Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સમાં ૩૯૦ પૉઇન્ટની રિલીફ-રૅલી

સેન્સેક્સમાં ૩૯૦ પૉઇન્ટની રિલીફ-રૅલી

10 October, 2014 05:53 AM IST |

સેન્સેક્સમાં ૩૯૦ પૉઇન્ટની રિલીફ-રૅલી

સેન્સેક્સમાં ૩૯૦ પૉઇન્ટની રિલીફ-રૅલી



શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ગયા મહિને મળેલી બે દિવસની પૉલિસી મીટિંગની મિનિટ્સ ફેડ દ્વારા જારી કરવામાં આવી છે. એમાં વ્યાજદરના વધારાને હજી સમય લાગશે એવા નિર્દેશને પગલે વિશ્વભરનાં મોટા ભાગનાં શૅરબજારો ગઈ કાલે સુધારાના મૂડમાં રહ્યાં છે અને એમના તાલમાં ઘરઆંગણે સેન્સેક્સ ૩૯૦ પૉઇન્ટ વધીને ૨૬,૬૩૭ તથા નિફ્ટી ૧૧૮ પૉઇન્ટની તેજીમાં ૭૯૬૦ બંધ રહ્યા છે. આ સાથે બન્ને ઇન્ડેક્સ હાલ પૂરતા ૫૦ દિવસની મૂવિંગ ઍવરેજની ઉપર આવી ગયા છે. બજાર આગલા બંધથી ૧૪૮ પૉઇન્ટ ઉપર ખૂલ્યા બાદ એને જ ઇન્ટ્રા-ડે બૉટમ બનાવીને એકધારું મજબૂત બનતું ગયું હતું જેમાં સેન્સેક્સ ૨૬,૬૮૮ તથા નિફ્ટી ૭૯૭૨ની ટોચે ગયા હતા. સેન્સેક્સના દોઢ ટકાના બાઉન્સ-બૅકમાં ૨૫ શૅર વધેલા હતા અને પાંચ જાતો નરમ હતી જેમાં સૌથી વધુ ઘટાડો ૦.૮ ટકા હતો. ભેલ ૮.૪ ટકા, હિન્દાલ્કો ૬ ટકા, લાર્સન ૨.૬ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૯ ટકા, તાતા મોટર્સ બે ટકા, તાતા સ્ટીલ ૨.૩ ટકા, મારુતિ પોણાબે ટકા અને સન ફાર્મા ૧.૭ ટકા પ્લસ હતા. તમામ બાર સેક્ટરલ ઇન્ડેક્સ વધેલા હતા, જ્યારે બજારના ૨૪માંથી ૨૩ ઇન્ડાઇસિસ પૉઝિટિવ ઝોનમાં બંધ હતા. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સર્વાધિક ત્રણ ટકા પ્લસ હતો. રિયલ્ટી ૨.૬ ટકા, બૅન્કેક્સ ૨.૫ ટકા, પાવર ઇન્ડેક્સ સવાબે ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧.૩ ટકા અને મેટલ ઇન્ડેક્સ ૧.૯ ટકા ઊંચકાયા હતા.





પાવર પ્રોજેક્ટના કૉન્ટ્રૅક્ટથી ભેલ ઊછળ્યો

ભેલને તામિલનાડુ ખાતે ૧૩૨૦ મેગાવૉટનો થર્મલ પાવર પ્રોજેક્ટનો ઑર્ડર મળ્યો છે જેને કારણે કંપનીનો શૅર પણ ગઈ કાલે જોરદાર તેજીમાં હતો. ઉપલી સર્કિટથી માત્ર ત્રણ રૂપિયા દૂર રહીને આ શૅરે ૨૧૯.૫૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી હતી. અંતે બમણા કરતાં પણ વધુના કામકાજ સાથે આ શૅર ૮.૩૭ ટકાની મજબૂતીમાં ૨૧૮.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. સેન્સેક્સ ખાતે પણ સૌથી વધુ તેજી ભેલમાં જ હતી અને એણે બજારને ૧૯ પૉઇન્ટ દાન કર્યા હતા. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ પણ સવાચારસો પૉઇન્ટ એટલે કે ત્રણ ટકા ઊછળ્યો હતો. પીપાવાવ ડિફેન્સ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૩૯.૨૦ રૂપિયા બંધ હતો. ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૪.૨૭ ટકા વધીને ૨૦૬૦ રૂપિયા, લાર્સન ૨.૫૮ ટકાની મજબૂતીમાં ૧૪૮૪.૭૫ રૂપિયા અને વા ટેક વાબેગ ૪.૬૪ ટકાની આગેકૂચમાં ૧૬૮૭.૨૦ રૂપિયા બંધ જોવાયા હતા. ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝમાં ૩.૬૯ ટકાની તેજી હતી. સીમેન્સ ૨.૯૮ ટકા અને થર્મેક્સ ૨.૨૮ ટકા ઊંચકાયા હતા. પુંજ લૉઇડ ૨.૨૬ ટકા, હેવેલ્સ બે ટકા નજીક, અલ્સ્ટોમ ૧.૯૩ ટકા, એઆઇએ એન્જિનિયરિંગ એક ટકો, એઆઇએલ ૦.૯૦ ટકા, લક્ષ્મી મશીન્સ અડધો ટકો, એબીબી ૦.૪૭ ટકા અને ફાગ બેરિંગ્સ ૦.૪૧ ટકા પ્લસમાં બંધ હતા. સામે સુઝલોન એનર્જી ચાર ટકા નજીક ખરડાઈને ૧૨.૮૨ રૂપિયા અને એસકેએફ ઇન્ડિયા ૦.૩૭ ટકા ડૂલ્યો હતો.



પાવર શૅરમાં અજવાળું

સેન્સેક્સના દોઢ ટકા સામે ગઈ કાલે પાવર ઇન્ડેક્સ ૧૮માંથી ૧૭ શૅરના સુધારામાં સવાબે ટકા વધ્યો હતો. એકમાત્ર એનટીપીસી અડધો ટકો ઘટીને ૧૪૩ રૂપિયા બંધ હતો. ભેલના ૮.૪ ટકાના તગડા જમ્પને બાદ કરતાં જેએસડબ્લ્યુ એનર્જી ૬.૬ ટકાના ઉછાળે ૭૩ રૂપિયા ઉપર બંધ હતો. જીએમઆર ઇન્ફ્રા સવાપાંચ ટકા, જેપી પાવર સવાચાર ટકા, ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ ૩.૭ ટકા, અદાણી પાવર ૩.૪ ટકા, રિલાયન્સ પાવર ૩.૩ ટકા, સીમેન્સ ત્રણ ટકા, ટૉરન્ટ પાવર ૨.૭ ટકા તથા તાતા પાવર અઢી ટકા પ્લસ હતા. સમગ્ર પાવર ઉદ્યોગમાંના ૩૪ શૅરમાંથી ઇન્ડિયા બુલ્સપાવર જૈસે-થે સાડાચાર રૂપિયા બંધ હતો. બાકીના ૩૩માંથી ૨૯ શૅર વધેલા હતા. અમર સિંહની એનર્જી ડેવલપમેન્ટ ચાર ટકાની મજબૂતીમાં ૧૯ રૂપિયા પ્લસ બંધ હતો. બીએફ યુટિલિટી એક ટકાથી વધુની આગેકૂચમાં ૫૬૬ રૂપિયા હતો. ગુજરાત ઇન્ડ. પાવર નામ કે વાસ્તે ઘટી ૮૪ રૂપિયા નજીક રહ્યો હતો.

ડીમર્જરની અસરમાં પોલારિસ ઘટ્યો

પોલારિસ ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીનો શૅર ૨૪૭ રૂપિયાના આગલા બંધ સામે ગઈ કાલે ૨૦૫ રૂપિયા ખૂલીને ઉપરમાં ૧૩.૪૦ ટકાના ઘટાડે ૨૧૪ રૂપિયા નીચે બંધ હતો. શૅરના ભાવમાં ઘટાડાનું કારણ ડીમર્જરની અસર હતી. કંપનીએ એના પ્રોડક્ટ્સ બિઝનેસને ઇન્ટલેક્ટ ડિઝાઇન ઍરેના લિમિટેડ નામની અલગ કંપની તરીકે ડીમર્જર કર્યો છે. કંપનીના શૅરધારકોને પ્રત્યેક શૅરદીઠ નવી કંપનીનો એક શૅર અપાયો છે જેની રેકૉર્ડ-ડેટ ૧૦ ઑક્ટોબરની ઠરાવાઈ હતી. એટલે ગઈ કાલથી આ ડીમર્જર અસરકારક બન્યું છે. ગઈ કાલે સરેરાશ કરતાં ૮૫ ટકા વૉલ્યુમ ઓછું હતું. બીજી તરફ યુનાઇટેડ બૅન્ક ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન કોઈક મજબૂત અને મોટી બૅન્ક સાથે મર્જ થશે એવી હવા પાછળ સાતગણા વૉલ્યુમમાં ૪૦.૩૦ રૂપિયાના આગલા બંધ સામે ઉપરમાં ૪૫.૨૦ રૂપિયા થઈ અંતે ૬.૫ ટકાની તેજીમાં ૪૩ રૂપિયા જેવો હતો. મેઘમણિ ઑગેર્નિક્સની સબસિડિયરી મેઘમણિ ફાઇનકેમનું શૉર્ટ ટર્મ ક્રેડિટ રેટિંગ કૅર દ્વારા રિવાઇઝ થયાના પગલે આ શૅર ઉપરમાં ૧૯.૪૫ રૂપિયા થઈ છેલ્લે ૨.૮ ટકાની મજબૂતીમાં ૧૮.૬૫ રૂપિયા બંધ હતો. શૅરની ફેસવૅલ્યુ એક રૂપિયાની છે.

બૅન્કિંગ શૅર બાઉન્સ-બેક

બૅન્કેક્સ તમામ બાર શૅરના સુધારામાં અઢી ટકા વધીને માર્કેટ આઉટ પર્ફોર્મર બન્યો હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૬ ટકા, એસબીઆઇ ૨.૮ ટકા, ઍક્સિસ બૅન્ક સવાબે ટકા અને એચડીએફસી બૅન્ક ૨.૩ ટકા વધીને બંધ રહેતાં સેન્સેક્સને સવાસો પૉઇન્ટનો લાભ થયો હતો. એચડીએફસી ૨.૭ ટકા અપ હતો. એનાથી બજારને ૪૮ પૉઇન્ટ મળ્યા હતા. એચડીએફસી બૅન્ક ગણતરીમાં લઈએ તો આ બે શૅરથી બજારને ૯૦ પૉઇન્ટનો ફાયદો થયો હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ત્રણ શૅર ઘટu હતા અને એ પણ નજીવો ઘટાડો હતો. એમાં લક્ષ્મી વિલાસ બૅન્ક, સિટી યુનિયન બૅન્ક તથા જેકે બૅન્ક સામેલ છે. બીજી તરફ ફેડરલ બૅન્ક પોણાઆઠ ટકાની તેજીમાં ૧૩૨ રૂપિયા નજીક બંધ આપી બેસ્ટ પર્ફોર્મર રહી હતી. ઓબીસી ૬ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક ૫.૯ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા પાંચ ટકા, સિન્ડિકેટ બૅન્ક ૪.૮ ટકા, યુનિયન બૅન્ક ૪.૩ ટકા, યસ બૅન્ક અને અલાહાબાદ બૅન્ક સવાચાર ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ચાર ટકા, કૅનેરા બૅન્ક પોણાચાર ટકા, દેના બૅન્ક તથા ડીસીબી સાડાત્રણ ટકા ઊંચકાયા હતા.

ઇન્ફોસિસમાં નહીંવત્ ઘટાડો

અગ્રણી આઇટી જાયન્ટ ઇન્ફોસિસનાં ત્રિમાસિક પરિણામો આજે આવવાનાં છે. પરિણામ પૂર્વે શૅર સાડાચાર રૂપિયા કે ૦.૧ ટકા ઘટીને ૩૬૪૫ બૅન્ક બંધ હતો. ભાવ ઉપરમાં ૩૭૧૩ રૂપિયા અને નીચામાં ૩૬૩૦ રૂપિયા થયો હતો. વૉલ્યુમ બમણાથી વધુનું હતું. જેનાં રિઝલ્ટ્સ બાવીસ ઑક્ટોબરે છે એ વિપ્રો ઉપરમાં ૬૦૨ રૂપિયા અને નીચામાં ૫૮૩ રૂપિયા થઈ અંતે ૦.૮ ટકાના ઘટાડે ૫૮૮ રૂપિયા હતો. ટીસીએસનાં પરિણામો ૧૬ ઑક્ટોબરે છે. શૅર ગઈ કાલે એકાદ ટકો વધીને ૨૭૦૬ રૂપિયા રહ્યો હતો. ટેક મહિન્દ્ર પ્રારંભિક સુધારામાં ૨૪૨૫ રૂપિયા થયા બાદ નીચામાં ૨૩૦૬ રૂપિયા થઈ છેલ્લે ૨.૬ ટકાની ખરાબીમાં ૨૩૩૫ રૂપિયા હતો. એચસીએલ ટેક્નો ૧.૨ ટકા, એમ્ફાસિસ દોઢ ટકો, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ અને કેપીઆઇટી ટેક્નો એક ટકો પ્લસ હતા. માઇન્ડ ટ્રી ૨.૨ ટકા તો ઓરેકલ સવા ટકો નરમ હતા. આઇટી ઇન્ડેક્સ ૧૦માંથી પાંચ શૅરના સુધારામાં સૌથી ઓછો એવો માંડ સાત પૉઇન્ટ કે ૦.૦૭ ટકા પ્લસ હતો.

સાઇડ કાઉન્ટર્સમાં આકર્ષણ

ગઈ કાલે મિડ કૅપ ઇન્ડેક્સ ૨૬૭માંથી ૨૨૪ શૅરના સુધારામાં ૧.૮ ટકા તથા સ્મૉલ કૅપ બેન્ચમાર્ક ૪૭૩માંથી ૩૭૦ શૅર પ્લસમાં આપીને ૧.૬ ટકા અપ હતા. બ્રૉડર માર્કેટનો માપદંડ ગણાતા બીએસઈ-૫૦૦ના ૮૨ ટકા શૅર વધેલા હતા. સમગ્ર માર્કેટની વાત કરીએ તો ૨૦૧૫ શૅર વધ્યા હતા, સામે ૯૩૨ જાતો નરમ હતી. એ-ગ્રુપના ૨૯૯માંથી ઘટેલા શૅરની સંખ્યા ૪૭ની હતી. બી-ગ્રુપના ૬૭ ટકા અને ટી-ગ્રુપના ૫૬ ટકા શૅર ઊંચકાયા હતા. ૩૧૭ શૅર તેજીની સર્કિટે હતા તો ૨૩૧ સ્ક્રિપ્સ નીચલી સર્કિટમાં હતી. ૧૫૪ શૅર ભાવની રીતે બીએસઈ ખાતે એક વર્ષ કે એથી વધુ ગાળાની રીતે ઊંચા શિખરે પહોંચ્યા હતા. સામે ૫૮ કાઉન્ટર્સમાં ઐતિહાસિક બૉટમ દેખાયું હતું. તાજેતરમાં લિસ્ટેડ થયેલો શેમારૂ એન્ટરટેઇન્મેન્ટ પાંચ ટકાની નીચલી સર્કિટે ૧૪૬ રૂપિયાની બૉટમ બનાવી અંતે ૧.૪ ટકાના સુધારામાં ૧૫૬ રૂપિયા ઉપર રહ્યો હતો. ગયા માસની ૨૭ તારીખે જેનો ભાવ ૪૯૭ રૂપિયાની ટોચે હતો એ એન્જલ એન્ટરપ્રાઇસિસ એકધારી મંદીની સર્કિટમાં ૨૪૨ રૂપિયા નીચેના તળિયે ગયો છે. થોડાક સમય પહેલાં અમિતાભ બચ્ચને જેમાં રોકાણ કર્યું છે એ સ્ટૅમ્પ્ોડ કૅપિટલ સાડાનવ ટકાના ઉછાળે ૧૪૦ રૂપિયા બંધ હતો અને ઇન્ટ્રા-ડેમાં ૧૪૧ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બની હતી. અમિતાભનું હોલ્ડિંગ ૩.૪ ટકા જેવું છે.

હો સકતા હૈ...

સિમ્ફનીમાં બ્રોકિંગ ફર્મ એમ્કે ગ્લોબલ દ્વારા ૧૯૩૮ રૂપિયાના ટાગેર્ટ સાથે બુલિશ-વ્યુ જારી કરવામાં આવ્યો છે.

યુનાઇટેડ સ્પિરિટ્સમાં બ્રોકિંગ ફર્મ મોતીલાલ ઓસવાલે ૩૦૦૦ રૂપિયાના ટાગેર્ટ સાથે લેવાની સલાહ આપી છે.

એસબીઆઇમાં ૩૧૦૧ રૂપિયાના ટાગેર્ટ સાથે બ્રોકિંગ ફર્મ કોટક સિક્યૉરિટીઝે રોકાણ કરવા કહ્યું છે.

ઇન્ડોકો રેમેડીઝમાં ૩૫૫ રૂપિયાના ટાગેર્ટ સાથે બ્રોકિંગ ફર્મ આનંદ રાઠી સિક્યૉરિટીઝ દ્વારા ખરીદવાની જાણ કરાઈ છે.

ઇમામીમાં ૬૧૦ રૂપિયાના ટાગેર્ટ સાથે બ્રોકિંગ ફર્મ પ્રભુદાસ લીલાધરે બેરિશ વ્યુ દર્શાવ્યો છે.

યસ બૅન્કમાં ૭૩૫ રૂપિયાના ટાગેર્ટ સાથે બ્રોકિંગ ફર્મ આનંદ રાઠીએ લેવાની ભલામણ કરી છે.

અરવિંદમાં બ્રોકિંગ ફર્મ મોતીલાલ ઓસવાલ તરફથી ૪૦૦ રૂપિયાના ટાગેર્ટ સાથે બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે.
Whatsapp-channel Whatsapp-channel

10 October, 2014 05:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK