Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટના અંત પહેલાં શૉર્ટ કવરિંગને પગલે શૅરબજારમાં ઉછાળો

ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટના અંત પહેલાં શૉર્ટ કવરિંગને પગલે શૅરબજારમાં ઉછાળો

27 December, 2012 06:41 AM IST |

ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટના અંત પહેલાં શૉર્ટ કવરિંગને પગલે શૅરબજારમાં ઉછાળો

ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટના અંત પહેલાં શૉર્ટ કવરિંગને પગલે શૅરબજારમાં ઉછાળો




શૅરબજારનું ચલકચલાણું




સામાન્ય સ્થિતિમાં ગઈ કાલે બજારમાં વૃદ્ધિ થવા માટે કોઈ અપેક્ષા નહોતી, પરંતુ ડેરિવેટિવ્ઝમાં ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટનો આજે છેલ્લો દિવસ છે એ અગાઉ ગઈ કાલે ટ્રેડરો અને ઑપરેટરો દ્વારા શૉર્ટ કવરિંગને કારણે બજારમાં મોટો સુધારો જોવા મળ્યો હતો. ટ્રેડર અથવા ઑપરેટર પાસે માલ હોય નહીં અને વેચાણ કરી નાખ્યું હોય એને કારણે છેલ્લા દિવસે વલણ પૂરું કરવા માટે બજારમાંથી એટલા પ્રમાણમાં શૅરની ખરીદી કરવી પડે એને શૉર્ટ કવરિંગ કહેવાય.



મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ સોમવારના ૧૯,૨૫૫.૦૯ના બંધ સામે ગઈ કાલે ૧૯,૩૦૨.૪૭ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૯,૪૬૮.૪૦ અને ઘટીને નીચામાં ૧૯,૨૭૪.૦૭ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૧૬૨.૩૭ વધીને ૧૯,૪૧૭.૪૬ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૪૬.૧૮ વધીને ૭૦૬૯.૦૯ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨૬.૮૧ વધીને ૭૩૭૫.૮૦ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૬૮૪.૯૫ ખૂલીને દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૫૯૧૭.૩૦ અને ઘટીને નીચામાં ૫૮૫૯.૫૫ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૪૯.૮૫ વધીને ૫૯૦૫.૬૦ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૯૦૦ પૉઇન્ટની ઉપર બંધ આવ્યો હતો.


સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારના ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૨માં વૃદ્ધિ થઈ હતી. બૅન્કેક્સ સૌથી વધુ ૧૯૧.૮૬ વધીને ૧૪,૩૪૨.૧૬ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૩ના ભાવ વધ્યા હતા. બૅન્ક ઑફ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૩.૫૦ ટકા વધીને ૩૪૦.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. આઇસીઆઇસીઆઇ બૅન્કનો ભાવ ૨.૩૮ ટકા અને કૅનેરા બૅન્કનો ૨.૨૩ ટકા વધ્યો હતો. કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૧૮૦.૨૮ વધીને ૧૯,૯૦૭.૯૦ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૨૨ કંપનીમાંથી ૧૫ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. જિન્દાલ સૉનો ભાવ સૌથી વધુ ૩.૨૮ ટકા વધીને ૧૨૭.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. અલ્સટૉમ ઇન્ડિયાનો ભાવ ૩.૦૫ ટકા, એઆઇએ એન્જિનિયરિંગનો ૨.૯૩ ટકા, થર્મેક્સનો ૨.૭૭ ટકા, પુંજ લૉઇડનો ૨.૭૭ ટકા, લક્ષ્મી મશીન વર્ક્સનો ૨.૩૩ ટકા, એલ ઍન્ડ ટીનો ૨.૧૯ ટકા અને ભારત ઇલેક્ટ્રૉનિક્સનો ૨.૦૫ ટકા વધ્યો હતો. ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૬૬.૭૨ વધીને ૮૩૭૦.૩૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૮ કંપનીના ભાવ વધ્યા હતા. કેઇર્ન ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૧.૫૬ ટકા વધીને ૩૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૬૫.૮૧ વધીને ૧૧,૦૪૬.૧૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧માંથી ૯ કંપનીના ભાવમાં વધારો થયો હતો. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૨.૦૩ ટકા વધીને ૪૫૪.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. ભૂષણ સ્ટીલનો ભાવ ૧.૪૬ ટકા વધ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી બાવીસના ભાવ વધ્યા હતા અને આઠમાં ઘટાડો થયો હતો. ભારતી ઍરટેલનો ભાવ સૌથી વધુ ૨.૭૮ ટકા વધીને ૩૧૭.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. આઇસીઆઇસીઆઇ બૅન્કનો ભાવ ૨.૩૮ ટકા, એલ ઍન્ડ ટીનો ૨.૧૯ ટકા અને જિન્દાલ સ્ટીલનો ભાવ ૨.૦૩ ટકા વધ્યો હતો.

શૅરોન બાયો-મેડિસિન

શૅરોન બાયો-મેડિસિનનો ભાવ ૧૫.૬૨ ટકા વધીને ૪૨૭.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૩૯ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૭૨ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૯૨.૮૨ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૧૦ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૦.૨૩ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. કંપનીના ફૉરેન કરન્સી કન્વર્ટિબલ બૉન્ડના હોલ્ડરોએ પૈસા પરત ચૂકવવાની મુદત ૨૦૧૩ની ૨૮ ફેબ્રુઆરી સુધી વધારવાની કંપનીની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. કંપનીએ આ પૈસા ૪ ડિસેમ્બરે ચૂકવવાના હતા.

૧૧૩ કંપનીના ભાવ સર્વોચ્ચ સ્તરે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૧૩ કંપનીઓના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના ઊંચા મથાળે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં બજાજ ઑટો, ગ્લેનમાર્ક ફાર્મા, કેરા, બિનાની ઇન્ડસ્ટ્રીઝ, કાન્સાઇ નેરોલેક, ઇપ્કા લૅબોરેટરીઝ, આઇડિયા સેલ્યુલર, રાજેશ એક્સર્પોટ્સ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૫૨૩ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૪૧૬ના ઘટ્યાં હતા. માર્કેટબ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

બિનાની ઇન્ડસ્ટ્રીઝ

બિનાની ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૮.૩૮ ટકા વધીને ૧૪૨.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૫૭.૪૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૩૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૫.૬૯ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૨૨ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૩.૯૪ લાખ શૅરનું કામકાજ થયું હતું. કંપની એની સબસિડિયરી બિનાની સિમેન્ટમાંથી ૪૦ ટકા જેટલા હિસ્સાનું વેચાણ કરશે. આ ઉપરાંત કંપની સિંગાપોરમાં સંપૂર્ણ માલિકીની સબસિડિયરીની સ્થાપના કરશે.

આરસીએફ

આરસીએફનો ભાવ ૩.૫૦ ટકા વધીને ૫૭.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૯ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૬.૧૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૫.૮૬ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૩.૧૯ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૧૦.૧૧ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. કંપનીની ઇક્વિટીમાંથી ૧૨.૫૦ ટકા હિસ્સાનું વેચાણ કરવા માટે ગઈ કાલે સરકારે મંજૂરી આપી દીધી છે.

એફઆઇઆઇની ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૦૩૫.૧૭ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૨૯૧.૩૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૭૪૩.૭૯ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૭૬૮.૪૭ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૦૬૯.૩૨ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૩૦૦.૮૫ કરોડ રૂપિયા રહી હતી.

ઇન્ફોસિસનાં પરિણામો

આઇટી સર્વિસ પ્રોવાઇડર કંપની ઇન્ફોસિસ લિમિટેડ ડિસેમ્બર ૨૦૧૨માં પૂરા થનારા થર્ડ ક્વૉર્ટરનાં નાણાકીય પરિણામોની જાહેરાત ૨૦૧૩ની ૧૧ જાન્યુઆરીએ કરશે. ક્વૉર્ટ્રલી પરિણામોની સાથે-સાથે કંપની નવ મહિનાના સમયગાળાનાં રિઝલ્ટ્સની પણ જાહેરાત કરશે.

કૅરનો ભાવ ૨૩ ટકા વધ્યો

અગ્રણી રેટિંગ એજન્સી કૅરના શૅરનું ગઈ કાલે મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું હતું. કંપનીએ શૅરદીઠ ૭૫૦ રૂપિયાના ભાવે શૅર આપ્યા છે. એની સામે ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ભાવ ૯૪૦ રૂપિયા ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૯૮૬.૨૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૮૯૬.૨૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૯૨૩.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો જે ઑફર-પ્રાઇસ કરતાં ૨૩ ટકા ઊંચો હતો.

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2012 06:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK