(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)
બજાર નીચામાં ૧૬,૧૪૯ થયું હતું. સેન્સેક્સના ૩૦માંથી ૨૮ શૅર તથા માર્કેટના તમામ બેન્ચમાર્ક પ્લસમાં હતા. બજારનું માર્કેટ કૅપ ગઈ કાલે ૧.૦૯ લાખ કરોડ રૂપિયા વધીને ૫૮.૬૩ લાખ કરોડ રૂપિયાએ થયું છે. મૂડીઝ તરફથી ૨૧ યુરોપિયન બૅન્કોના રેટિંગને ડાઉનગ્રેડ કરાયાના અહેવાલ છતાં વિશ્વબજારોની અસરમાં અહીં મક્કમતા જળવાઈ રહી હતી. જોકે સ્થિતિ પ્રવાહી છે. સુધારાનું ઊંટ ગમે ત્યારે પડખું બદલી શકે છે. ૨૪ સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા સપ્તાહમાં ફૂડ ઇન્ફ્લેશન અગાઉના ૯.૧૩ ટકાથી વધીને ૯.૪૧ ટકા થયો છે. નાણાખાતાએ વધતા ભાવ વિશે રાબેતા મુજબ ચિંતા દર્શાવી છે. જોકે ઇન્ફ્લેશનના આંકડાથી બજાર ગઈ કાલે બેપરવા હતું.
ઑલ ગ્રીન... ગ્રીન યારા...
બજારના તમામ બેન્ચમાર્ક પ્લસમાં હતા. સેન્સેક્સના ૨.૮ ટકાની સામે મેટલ ઇન્ડેક્સ ૫.૪ ટકા, બૅન્કેક્સ ૩.૯ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તથા રિયલ્ટી ઇન્ડેક્સ ૩.૪ ટકા, કૅપિટલ ગુડ્ઝ બેન્ચમાર્ક ૨.૯ ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૨.૬ ટકા અને ઑટો ઇન્ડેક્સ ૨.૪ ટકા વધેલા હતા. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં ૧૮૦૨ શૅર અપ હતા. સામે ૯૮૪ જાતો નરમ હતી. જોકે સર્કિટ ફિલ્ટરમાં નેગેટિવિટી ગઈ કાલનું ઉધારપાસું કહી શકાય. ૧૫૫ શૅર ઉપલી સર્કિટે બંધ હતા. સામે ૧૮૩ સ્ક્રિપ્સમાં મંદીની સર્કિટ લાગેલી હતી. વિદેશી ફન્ડ કાર્લાઇલ તરફથી સેકન્ડરી માર્કેટ ઑપરેશન દ્વારા નવ ટકા હિસ્સો લેવાયાના અહેવાલે ઇન્ડિયા ઇન્ફોલાઇનમાં કરન્ટ હતો. કેએનઆર કન્સ્ટ્રક્શન્સને હાઇવે પ્રોજેક્ટનો ઑર્ડર મળતાં ફૅન્સી દેખાઈ હતી. સુરત ખાતેનું નવું મલ્ટિપ્લેક્સ સિનેમેક્સને ફળ્યું હતું. ઘણા સ્ટૉક સ્પેસિફિક શૅરોમાં મૂવમેન્ટ જણાતી હતી.
ઇમર્જિંગ બજારોમાંથી રોકડી જારી
ભારત સહિતના ઊભરતા કે ઇમર્જિંગ દેશના શૅરબજારમાંથી વિદેશી ઇક્વિટી ફન્ડોની રોકડી કે આઉટ-ફ્લોનો ટ્રેન્ડ સતત ૧૦મા સપ્તાહે ચાલુ રહ્યો છે. EPFR ગ્લોબલના આંકડા પ્રમાણે ૫ ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ઉક્ત આઉટ-ફ્લો ૩૩૦ કરોડ ડૉલરનો થયો છે, જે એની અગાઉના સપ્તાહે ૨૬૦ કરોડ ડૉલર હતો. લગભગ બે મહિના પૂર્વે ૯ ઑગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં સૌથી મોટી એવી ૭૭૦ કરોડ રૂપિયાની રોકડી પછીનો આ બીજો મોટો આંકડો કહી શકાય. દરમ્યાન સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ક્વૉર્ટરલી ધોરણે ત્રણ વર્ષના સૌથી મોટા એવા ૧૬ ટકાના ગાબડા પછી ઑક્ટોબરના પ્રારંભે પણ મંદીનું એક્સ્ટેન્શન બતાવનારાં એશિયન શૅરબજારો બે દિવસથી જબરા મૂડમાં આવ્યા છે. પ્લ્ઘ્ત્ - એશિયા પૅસિફિક ઇન્ડેક્સ બે દિવસમાં સવાપાંચ ટકા જેવો ઊંચકાયો છે, જે એપ્રિલ ૨૦૦૯ પછીનો સૌથી મોટો બે દિવસનો ઉછાળો છે. એશિયા ખાતે ૪ ઑક્ટોબરના રોજ ૧૬,૧૭૦નું વર્ષનું તળિયું બતાવનાર હૉન્ગકૉન્ગ શૅરબજાર બે દિવસમાં ઉપરમાં ૧૭,૮૦૧ થઈ ગઈ કાલે ૧૭,૭૧૬ બંધ આવ્યું છે. ૧૫૦૦ પૉઇન્ટથી વધુનો જમ્પ થયો. સાઉથ કોરિયન કોસ્પી શુક્રવારે ૨.૯ ટકા વધ્યો હતો. જપાન, સિંગાપોર, તાઇવાન એક ટકાથી વધુ પ્લસમાં હતાં. આગલા દિવસના અઢી-સાડાત્રણ ટકાના સુધારાને પચાવવાના મૂડમાં યુરોપિયન શૅરબજારો ટકેલાં હતાં.
આરડીબીમાં ૧૦૦ના ૪૦
શૅરદીઠ ૭૯ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળા આઇપીઓ આરડીબી રસાયણનું લિસ્ટિંગ નબળું નીવડ્યું છે. માંડ દોઢ ગણા ભરાયેલા આ ઇશ્યુનો શૅર ગઈ કાલે ૮૫ રૂપિયા ખૂલી ઉપરમાં ૯૩ રૂપિયા થયા બાદ બપોરના દોઢેક વાગ્યા સુધી ૮૦ રૂપિયાની આસપાસ રમતો હતો ને ત્યાર પછીની નોઝ-ડાઇવ શરૂ થઈ, જેમાં ભાવ ૨૦ રૂપિયાની તળિયે ગયો હતો. છેલ્લે ૨૬ રૂપિયા જેવો બંધ હતો. વૉલ્યુમ ૩૫૧ લાખ શૅરનું હતું. સેબીરાજમાં આવાં ભરણાં કતારબદ્ધ રીતે આવતાં રહે છે, ત્યાં બજારમાં રોકાણકારોનો વિશ્વાસ કેવી રીતે જાગે?
પાંચ શૅરોનું પ્રદાન ૨૩૬ પૉઇન્ટ
૪૪૦ પૉઇન્ટની રૅલીમાં પાંચ શૅરનો ફાળો ૨૩૬ પૉઇન્ટનો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૭૫ પૉઇન્ટ (૪.૫ ટકા વધીને બંધ), આઇસીઆઇસીઆઇ બૅન્કે ૬૪ પૉઇન્ટ (૫.૮ ટકા), લાર્સને ૩૪ પૉઇન્ટ (૩.૭ ટકા), આઇટીસીએ ૩૨ પૉઇન્ટ (અઢી ટકા) તથા ઇન્ફોસિસે ૩૧ પૉઇન્ટ (સવાબે ટકા અપ) પ્રદાન કર્યા હતા. આવક ઓછી બતાવી વેરો ઓછો ભરવાની શંકાથી ટેલિકૉમ ખાતું પાંચ ટેલિકૉમ ઑપરેટરોને નોટિસ પાઠવશે એવા અહેવાલે પ્રારંભમાં ટેલિકૉમ શૅરો વધુ ખરડાયા હતા. છેવટે ભારતી ઍરટેલ સવાત્રણ ટકા અને આઇડિયા સેલ્યુલર સાડાચાર ટકા ડાઉન હતા. અન્ય ટેલિકૉમ શૅરો વધીને બંધ હતા, જેમાં એચટીએનએલ સર્વાધિક ૩.૪ ટકા ઊંચકાયો હતો તો તાતા કમ્યુનિકેશન્સ ૧.૯ ટકા અપ હતો. આર. કૉમ સાધારણ ૦.૩ ટકા પ્લસમાં હતો. ભારતી સિવાય સેન્સેક્સનો ઘટેલો અન્ય શૅર હીરો મોટરકૉર્પ હતો. જોકે ઘટાડો સામાન્ય ૦.૨૫ ટકા જેટલો જ હતો.
રિલાયન્સ બોર્ડ મીટિંગ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સેકન્ડ ક્વૉર્ટરનાં નાણાકીય પરિણામો ૧૫ ઑક્ટોબરે જાહેર કરશે.
ટીસીએસ (તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ) સેકન્ડ ક્વૉર્ટરનાં નાણાકીય પરિણામો ૧૭ ઑક્ટોબરે જાહેર કરશે.
એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી
મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૩૫૬૭.૦૫ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૩૦૭૫.૫૦ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૪૯૧.૫૫ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૨૧૧.૦૧ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૧૯૧.૬૦ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી માત્ર ૧૯.૪૧ કરોડ રૂપિયા જોવા મળી હતી.
સેન્સેક્સમાં 599 અને નિફ્ટીમાં 165 પૉઇન્ટનો ઘટાડો
5th March, 2021 09:42 ISTસેન્સેક્સમાં 1148 અને નિફ્ટીમાં 326 પૉઇન્ટની વૃદ્ધિ:ઑટો સેક્ટરમાં ઘટાડો
4th March, 2021 08:41 ISTShare Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 50,000 ઉપર
3rd March, 2021 10:00 ISTશૅરબજાર ભારે વૉલેટિલિટી વચ્ચે વૈશ્વિક વલણને અનુસરીને વધ્યું
3rd March, 2021 08:56 IST