નોંધપાત્ર સુધારો થયો છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધી બીએસઈના સેન્સેક્સમાં આશરે ૧૯ ટકાનો વધારો થયો છે. મર્ચન્ટ બૅન્કર્સે રોકાણકારોની પ્રતિબદ્ધતા મેળવવા માટે વિદેશી રોકાણકારો, વીમાકંપનીઓ, મ્યુચ્યુઅલ ફન્ડ, હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ ફન્ડ અને હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ (ધનિક લોકો) સહિતના મોટા રોકાણકારો સાથે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. એનએમડીસી, ઑઇલ ઇન્ડિયા અને હિન્દુસ્તાન કૉપરના ડિસઇન્વેસ્ટમેન્ટ ઇશ્યુ ઉપરાંત આગામી થોડાં સપ્તાહમાં કૅર રેટિંગ, ભારતી ઇન્ફ્રાટેલ અને પી. સી. જ્વેલર્સની પ્રારંભિક પબ્લિક ઑફર (આઇપીઓ) આવશે.

કૅર રેટિંગનો ૫૦૦ કરોડ રૂપિયાનો આઇપીઓ ડિસેમ્બરની શરૂઆતમાં ખૂલવાની ધારણા છે. ભારતી ઇન્ફ્રાટેલનો ૫૦૦૦ કરોડ રૂપિયાનો આઇપીઓ મધ્ય ડિસેમ્બરમાં ખૂલવાની ધારણા છે. ડાયમન્ડ જ્વેલરી ચેઇન પી. સી. જ્વેલર્સ આગામી થોડાં સપ્તાહમાં ૫૦૦ કરોડ રૂપિયાના ઇશ્યુ સાથે બજારમાં પ્રવેશ કરે એવી શક્યતા છે.

અજય સરાફે જણાવ્યું હતું કે ‘ઇક્વિટી ઇશ્યુમાં રોકાણ કરવામાં સંસ્થાકીય રોકાણકારોને ઘણો રસ છે. એનએમડીસી અને ઑઇલ ઇન્ડિયાના ઇશ્યુ માટે રોકાણકારોનું હકારાત્મક સેન્ટિમેન્ટ સારા ઇક્વિટી ઇશ્યુ માટેની ડિમાન્ડ દર્શાવે છે. અમે નાના રોકાણકારો માટે વાસ્તવમાં ચિંતિત નથી, કારણ કે તેઓ સારા ભાવ સાથેના કોઈ પણ ક્વૉલિટી ઇશ્યુમાં રોકાણ કરશે.’

આઇપીઓ ઉપરાંત આગામી થોડાં સપ્તાહમાં બજારમાં કેટલીક ઑફર ફૉર સેલ (ઓએફએસ) પણ જોવા મળી શકે છે. મર્ચન્ટ બૅન્કર્સના જણાવ્યા અનુસાર એનએમડીસી, એનટીપીસી, ઑઇલ ઇન્ડિયા, હિન્દુસ્તાન કૉપર અને એચએએલ જેવી કંપનીઓની ડિસઇન્વેસ્ટમેન્ટ સંબંધિત ઇક્વિટી ઑફર ઓએફએસ મારફત આવશે. બ્લુડાર્ટ એક્સપ્રેસ અને શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનૅન્સ સહિતની કેટલીક કંપનીઓ પણ ઓએફએસ મારફત મૂડી એકઠી કરવાની યોજના બનાવી રહી છે. અગ્રણી મર્ચન્ટ બૅન્કિંગ કંપનીના સિનિયર અસોસિએટે જણાવ્યું હતું કે ‘આગામી થોડાં સપ્તાહમાં વધુ ઓએફએસ ઇશ્યુ જોવા મળશે. બજારમાં છેલ્લાં કેટલાંક સપ્તાહથી સ્થિરતા પ્રવર્તે છે અને પ્રમોટર્સના શૅરહોલ્ડિંગમાં ઘટાડો કરવાની મહેતલ ઝડપથી પૂરી થઈ રહી હોવાથી પ્રમોટર્સ ઓએફએસ મારફત તેમના શૅરહોલ્ડિંગમાં ઘટાડો કરવા ખુલ્લું મન ધરાવે છે.’

પ્રમોટર્સ એક્સચેન્જ આધારિત બીડિંગ પ્લૅટફૉર્મ મારફત લિસ્ટેડ કંપનીઓમાં તેમના હોલ્ડિંગમાં ઘટાડો કરવા ઓએફએસ માધ્યમનો ઉપયોગ કરતા હોય છે. નાના રોકાણકારો સહિતના તમામ પ્રકારના રોકાણકારો ઓએફએસ ઇશ્યુમાં ભાગ લઈ શકે છે. બજારની નિયમનકારી સંસ્થા સેબીએ આ વર્ષના જાન્યુઆરીમાં ઓએફએસની શરૂઆત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2012 05:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK