Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ૧૩ કંપનીઓનાં જાહેર ભરણાંઓમાં રોકાણકારોને આકર્ષક વળતર મળ્યું

૧૩ કંપનીઓનાં જાહેર ભરણાંઓમાં રોકાણકારોને આકર્ષક વળતર મળ્યું

16 December, 2012 05:47 AM IST |

૧૩ કંપનીઓનાં જાહેર ભરણાંઓમાં રોકાણકારોને આકર્ષક વળતર મળ્યું

૧૩ કંપનીઓનાં જાહેર ભરણાંઓમાં રોકાણકારોને આકર્ષક વળતર મળ્યું






ઘણા સમયથી સેકન્ડરી અને પ્રાઇમરી માર્કેટની અચોક્કસતાને કારણે રોકાણકારો આ બન્ને બજારોથી દૂર થઈ ગયા છે. શૅરબજારમાંથી તેમનો વિશ્વાસ ઊઠી ગયો છે, પરંતુ કૅલેન્ડર વર્ષ ૨૦૧૨માં હવે શૅરબજારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સેકન્ડરી માર્કેટની સાથોસાથ પ્રાઇમરી માર્કેટ પણ સક્રિય બની રહી છે. ૨૦૧૨માં અત્યાર સુધી સેન્સેક્સમાં ૨૫ ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી છે.


ચાલુ સપ્તાહમાં જે ત્રણ પબ્લિક ઇશ્યુ બજારમાં આવ્યા હતા એમને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો છે. અગાઉ પણ કેટલીક સારી કંપનીઓનાં ભરણાંને ઇન્વેસ્ટરોનો નોંધપાત્ર રિસ્પૉન્સ મળ્યો હતો અને તેમને સારું વળતર પણ મળ્યું છે.


૨૦૦૫થી ૨૦૧૨ દરમ્યાન જે ભરણાં બજારમાં આવ્યાં એમાંથી ૧૩ કંપનીઓમાં રોકાણકારોને નોંધપાત્ર લાભ મળ્યો છે એની વિગતો જોઈએ.

યસ બૅન્કના શૅરનું લિસ્ટિંગ ૧૨ જુલાઈ ૨૦૦૫ના રોજ થયું હતું. બૅન્કે ૪૫ રૂપિયામાં શૅર આપ્યા હતા. અત્યારે શૅરનો ભાવ ૪૪૮ રૂપિયા જેટલો ચાલે છે. અત્યાર સુધી આ શૅરના રોકાણમાં ૯૦૦ ટકા વળતર મળ્યું છે.

પેજ ઇન્ડસ્ટ્રીઝના શૅરનું લિસ્ટિંગ ૧૬ માર્ચ ૨૦૦૭માં થયું હતું. શૅરની ઑફર-પ્રાઇસ ૩૬૦ રૂપિયા હતી. વર્તમાન ભાવ ૩૪૩૮ રૂપિયા જેટલો છે. આ શૅરમાં ૮૫૫ ટકા જેટલું વળતર મળ્યું છે.

જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સના શૅરનું લિસ્ટિંગ ૮ ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ થયું હતું.

કંપનીએ ૧૪૫ રૂપિયામાં શૅરનું વેચાણ કર્યું હતું. વર્તમાન બજારભાવ ૧૩૨૨ રૂપિયા જેટલો છે. આ કંપનીમાં ૮૧૧ ટકા રિટર્ન મળ્યું છે.

કાવેરી સીડના શૅરનું લિસ્ટિંગ ચાર ઑક્ટોબર ૨૦૦૭ના રોજ થયું હતું. ઑફર-પ્રાઇસ ૧૭૦ રૂપિયા હતી. એની સામે વર્તમાન માર્કેટ-પ્રાઇસ ૧૩૪૦ રૂપિયા જેટલી છે. રોકાણકારોને ૬૮૮ ટકા વળતર મળ્યું છે.

વનલાઇફ કૅપિટલ ઍડ્વાઇઝર્સના શૅરનું લિસ્ટિંગ ૧૭ ઑક્ટોબર ૨૦૧૧ના રોજ થયું હતું. કંપનીએ ૧૧૦ રૂપિયામાં શૅર આપ્યા હતા. વર્તમાન ભાવ ૮૦૧ રૂપિયા જેટલો છે. આ શૅરમાં ૬૨૮ ટકા વળતર મળ્યું છે.

વી ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝનું લિસ્ટિંગ ૧૩ માર્ચ ૨૦૦૮ના રોજ થયું હતું. કંપનીના શૅરનો વેચાણભાવ ૮૨ રૂપિયા હતો. વર્તમાન ભાવ ૫૩૮ રૂપિયા જેટલો છે. આ કંપનીમાં ૫૫૬ ટકા વળતર મળ્યું છે.

સોલર ઇન્ડસ્ટ્રીઝનું લિસ્ટિંગ ૩ એપ્રિલ ૨૦૦૬ના રોજ થયું હતું. ૧૯૦ રૂપિયાના ભાવે શૅરનું વેચાણ કર્યું હતું. વર્તમાન ભાવ ૯૯૦ રૂપિયા જેટલો છે. રોકાણકારોને ૪૨૧ ટકા રિટર્ન મળ્યું છે.

મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ફાઇનૅન્શિયલ સર્વિસિસનું લિસ્ટિંગ ૧૭ માર્ચ ૨૦૦૬ના રોજ થયું હતું. કંપનીએ શૅરનું વેચાણ ૨૦૦ રૂપિયાના ભાવે કર્યું હતું. વર્તમાન બજારભાવ ૧૦૫૮ રૂપિયા જેટલો છે. રોકાણકારોના ઇન્વેસ્ટમેન્ટમાં ૪૨૯ ટકા વૃદ્ધિ થઈ છે.

આઇડીએફસીનું લિસ્ટિંગ ૧૨ ઑગસ્ટ ૨૦૦૫ના રોજ થયું હતું. કંપનીએ ૩૪ રૂપિયાના ભાવે શૅર આપ્યા હતા. અત્યારે ભાવ ૧૭૩ રૂપિયા જેટલો છે. રોકાણકારોને ૪૦૯ ટકા રર્ટિન મળ્યું છે.

વિવિમેડ લૅબ્સનું લિસ્ટિંગ ૧૭ ઑગસ્ટ ૨૦૦૫ના રોજ થયું હતું. ઑફર-પ્રાઇસ ૭૦ રૂપિયા હતી. વર્તમાન ભાવ ૩૩૫ રૂપિયા જેટલો છે. રોકાણકારોની ઇન્વેસ્ટમેન્ટ વૅલ્યુમાં ૩૭૯ ટકા વૃદ્ધિ થઈ છે.

દેના બૅન્કના શૅરનું લિસ્ટિંગ ૨૩ ફેબ્રુઆરી ૨૦૦૫ના રોજ થયું હતું. ઑફર-પ્રાઇસ ૨૭ રૂપિયા હતી. વર્તમાન ભાવ ૧૧૪ રૂપિયા છે. આ શૅરમાં ૩૨૨ ટકા વળતર મળ્યું છે.

બૅન્ક ઑફ બરોડાના શૅરનું લિસ્ટિંગ ૬ ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ થયું હતું. ઑફર-પ્રાઇસ ૨૩૦ રૂપિયા હતી. એની સામે અત્યારે માર્કેટ-પ્રાઇસ ૮૧૬ રૂપિયા જેટલી છે. રોકાણકારોના ઇન્વેસ્ટમેન્ટમાં ૨૫૫ ટકા વૃદ્ધિ થઈ છે.

ત્રિભોવનદાસ ભીમજી ઝવેરીના શૅરનું લિસ્ટિંગ ૯ મે ૨૦૧૨ના રોજ થયું હતું. કંપનીએ ૧૨૦ રૂપિયામાં શૅર આપ્યા હતા. એની સામે બજારભાવ ૨૫૨ રૂપિયા છે. આ શૅરમાં ૧૧૦ ટકા વળતર મળ્યું છે.

પી. સી. જ્વેલરનું ભરણું ૧૦ ડિસેમ્બરે ખૂલ્યું હતું અને એ ૧૨ ડિસેમ્બરે બંધ રહ્યું હતું. કંપનીએ ૪,૫૧,૩૩,૫૦૦ ઇક્વિટી શૅર્સ ઑફર કર્યા હતા. ૧૦ રૂપિયાની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅરની પ્રાઇસ-રેન્જ ૧૨૫થી ૧૩૫ રૂપિયા નક્કી કરી હતી. ભરણું ૬.૮૫ ગણું ભરાયું હતું.

ભારતી ઇન્ફ્રાટેલનું ભરણું ૧૧ ડિસેમ્બરે ખૂલ્યું હતું અને એ ૧૪ ડિસેમ્બરે બંધ થયું હતું. કંપનીએ ૧૮,૮૯,૦૦,૦૦૦ ઇક્વિટી શૅર્સનું ભરણું કર્યું હતું. ૧૦ રૂપિયાની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅરની પ્રાઇસ-રેન્જ ૨૧૦થી ૨૪૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. ભરણું ૧.૩૦ ગણું ભરાઈ ગયું હતું.

લેટેસ્ટ પબ્લિક ઇશ્યુ

ચાલુ સપ્તાહમાં જે ત્રણ કંપનીઓનાં જાહેર ભરણાં બજારમાં આવ્યાં હતાં એમને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

રેટિંગ એજન્સી કૅરનું ભરણું ૭ ડિસેમ્બરે ખૂલ્યું હતું અને એ ૧૧ ડિસેમ્બરે બંધ થયું હતું. કંપનીનું ભરણું ૪૦.૯૮ ગણું ભરાયું હતું. કંપનીએ ૭૧,૯૯,૭૦૦૦ ઇક્વિટી શૅર્સ ઑફર કર્યા હતા. ૧૦ રૂપિયાની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅરની પ્રાઇસ-રેન્જ ૭૦૦થી ૭૫૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

16 December, 2012 05:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK