શૅરબજારનું ચલકચલાણું
વૈશ્વિક બજારોમાં ઘટાડાને પગલે ગઈ કાલે ભારતીય બજારો ઘટીને ખૂલ્યાં હતાં, પરંતુ બપોર બાદ અગ્રણી કંપનીઓના શૅર્સમાં મોટા પાયે ખરીદીને કારણે બજારમાં સુધારો જોવા મળ્યો હતો. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે શુક્રવારના ૧૮,૬૮૨.૩૧ના બંધ સામે ૧૮,૬૫૫.૯૩ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૮,૮૦૯.૨૮ અને ઘટીને નીચામાં ૧૮,૬૦૦.૮૮ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૧૧૧.૧૩ વધીને ૧૮,૭૯૩.૪૪ બંધ રહ્યો હતો. નિફ્ટી ૩૨.૯૦ વધીને ૫૭૧૭.૧૫ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૭૦૦ પૉઇન્ટ્સની ઉપર બંધ આવ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૬.૮૭ ઘટીને ૬૬૬૪.૭૫ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨૧.૯૦ વધીને ૭૧૯૧.૬૫ બંધ રહ્યો હતો.
સેક્ટરલ ઇન્ડાઇસિસ
ગઈ કાલે મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૮ વધ્યાં હતાં. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧૪૩.૫૬ વધીને ૧૧,૨૧૨.૪૮ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯ કંપનીમાંથી ૭ના ભાવ વધ્યા હતા. સુઝલોન એનર્જીનો ભાવ સૌથી વધુ ૨.૫૬ ટકા વધીને ૧૬.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. એલ ઍન્ડ ટીનો ભાવ ૨.૧૭ ટકા વધ્યો હતો. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૭૧ ટકા ઘટીને ૪૬.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. બીઈએમએલનો ભાવ ૧.૭૮ ટકા અને અલ્સટૉમ ટી ઍન્ડ ડીનો ૧.૬૯ ટકા ઘટ્યો હતો.
બૅન્કેક્સ ૧૩૨.૩૨ વધીને ૧૩,૩૨૫.૩૭ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૯ના ભાવ વધ્યા હતા. ઍક્સિસ બૅન્કનો ભાવ સૌથી વધુ ૧.૭૬ ટકા વધીને ૧૨૨૦.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. એચડીએફસી બૅન્કનો ભાવ ૧.૭૩ ટકા અને આઇસીઆઇસીઆઇ બૅન્કનો ૧.૬૯ ટકા વધ્યો હતો. બૅન્ક ઑફ બરોડાનો ભાવ સૌથી વધુ ૧.૭૧ ટકા ઘટીને ૭૮૩.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ ૮૦.૮૧ વધીને ૭૬૦૧.૪૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૭ કંપનીમાંથી ૧૩ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. વૉકહાર્ટનો ભાવ સૌથી વધુ ૫ ટકા વધીને ૧૫૦૨.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. પિરામલ એન્ટરપ્રાઇઝિસનો ભાવ ૩.૨૫ ટકા, ડિવીઝ લૅબોરેટરીઝનો ૩.૨૧ ટકા અને અરવિંદો ફાર્માનો ૨.૬૮ ટકા વધ્યો હતો.
સેન્સેક્સ શૅરો
સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ગઈ કાલે ૨૦ના ભાવ વધ્યા હતા. એલ ઍન્ડ ટીનો ભાવ સૌથી વધુ ૨.૧૭ ટકા વધ્યો હતો. ભારતી ઍરટેલનો ભાવ ૧.૯૧ ટકા, એનટીપીસીનો ૧.૭૪ ટકા, એચડીએફસી બૅન્કનો ૧.૭૩ ટકા વધ્યો હતો. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૧.૫૨ ટકા ઘટીને ૪૦૦.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો.
૩૮ કંપનીના શૅર ટૉપ પર
ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૮ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં વૉકહાર્ટ, ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી, એચડીએફસી બૅન્ક, જે. કે. સિમેન્ટ, કજરિયા સિરૅમિક્સ, અતુલ, બાસ્ફ ઇન્ડિયા વગેરેનો સમાવેશ છે. ૧૩ કંપનીઓના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં અલાઇડ કમ્પ્યુટર્સ, અનુસ લૅબોરેટરીઝ, બિરલા પૅસિફિક મેડસ્પા, એમકે ગ્લોબલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ, ડેક્કન ક્રૉનિકલ હોલ્ડિંગ્સ, સૅન્ડ પ્લાસ્ટ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૪૦૫ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૪૪૬ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.
ટીસીએસ
ટીસીએસનો ભાવ ૨.૨૬ ટકા વધીને ૧૩૧૯.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૩૩૪.૯૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૩૦૩ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૩૮.૧૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૮૭ લાખ શૅર્સના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૨.૮૯ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. સપ્ટેમ્બર ૨૦૧૨માં પૂરા થયેલા સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીએ પ્રોત્સાહક કામગીરી રજૂ કરી છે. ચોખ્ખો નફો ૨૩૦૧ કરોડ રૂપિયાથી ૪૯ ટકા વધીને ૩૪૩૪ કરોડ રૂપિયા થયો છે. આવક ૧૧,૬૩૩.૪૯ કરોડ રૂપિયાથી ૩૪ ટકા વધીને ૧૫,૬૨૧ કરોડ રૂપિયા થઈ છે.
સોમાણી સિરૅમિક્સ
સોમાણી સિરૅમિક્સનો ભાવ ૧૯.૯૯ ટકા વધીને ૮૪.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૮૪.૬૫ અને ઘટીને નીચામાં ૭૧.૨૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૧.૯૪ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૫૯ લાખ શૅર્સના કામકાજ સામે ગઈ કાલે ૨.૪૫ લાખ શૅર્સનું કામકાજ થયું હતું. છેલ્લા ત્રણ દિવસમાં શૅરનો ભાવ ૪૪ ટકા વધ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૩૯ ટકા વધીને ૮.૦૨ કરોડ રૂપિયા થયો છે. વેચાણ ૨૪ ટકા વધીને ૨૫૭ કરોડ રૂપિયા થયું છે.
માસ્ટેક લિમિટેડ
માસ્ટેક લિમિટેડનો ભાવ ૩.૭૯ ટકા ઘટીને ૧૨૭ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૩૨ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૨૫.૪૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૨૮.૩૨ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૭૦૩૬ શૅર્સના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૨૨,૫૧૩ શૅર્સનું ટેÿડિંગ થયું હતું. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૭૧ ટકા ઘટીને ૬.૪૯ કરોડ રૂપિયા થયો છે. આવક ૬ ટકા વધીને ૨૨૩ કરોડ રૂપિયા થઈ છે.
જેકે લક્ષ્મી સિમેન્ટ
જેકે લક્ષ્મી સિમેન્ટનો ભાવ ૭.૮૭ ટકા વધીને ૧૨૪.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૨૫.૬૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૧૭.૪૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૩.૦૬ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૭૦ લાખ શૅર્સના કામકાજ સામે ગઈ કાલે ૨.૫૧ લાખ શૅર્સનું કામકાજ થયું હતું. સપ્ટેમ્બર ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૬.૪૯ કરોડ રૂપિયાથી ૮ ગણો વધીને ૫૦.૮૮ કરોડ રૂપિયા થયો છે. વેચાણ ૩૮ ટકા વધીને ૪૯૦ કરોડ રૂપિયા થયું છે.
ફોર્સ મોટર્સ
ફોર્સ મોટર્સનો ભાવ ૬.૬૫ ટકા વધીને ૪૪૮.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૫૮ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૩૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૫૯.૪૮ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૨૫૫૪ શૅર્સના કામકાજ સામે ગઈ કાલે ૧૩,૨૪૧ શૅર્સનું કામકાજ થયું હતું. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૪ કરોડ રૂપિયાથી પાંચ ગણો વધીને ૧૯ કરોડ રૂપિયા થયો છે. વેચાણ ૩ ટકા ઘટીને ૪૮૯ કરોડ રૂપિયા થયું છે.
Share Market: ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 49,500 ઉપર કારોબાર
22nd January, 2021 09:47 ISTSensex 50,000 પર પહોંચ્યા બાદ તૂટ્યું, 167 અંકના ઘટાડા સાથે બંધ
21st January, 2021 15:41 ISTતેજીનો તોખાર:સેન્સેક્સ લૅન્ડમાર્કથી હવે માત્ર ૨૦૮ પૉઇંટના જ અંતર પર છે
21st January, 2021 10:59 ISTShare Market: સેન્સેક્સે પાર કર્યો 50,000નો આંકડો, નિફ્ટી પણ 14,700 ઉપર
21st January, 2021 09:42 IST