નવી વિક્રમી સપાટી બનાવી બજાર ફરી ૨૮,૦૦૦ નીચે બંધ

Published: 11th November, 2014 06:08 IST

અન્ડરવેઅર-ઇનરવેઅર ઉત્પાદક પેજ ઇન્ડસ્ટ્રીઝ, લવેબલ લૉન્જરી, મૅક્સવેલ ઇત્યાદિના શૅરમાં ફાટફાટ તેજી, નિફ્ટી ઉપરમાં ૮૩૮૩ થઈ ૮૩૪૪ના બેસ્ટ લેવલ પર : નવા રેલવેપ્રધાન પ્રભુને રેલવે-સ્ટૉક્સનાં વધામણાં : હેલ્થકૅર સહિત ચાર ઇન્ડાઇસિસ ઑલટાઇમ હાઈ
શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

એક નવી ઑલટાઇમ હાઈમાં સેન્સેક્સ ૨૮૦૨૮ તથા નિફ્ટી ૮૩૮૩ના શિખરે જઈ ગઈ કાલે નહીંવત્ સુધારામાં રહ્યા છે. સેન્સેક્સ છ પૉઇન્ટ વધીને ૨૭૮૭૫ નજીક બંધ હતો, પણ નિફ્ટીમાં ૭ પૉઇન્ટના સુધારામાં ૮૩૪૪નું બેસ્ટ લેવલ આવ્યું છે. ટ્રેડિશનલ રેશિયો પ્રમાણે નિફ્ટીના ૭ પૉઇન્ટ વધતાં ખરેખર તો સેન્સેક્સ ૨૫ પૉઇન્ટ આસપાસ વધીને આવવો જોઈતો હતો. એની વે, ફિફ્ટી-ફિફ્ટીના ટ્રેન્ડમાં સેન્સેક્સ ખાતે ૩૦માંથી ૧૫ શૅર વધેલા હતા. રસાકસીવાળી માર્કેટ-બ્રેડ્થમાં ૧૫૦૪ શૅર પ્લસ હતા, તો સામે ૧૫૧૦ જાતો નરમ હતી, ૩૬૬ શૅર ઉપલી સર્કિટે તો ૨૮૯ સ્ક્રિપ્સ મંદીની સર્કિટે બંધ હતી. ૨૭૭ શૅર ભાવની રીતે બીએસઈ ખાતે એક વર્ષ કે એથી વધુ ગાળાની રીતે ઊંચા શિખરે ગયા હતા. બીજી તરફ ૫૯ કાઉન્ટરમાં ઐતિહાસિક બૉટમ બની હતી. સેન્સેક્સ ઉપરાંત બીએસઈ-૫૦૦, કાર્બોનેક્સ, ગ્રીનેક્સ અને હેલ્થકૅર જેવા ઇન્ડાઇસિસ વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. ઍક્સિસ બૅન્ક, ડૉ. રેડ્ડીઝ લૅબ અને સન ફાર્મા સેન્સેક્સ ખાતે ઑલટાઇમ હાઈ થયા હતા. ખરાબ પરિણામ પાછળ એન્જિનિયર્સ ઇન્ડિયા સવાબાર ટકા તૂટીને ૨૩૭ રૂપિયા બંધ હતો. આવા જ કારણસર દેના બૅન્ક પણ સવાપાંચ ટકા ગગડ્યો હતો. એચડીએફસી બૅન્ક અડધો ટકો વધીને ૯૦૪ રૂપિયા બંધ હતો, પરંતુ આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૧ ટકો, ઍક્સિસ બૅન્ક ૧.૮ ટકા અને એસબીઆઇ ૦.૩ ટકા નરમ હતા. આઇએનજી વૈશ્ય બૅન્ક ૬.૪ ટકા વધીને ૭૨૪ રૂપિયાના શિખરે રહ્યો હતો.

પેજ ઇન્ડસ્ટ્રીઝ  ૧૦,૦૦૦ની પાર

‘જૉકી’ બ્રૅન્ડ ઇનરવેર-લિસરવેર બનાવતી પેજ ઇન્ડસ્ટ્રીઝનો શૅર ગઈ કાલે ૯૨૨૦ રૂપિયાના આગલા બંધ સામે ૧૧૬૦ રૂપિયાનો જમ્પ મારી ૧૦૩૮૦ રૂપિયાની નવી ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે ૫.૮ ટકાની મજબૂતીમાં ૯૭૫૭ રૂપિયા બંધ હતો. રોજના સરેરાશ માંડ ૮૦૦ શૅર કરતાંય ઓછા કામકાજ સામે ગઈ કાલે ૧૪,૦૦૦ શૅરનું વૉલ્યુમ નોંધાયું હતું. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૮ ટકાના વધારામાં ૪૦૩ કરોડ રૂપિયાની આવક પર ૨૨ ટકાના વૃદ્ધિદરથી ૪૯૯૦ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ મેળવી કંપનીએ ૧૦ રૂપિયાના શૅરદીઠ ૧૮ રૂપિયાનું બીજું ઇન્ટરિમ જાહેર કર્યું છે. ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુ સામે ૨૫૯ રૂપિયાની બુકવૅલ્યુ ધરાવતો આ શૅર ઇન્ડસ્ટ્રીઝના ૩૮ના પીઈ સામે ૬૬ પ્લસના પીઈ ઉપર છે. કંપનીએ માર્ચ ૨૦૦૭માં શૅરદીઠ ૩૬૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસથી આઇપીઓ કર્યો હતો. શૅરનો ભાવ વર્ષ દરમ્યાન નીચામાં ૧૮ નવેમ્બરે ૪૫૯૯ રૂપિયા છે, જ્યારે લિસ્ટિંગ ૧૬ માર્ચ ૨૦૦૭ના રોજ થયું હતું. ભાવ ૩૪૨ રૂપિયા ખૂલીને ૨૮૨ રૂપિયા બંધ હતો. ત્યાર બાદ ઘટાડાની ચાલમાં ૨૩ માર્ચ ૨૦૦૭ના રોજ એમાં ૨૪૧ રૂપિયાની ઑલટાઇમ બૉટમ બની હતી. ૧૧૧૫ લાખ રૂપિયાની ઇક્વિટીમાં મોટર્સ હોલ્ડિંગ ૫૧.૮ ટકા છે. એફઆઇઆઇનું હોલ્ડિંગ ૩૨.૩ ટકા છે. કંપની એના ૨૦મા વર્ષની ઉજવણીમાં બોનસ અથવા શૅરવિભાજન જાહેર કરે એવી વાત જાણકારો લાવ્યા છે. પેજની અસરમાં અન્ય ઇનરવેર ઉત્પાદક લવેબલ લૉન્જરીનો શૅર ૨૦ ટકાની તેજીમાં ૪૪૦ રૂપિયા બંધ હતો. વૉલ્યુમ ૨૨ ગણું વધીને ૭.૬૨ લાખ શૅરનું હતું. તો મૅક્સવેલ ઇન્ડસ્ટ્રીઝ ઉપરમાં ૩૪.૮૫ રૂપિયાની સવાછ વર્ષની ટોચ બનાવી ૧૨.૬ ટકાના ઉછાળે ૩૪ રૂપિયા નજીક બંધ હતો. શૅરની ફેસવૅલ્યુ બે રૂપિયાની છે. સ્પાઇસ આઇલૅન્ડ અપૅરલ્સ ૯.૪ ટકા વધી ૨૦.૪૦ રૂપિયા હતો, જે માર્ચ ૨૦૧૧ પછીનું શિખર છે.

હેલ્થકૅર ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ

સન ફાર્માના યુનિટ ટારો ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝનો સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૪૯ ટકા વધીને સર્વોચ્ચ ટોચે પહોંચી ગયો છે. જ્યારે સન ફાર્માનું પરિણામ ગુરુવારે જાહેર થશે. ટારો ફાર્માસ્યુટિકલ્સના જોરદાર પરિણામ બાદ સન ફાર્માનો શૅર ગઈ કાલે સોમવારે ઑલટાઇમ હાઈ પર પહોંચી ગયો હતો. આગલા બંધ ૮૯૧.૬૫ રૂપિયાથી ગઈ કાલે ગૅપમાં ઉપર ૮૯૮ રૂપિયા ખૂલ્યા બાદ ઇન્ટ્રા-ડેમાં ૯૩૨ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બતાવ્યા બાદ શૅર છેલ્લે બે ટકા ઉપરની તેજીમાં ૯૧૦.૩૦ રૂપિયા રહ્યો હતો. વૉલ્યુમ ૨.૫૫ લાખ શૅરના હતા. સેન્સેક્સ ખાતે તેજીમાં સન ફાર્મા બીજા નંબરે હતો. એનાથી બજારને ૧૭ પૉઇન્ટ મળ્યા હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ પણ ૧૫૦૯૯.૭૧ની ઑલટાઇમ હાઈ બતાવીને ૦.૪૭ ટકાના સુધારામાં અંતે ૧૪૯૫૫.૦૭ બંધ હતો. એના ૧૭માંથી ૮ શૅર વધ્યા હતા, ૯ કાઉન્ટર ઘટાડામાં હતાં. સેન્સેક્સ ખાતે સિપ્લા ૧.૧૬ ટકાના ઘટાડે ૬૪૩.૧૦ રૂપિયા હતો. ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૩૪ ટકા વધીને ૩૪૪૨.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો. વૉકહાર્ટ ૩.૨૮ ટકાની તેજી સાથે મોખરે હતો. રૅનબૅક્સી ૧.૯૭ ટકા વધીને ૬૮૧.૪૦ રૂપિયા, સ્ટ્રાઇડ્સ આર્કોલૅબ ૦.૯૮ ટકા વધીને ૬૮૨.૧૫ રૂપિયા, લુપિન પોણા ટકાની તેજીમાં ૧૪૩૦.૪૫ રૂપિયા, કૅડિલા હેલ્થકૅર ૦.૬૦ ટકાના સુધારામાં ૧૪૯૯ રૂપિયા અને પિરામલ એન્ટરપ્રાઇઝિસ ૦.૫૩ ટકા અપ હતા. તો સામે ઇપ્કા લૅબ સૌથી વધુ ૩.૬૪ ટકા, ત્યાર બાદ ગ્લેનમાર્ક ૩.૨૫ ટકા, ટૉરન્ટ ફાર્મા ૨.૦૭ ટકા, ઓરોબિંદો ફાર્મા ૧.૩૦ ટકા, ડિવીઝ લૅબ ૦.૭૯ ટકા, બાયોકોન ૦.૫૭ ટકા, ગ્લૅક્સોસ્મિથક્લાઇન ૦.૧૪ ટકા અને અપોલો હૉસ્પિટલ ૦.૦૯ ટકા ખરડાયા હતા.

લાર્સન બજારને ૩૧ પૉઇન્ટ નડ્યો

સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં અપેક્ષા કરતાં નબળો દેખાવ કરતાં લાર્સન ઍન્ડ ટુબ્રોનો શૅર ગઈ કાલે વેલવાલીનો શિકાર બન્યો હતો અને વેલવાલીના શૅરમાં ૧૫૯૩.૬૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી. બે રૂપિયાની ફેસવૅલ્યુ ધરાવતા આ શૅરમાં ગઈ કાલે અઢી લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. છેલ્લે શૅર બે ટકા નજીકના ઘટાડામાં ૧૬૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. ઉપરમાં આ કાઉન્ટર ૧૬૪૪.૮૦ રૂપિયા જોવા મળ્યું હતું. ૯ જૂને આ શૅરમાં ૧૭૭૪.૭૦ રૂપિયાની ટોચ બની હતી. લાર્સન ગઈ કાલે બજારને ૩૧ પૉઇન્ટ નડ્યો હતો. કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ એક ટકો અપ હતો. જોકે એના ૧૮માંથી ૧૦ શૅર ઘટ્યા હતા, ૭ શૅર વધ્યા હતા, તો એકમાત્ર સુઝલોન જૈસે-થે હતો. હેવેલ્સ ૫.૩૫ ટકા જેવો સૌથી વધારે વધીને ૩૦૪.૩૫ રૂપિયા હતો. ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ ૨.૮૦ ટકા અને ભારત ઇલેક્ટિÿક ૧.૯૪ ટકા ઊંચકાયા હતા. એઆઇએલ ૧.૬૯ ટકા, પીપાવાવ ડિફેન્સ ૧.૨૭ ટકા અને થર્મેક્સ ૧.૨૩ ટકા અપ હતા. હેવીવેઇટ ભેલ ૦.૮૦ ટકા વધીને ૨૫૧.૧૦ રૂપિયા પર બંધ રહ્યો હતો. તો બીજી તરફ વાટેક ૩.૫૪ ટકા સાથે ખરાબીમાં ટોચના સ્થાને હતો. લક્ષ્મી મશીન્સ ૨.૫૯ ટકા, પુંજ લૉયડ બે ટકા, સિમેન્સ ૧.૬૫ ટકા, એઆઇએ એન્જિ. ૧.૩૯ ટકા, એબીબી ૧.૨૨ ટકા, એસકેએફ ઇન્ડિયા ૦.૮૪ ટકા, અલ્સટૉમ ટીઍન્ડડી ૦.૭૭ ટકા અને ફાગ બેરિંગ્સ ૦.૦૩ ટકા ખરડાયા હતા.

નવા સુકાનીને રેલવે-શૅરનાં વધામણાં

કૅબિનેટ રીશફલમાં રેલવે-મંત્રાલયનું સુકાન સુરેશ પ્રભુને સોંપાયું છે. નો-ન્યુસન્સ અને કુશળ વહીવટકર્તાની છાપ ધરાવતા પ્રભુની નિમણૂકના પગલે સોમવારે રેલવે-સ્ટૉક્સમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. ઝાયકૉમ ઇલે. સિક્યૉ. સિસ્ટમ્સનો શૅર ૧૪૫ રૂપિયા નજીક જૂન ૨૦૦૮ પછીની ઊંચી સપાટી બનાવી અંતે ૬.૫ ટકાના ઉછાળે ૧૩૪ રૂપિયા હતો. બીઈએમએલ ૭૫૦ રૂપિયાની ટોચે જઈ ૭.૨ ટકાના જમ્પમાં ૭૩૦ રૂપિયા બંધ હતો. ટીટાગર વૅગન્સ ૩.૬ ટકા વધીને ૨૬૯ રૂપિયા, કાલિંદી રેલ નિર્માણ ૮.૧ ટકાની મજબૂતીમાં ૧૧૦ રૂપિયા, ટેક્સમાકો રેલ ૮.૮ ટકાના ઉછાળે ૧૦૮ રૂપિયા, કાનેર્ક્સ માઇક્રો પાંચ ટકાની ઉપલી સર્કિટે ૬૪.૫૦ રૂપિયા, નેલ્કો સવાઆઠ ટકા વધીને ૧૦૩ રૂપિયા, સ્ટોન ઇન્ડિયા ૨.૪ ટકા વધીને ૬૫.૫૦ રૂપિયા બંધ હતા. હિન્દ રેક્ટિફાયર પોણાબે ટકા તો ટ્રાન્સફૉર્મર્સ ૧.૪ ટકા ડાઉન હતા. કન્ટેનર કૉર્પોરેશન ઉપરમાં ૧૩૪૯ રૂપિયા બતાવી છેલ્લે બે રૂપિયાની નરમાઈમાં ૧૩૩૨ રૂપિયા હતો. આઇટીસીનો દબદબો

હેવીવેઇટ આઇટીસી સવાચાર ટકાથી વધુના જોરમાં ૩૭૧ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને સર્વાધિક ૧૮૪ પૉઇન્ટ મળ્યા હતા. હિન્દુસ્તાન યુનિલિવર ૧.૩ ટકાના સુધારામાં ૭૬૯ રૂપિયા રહેતાં એમાં બીજા ૧૬ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. બજારને પૉઝિટિવ ઝોનમાં બંધ રાખવામાં મુખ્ય ફાળો આપનારા આ બન્ને શૅરની મજબૂતી એફએમસીજી ઇન્ડેક્સને પણ ફળી હતી. આ બેન્ચમાર્ક ૧૧માંથી ૭ શૅરના વધારામાં ૨.૮ ટકા ઊંચકાયો હતો. કોલગેટ પામોલિવ ૧૮૭૮ નજીક નવી વિક્રમી સપાટી બનાવી છેલ્લે ૫.૩ ટકાના ઉછાળે ૧૮૭૦ રૂપિયા નજીક હતો. મારિકો અઢી ટકા, ગોદરેજ કન્ઝ્યુમર ૧.૯ ટકા, જ્યુબિલન્ટ ફૂડ્સ પોણાબે ટકા, યુનાઇટેડ સ્પિરિટ્સ ૧.૪ ટકા અપ હતા. સામે તાતા બેવરેજિસ ૧.૮ ટકાની ખરાબીમાં અહીં વસ્ર્ટ પર્ફોર્મર બન્યો હતો. રાજેશ એક્સર્પોટ્સ સવાબાર ટકા વધીને ૧૬૮ રૂપિયા બંધ આપી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સના એક ટકાના સુધારામાં સહાયક બન્યો હતો. જેપી પાવર, ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ, પાવર ગ્રિડ, તાતા પાવર અને પીટીસીની બેથી પાંચ ટકાની તેજી પાવર ઇન્ડેક્સને પોણા ટકાથી વધુની મજબૂતી દાખવવામાં નિમિત્ત બની હતી.

ઑઇલ ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી પાંચ શૅરની પીછેહઠમાં સર્વાધિક ૧.૩ ટકા નરમ હતો. ઓએનજીસી ૩.૬ ટકા ગગડીને ૩૯૪ રૂપિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨ ટકાની નબળાઈમાં ૯૬૯ રૂપિયા તથા ગેઇલ એક ટકાના ઘટાડે ૪૮૦ રૂપિયા બંધ આવતાં સેન્સેક્સને ૧૧૭ પૉઇન્ટનો માર પડ્યો હતો.

આજનાં કંપની પરિણામો

અબૉટ ઇન્ડિયા, એડોર ફોનટેક, આલ્પ્સ ઇન્ડ., અમરરાજા બૅટરી, ઓરોવ કોટેડ પ્રોડક્ટ, એઆરએસએસ ઇન્ફ્રા, અસાહી સૉન્ગવોન, આશિયાના હાઉસિંગ, ઔરો લૅબ, બલારપુર ઇન્ડ., બાયર ક્રૉપસાયન્સ, ભાગ્યનગર ઇન્ડિયા, બૉસ, બીએસએલ ધનલક્ષ્મી બૅન્ક, ડિયોન ગ્લોબલ, ડાયનાકોન્સ ટેક્નો, એજ્યક્સેલ ઇન્ફો., ફાઇનોટેક્સ કેમિકલ, એફજીપી, ગૅલૅક્સી ઍગ્રીકો, ગોવા ફ્રૂટ્સ, ગોદાવરી પાવર, જીએમઆર ઓવરસીઝ, જીઆરપી, ગુજરાત ફોઇલ્સ, ગુજરાત હોટેલ, હરિયાણા કૅપફિન, હિન્દુસ્તાન મોટર્સ, એચએમટી, ઇક્રા, આઇએફસીઆઇ, ઇન્ડટ્રેડ કૅપિટલ, ઇન્ડસ ફાઇનૅન્સ, ઇંગરસોલ-રેન્ડ, ઇશિતા ડ્રગ્સ, જમના ઑટો ઇન્ડ., જેટકિંગ ઇન્ફોટ્રેન્ડ, જિન્દલ હોટેલ્સ, કેઇરા કેન, કોઠારી પ્રોડક્ટ્સ, સાયસોર પેટ્રોકેમિકલ, નૅશનલ પેરોક્સિડ, ઓરિયન્ટ અબ્રેસિવ, ફીનિક્સ ઇન્ટરનૅશનલ, પૉલિકેમ, પાવર ગ્રિડ, પંજાબ ઍન્ડ સિંધ બૅન્ક, પંક્ચ્યુઅલ ટ્રેડિંગ, રેડિકો ખૈતાન, રેનબો ડેનિમ, રિકોહ ઇન્ડિયા, આરએસડબ્લ્યુએમ, સનોફી ઇન્ડિયા, શાર્પ ઇન્ડિયા, ટીસીએફસી ફાઇનૅન્સ, ટ્રેડ વિન્ગ્સ, ઉલેક્સ, યુનિવર્સલ કેબલ, વર્ધમાન પૉલિટેક્સ, વેસ્ટર્ન ઇન્ડિયા વગેરે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK