Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચાલુ સપ્તાહમાં બજારમાં સાવચેતી રાખવી જરૂરી : બિનજરૂરી જોખમ ન લેવાની સલાહ

ચાલુ સપ્તાહમાં બજારમાં સાવચેતી રાખવી જરૂરી : બિનજરૂરી જોખમ ન લેવાની સલાહ

30 July, 2012 06:13 AM IST |

ચાલુ સપ્તાહમાં બજારમાં સાવચેતી રાખવી જરૂરી : બિનજરૂરી જોખમ ન લેવાની સલાહ

ચાલુ સપ્તાહમાં બજારમાં સાવચેતી રાખવી જરૂરી : બિનજરૂરી જોખમ ન લેવાની સલાહ


sensex-salahશૅરબજારનું ચલકચલાણું

શૅરબજારની ચાલ માટે મહત્વનાં સ્થાનિક પરિબળો તો હજી પણ નેગેટિવ જ છે આ ઉપરાંત આવતી કાલે આરબીઆઇ મૉનિટરી પૉલિસીની સમીક્ષા કરશે એટલે આવતી કાલે બજારની ચાલનો આધાર મૉનિટરી પૉલિસીની સમીક્ષા ઉપર છે. જોકે બજાર સાથે સંકળાયેલા વર્ગની અપેક્ષા છે કે વર્તમાન સ્થિતિ ધ્યાનમાં લેતાં આરબીઆઇ વિવિધ પૉલિસી રેટ્સમાં ઘટાડો નહીં કરે વરસાદની સમસ્યા, કૉર્પોરેટ પરિણામો, રિફૉમ્ર્સની જાહેરાતની ગેરહાજરી, પૉલિસી ડિસિઝનમાં સરકાર દ્વારા વિલંબ, ઇકૉનૉમીના ગ્રોથ માટેનાં પગલાંની જાહેરાતની ગેરહાજરી વગેરે સ્થાનિક નકારાત્મક પરિબળોની હાજરી તો છે જ. આ બધાં જ ફૅક્ટર્સનો આધાર સરકાર પર જ છે.



આગામી ચાલ


અગ્રણી બ્રોકરેજ હાઉસ એન્જલ બ્રોકિંગનું માનવું છે કે ચાલુ સપ્તાહમાં પણ બજારમાં અફરાતફરી જોવા મળશે. ઑપરેટરોએ સાવચેતી રાખવી જરૂરી છે. આવતી કાલ સુધી જોખમ લેવાનું ટાળવું જોઈએ. એન્જલ બ્રોકિંગના રિપોર્ટ મુજબ સેન્સેક્સમાં ૧૬,૯૭૫ અને નિફ્ટીમાં ૫૧૫૦ પૉઇન્ટ્સના લેવલે રેઝિસ્ટન્સ જોવા મળશે. જો ઇન્ડાઇસિસ આ લેવલ્સની ઉપર ટકી જશે તો સેન્સેક્સ વધીને ૧૭,૩૧૮-૧૭,૪૬૬ અને નિફ્ટી ૫૨૫૭-૫૩૦૦ પૉઇન્ટ્સના લેવલે પહોંચી શકે છે. ઘટાડાની વાત કરીએ તો ગયા સપ્તાહનું ૧૬,૫૯૮ અને ૫૦૩૨ પૉઇન્ટ્સનું લો-લેવલ સ્ટ્રૉન્ગ સપોર્ટ બની શકે છે. આ લેવલ તૂટશે તો સેન્સેક્સ ઘટીને ૧૬,૪૬૭-૧૬,૨૫૦ અને નિફ્ટી ૪૯૯૧-૪૯૫૦ પૉઇન્ટ્સના સ્તરે પહોંચી શકે છે.

અન્ય ઍનલિસ્ટ્સનું માનવું છે કે ગયા સપ્તાહની જેમ બજારમાં જ્યારે પણ સુધારો જોવા મળશે ત્યારે નફારૂપી વેચવાલી જોવા મળશે. એને કારણે બજારમાં મોટો સુધારો ટકવો મુશ્કેલ બની રહેશે.


હો સકતા હૈ

મોતીલાલ ઓસવાલે આઇટીસી માટે ખરીદીની ભલામણ કરી છે. ટાર્ગેટ પ્રાઇસ ૨૭૦ રૂપિયા છે.

એન્જલ બ્રોકિંગે ૬૪૭ રૂપિયાના ટાર્ગેટ ભાવ સાથે લુપિનમાં ખરીદી માટે રેકમન્ડેશન કર્યું છે.

નિર્મલ બંગે એસીસીના શૅર ખરીદવાની સલાહ આપી છે. ટાર્ગેટ ભાવ ૧૪૬૯ રૂપિયા છે.

એમકે ગ્લોબલે ૩૪૮ રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ગુજરાત ગૅસના શૅર્સ ઍક્યુમ્યુલેટ કરવાની ભલામણ કરી છે.

એન્જલ બ્રોકિંગે યસ બૅન્કના શૅર્સ માટે બાયનું રેકમન્ડેશન કર્યું છે. ટાર્ગેટ ભાવ ૪૫૩ રૂપિયાનો આપ્યો છે.

કંપની પરિણામો

આવતી કાલે જે મહત્વની કંપનીઓનાં પરિણામો જાહેર થશે એમાં અલાહાબાદ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, કૉર્પોરેશન બૅન્ક, ગેઇલ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, કાનસાઇ નેરોલૅક, સ્પાઇસ જેટ, ઓરિયેન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ, સિન્ડિકેટ બૅન્ક વગેરેનો સમાવેશ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2012 06:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK