આગામી માર્ચ સુધીમાં સેન્સેક્સ ૩૪,૦૦૦ થવાની ધારણા

Published: 20th October, 2014 05:12 IST

ભારતની વિકાસગાથાનો લાભ લઈને સંપત્તિસર્જન કરવાની તક


બ્રોકર-કૉર્નર- દેવેન ચોકસી

કેન્દ્રમાં નવી સરકાર આવ્યાના ચાર મહિના ઉપરાંતના સમયમાં સરકારે સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે અનેક પહેલ કરી છે. પ્રધાનોની સંખ્યા મર્યાદિત રાખીને વહીવટને વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમલદારશાહીને નાથીને પારદર્શક નીતિથી ચાલતું શાસન આપીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટનો ઝડપી અમલ કરવાની દૃષ્ટિ રાખવામાં આવી છે. સરકારે અનેક ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ કરાવી છે તથા અર્થતંત્રનાં જામ થઈ ગયેલાં ચક્રોને ફરીથી ગતિમાન કરવામાં આવ્યાં છે.

એટલું જ નહીં; પાણી, વીજળી, ખોરાક, ઘર તથા શૌચાલયો જેવી પાયાભૂત સુવિધાઓના ક્ષેત્રે પણ અનેક નવી શરૂઆત કરવામાં આવી છે. એને લીધે પણ રોકાણ વધશે અને ઔદ્યોગિક પ્રવૃત્તિ ધમધમવા લાગશે અને કંપનીઓની આવકમાં વૃદ્ધિ થશે. આ બધાની ઝડપને જોતાં કહી શકાય કે ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશ (GDP)માં ધરખમ ઉછાળો આવવાની શક્યતા છે. અમારા મતે ૨૦૧૭-’૧૮ સુધીમાં દેશની GDP ફરીથી દ્વિઅંકી થઈ જશે. GDP વધવાની સાથે ખાધ ઘટશે તો સોનામાં સુગંધ ભળી એમ કહી શકાશે. એને પગલે અર્થતંત્ર આગામી વર્ષોમાં ફરીથી સ્થિર થઈ જશે.

કૅપિટલ માર્કેટ ભવિષ્યની હિલચાલોને અત્યારથી જ ડિસ્કાઉન્ટ કરવા લાગતું હોય છે. વિfલેષકોએ આગામી પાંચ વર્ષમાં કંપનીઓનો કમ્પાઉન્ડેડ ઍન્યુઅલ ગ્રોથ રેટ (CAGR - સંકલિત વાર્ષિક વૃદ્ધિદર) ૨૦ ટકા રહેવાની ધારણા બાંધી છે. ભારતનું માર્કેટકૅપ અને GDP વધીને અનુક્રમે ૪.૨ ટ્રિલ્યન ડૉલર અને પાંચ ટ્રિલ્યન ડૉલર થવાની આગાહી કરવામાં આવી છે. ૨૦૨૫ના વર્ષ સુધીમાં ભારતમાં રોકાણકારોને ૯ ટ્રિલ્યન ડૉલર જેટલી તક દર્શાવવામાં આવી છે. મને યાદ આવે છે કે ૧૦ વર્ષ પહેલાં ભારતનું અર્થતંત્ર ૪૭૨ અબજ ડૉલર અને માર્કેટકૅપ ૮૮ અબજ ડૉલર હતું. આજે એ ૨૫ ટકા ઘ્ખ્ઞ્ય્થી વધીને ૧.૫ ટ્રિલ્યન ડૉલર થઈ ગયું છે. સરકારી બૅન્ક જેવાં ક્ષેત્રોમાં ૫૫૮ ટકાની વૃદ્ધિ થઈ છે. આજે મને આટલી કે એનાથી પણ વધારે વૃદ્ધિની તક કોલસો, ઑઇલ અને ગૅસ, ડિજિટલ અને બ્રૉડબૅન્ડ નેટવર્ક તથા ર્પોટ, વીજળી અને માર્ગો જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં ક્ષેત્રોમાં દેખાય છે. એમાં કેટલું વળતર મળશે એનો આંકડો આપવાનું મુશ્કેલ છે, છતાં હું એટલું કહી શકું કે રોકાણકારો આગામી દાયકામાં સંપત્તિનું સર્જન કરી શકશે. 

ઇન્ડેક્સ ક્યાં સુધી પહોંચશે એ વિશે તો અટકળ માત્ર કરી શકાય, છતાં હું કહેવા ઇચ્છું છું કે સેન્સક્સ રોકાણકારોને ૧૬ ટકાનો વાર્ષિક વૃદ્ધિદર આપી શકશે. માર્ચ ૨૦૧૫ સુધીમાં સેન્સેક્સ ૩૪,૦૦૦ પર પહોંચશે.હું ઘણી વાર કહેતો હોઉં છું કે આવી તક સદીમાં એક જ વખત આવતી હોય છે. યુવા ભારતની વિકાસગાથામાંથી સંપત્તિનું સર્જન કરવાની તક પણ આવી જ તક છે. એમાં ધીરજ રાખનારાઓને મીઠાં ફળ મળશે.

રોકાણને લગતાં સૂચનો

સેન્સેક્સ આવતી દિવાળી સુધીમાં ૩૪,૫૦૦ના સ્તરે પહોંચી જવાની શક્યતા છે.

બજારને પોતાના વશમાં કરવાનું શક્ય હોતું નથી. આથી દર મહિને નિયમિતપણે રોકાણ કરવું.

જેમને સસ્તા ભાવે શૅર જોઈતા હોય તેમને સારા શૅર હાથમાંથી સરકી જવાનું જોખમ નડતું હોય છે.

રોકાણ કરતાં પહેલાં અને કર્યા પછી હંમેશાં નિષ્ણાતની સલાહ લઈને જ નર્ણિયો લેવા

આશાસ્પદ સ્ટૉક્સ

ઑટો : તાતા મોટર્સ અને બજાજ ઑટો

કૃષિ : જૈન ઇરિગેશન, UPL, ઍડ્વાન્ટા, EID પૅરી

નાણાકીય : SBI, ઍક્સિસ, યસ બૅન્ક, ઇન્ડસ ઇન્ડ, HDFC બૅન્ક, બજાજ ફિનસવર્‍, IDFC

કૉમોડિટી : અંબુજા સિમેન્ટ, સેસા સ્ટરલાઇટ, ટિસ્કો

ઇન્ફ્રાસ્ટ્રક્ચર : અદાણી પોટ્ર્સ, અદાણી પાવર, તાતા પાવર

ખાણકામ : કોલ ઇન્ડિયા, અદાણી એન્ટરપ્રાઇઝ

કંપની સમૂહ : RIL

ઑઇલ ઍન્ડ ગૅસ : ONGC, ઑઇલ, IOC

મિડ કૅપ : KPIT, સ્ટરલાઇટ ટેક

ફાર્મા : સન, સ્પાર્ક, ગ્લેનમાર્ક, સિપ્લા

લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK