Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સમાં સુસ્તી, પણ રોકડું મક્કમ

સેન્સેક્સમાં સુસ્તી, પણ રોકડું મક્કમ

24 December, 2011 04:19 AM IST |

સેન્સેક્સમાં સુસ્તી, પણ રોકડું મક્કમ

સેન્સેક્સમાં સુસ્તી, પણ રોકડું મક્કમ




(શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ)





બે દિવસની આગેકૂચનો થાક ઉતારવો હોય એમ શૅરબજાર ગઈ કાલે સાંકડી વધ-ઘટે અથડાતું રહી છેવટે ૭૫ પૉઇન્ટ જેવા ઘટાડે ૧૫,૭૩૯ નજીક બંધ આવ્યું છે. નિફ્ટી ૨૦ પૉઇન્ટની પીછેહઠમાં ૪૭૧૪ થયો છે. સેન્સેક્સમાં ૦.૪૮ ટકાની કમજોરી છતાંય સ્મૉલ કૅપ ઇન્ડેક્સની એક ટકા પ્લસની મજબૂતી તથા પૉઝિટિવ રહેલો મિડ કૅપ ઇન્ડેક્સ રોકડામાં આંતરપ્રવાહ એકંદર સારો હોવાનું દર્શાવે છે. બજારમાં ૨૧માંથી ૧૫ બેન્ચમાર્ક માઇનસમાં હતા, પરંતુ એમાંથી માર્કેટ આઉટપર્ફોર્મર રહ્યા હોય એવા બેન્ચમાર્કની સંખ્યા ફક્ત છની હતી. આઇટી, રિયલ્ટી, પાવર, હેલ્થકૅર, ટેક્નૉલૉજી, આઇપીઓ, શરિયાહ ઇન્ડેક્સમાં નબળાઈ સેન્સેક્સના મુકાબલે ઘણી ઓછી હતી. બજારનું માર્કેટ કૅપ ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ૫૪.૧૪ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ ઝોનમાં ટકેલી છે. ૧૫૪૬ જાતો વધેલી હતી, સામે ઘટેલા શૅરની સંખ્યા ૧૦૬૯ હતી. ૧૭૨ સ્ક્રીપ્સ તેજીની સર્કિટે બંધ હતી. ૧૮૯ શૅર મંદીની સર્કિટમાં હતા. સેન્સેક્સના ૩૦માંથી ૧૧ શૅર વધ્યા હતા. એનટીપીસી સવાત્રણ ટકા, જયપ્રકાશ અસોસિએટ્સ ૨.૪ ટકા અને તાતા સ્ટીલ બે ટકાના ઘટાડે નબળાઈમાં આગળ હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અડધો ટકો ઘટી ૭૫૧ રૂપિયા બંધ હતો. ઇન્ફોસિસ તથા એસબીઆઇમાં એક ટકાની પીછેહઠ હતી. ભેલ સવાબે ટકાના સુધારે ૨૪૩ રૂપિયા બંધ આપી સેન્સેક્સમાં ટૉપ ગેઇનર બન્યો હતો.

એઆરએસએસમાં તોફાનો


કન્સ્ટ્રક્શન/એન્જિનિયરિંગ બિઝનેસમાં પ્રવૃત્ત એઆરએસએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં શુક્રવારે લગભગ દસ ગણા વૉલ્યુમ સાથે બે બાજુની ધમાલ જોવા મળી હતી. શૅર ખૂલતાંની સાથે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૯૯ રૂપિયાના તળિયે ગયો હતો, જે ઑલટાઇમ લો છે. ત્યાર પછી સીધો ઊછળીને પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૧૦ રૂપિયા પ્લસ બંધ હતો. આ શૅરનો ભાવ વર્ષ પૂર્વે ૮૭૫ રૂપિયા હતો. આ ધોરણે અત્યારે એમાં લાખના બાર બજારની હાલત છે. અન્ય એક કંપની આઇસીએસએ (ઇન્ડિયા)માં ડેટ રીસ્ટ્રક્ચરિંગના સમાચારથી ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ૧૭.૮૫ રૂપિયાનો ભાવ ઊછળીને ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૨૧.૭૫ રૂપિયા થયો હતો. છેલ્લે ૩૬ ગણા વૉલ્યુમે છ ટકાના ઘટાડે ૧૮.૫૦ રૂપિયાનો ભાવ મુકાતો હતો. ૨ ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ એમાં વર્ષનો ટોચનો ભાવ ૧૪૫ રૂપિયા થયેલો છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ સાત ગણા વૉલ્યુમ વચ્ચે ઇન્ટ્રા-ડેમાં નવ ટકાના ઉછાળે ૩૧૪ રૂપિયા બતાવી છેલ્લે પાંચ ટકા પ્લસમાં ૩૦૩ રૂપિયા રહ્યો હતો. એક રૂપિયાની ફેસ વૅલ્યુવાળો સુજાણા ટાવર્સ પણ જંગી વૉલ્યુમમાં પાંચ ટકાની ઉપલી સર્કિટે ૫.૫૯ રૂપિયા બંધ હતો. ઇન્ટ્રા-ડેમાં એ પણ નીચલી સર્કિટે ગયો હતો તથા ૫.૦૭ રૂપિયાની ઑલટાઇમ બૉટમ બતાવી હતી. લવેબલ લિન્ગરી છ ગણા કામકાજમાં દિવસ દરમ્યાન બાર ટકાના જમ્પમાં ૩૪૩ રૂપિયા થઈ છેવટે સવાસાત ટકાની તેજીમાં ૩૨૯ રૂપિયા જેવો રહ્યો હતો.

એફઆઇઆઇ તાનમાં નથી

અમેરિકન ઇકૉનૉમી વિશે સુધારાના વાવડ તથા યુરોપની ડેટ-ક્રાઇસિસ ઉકેલવા વધેલી સક્રિયતાથી દેશ-દુનિયાનાં શૅરબજારો માટે ચાલુ સપ્તાહ પૉઝિટિવ ઝોનમાં ગયું છે. ત્રણ સપ્તાહ પછીની આ પ્રથમ ઘટના છે. ઘરઆંગણે સેન્સેક્સ ૧.૬ ટકા પ્લસમાં રહ્યો છે. જોકે તાજેતરના બાઉન્સબૅકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો કે એફઆઇઆઇ જરાય સામેલ નથી એ એક ચિંતાનો વિષય કહી શકાય. ૯ ડિસેમ્બરથી લઈ ૨૨ ડિસેમ્બર સુધી કામકાજના ૧૦ દિવસમાં એફઆઇઆઇ સતત વેચવાલ રહી છે. જોકે કુલ રોકડીનો આંકડો ૨૭૦૦ કરોડ રૂપિયા જેવો જ છે. આમ છતાં ચાલુ મહિને ૨૨ ડિસેમ્બર સુધીના ગાળામાં એમનું ચોખ્ખું રોકાણ ૫૫૦ કરોડ રૂપિયા માઇનસમાં બોલે છે. આ જોતાં ડિસેમ્બર મહિનો એફઆઇઆઇના ઇનફ્લોના મામલે ગોન-કેસ ગણવો પડશે. નવેમ્બર મહિનામાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો ૩૯૫૦ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી કરી ગયા હતા. ૨૦૧૧ના કૅલેન્ડર વર્ષે એફઆઇઆઇના રોકાણના ખાનામાં માઇનસ ૨૦૦૦ કરોડ રૂપિયા પ્લસની ફિગર અચૂક આવશે એમ મનાય છે.

વિશ્વબજારોને અમેરિકન હૂંફ

અમેરિકન અર્થતંત્ર વિશે બદલાતા આઉટલુકથી વૈશ્વિક શૅરબજારો વત્તે-ઓછે અંશે રાહત અનુભવવા માંડ્યાં છે. યુરો-ઝોનના દેવાનું ટેન્શન અત્યાર પૂરતું હાંસિયામાં જતું હોય એમ લાગે છે. ગઈ કાલે મોટા ભાગનાં એશિયન માર્કેટ્સ પૉઝિટિવ ઝોનમાં બંધ રહ્યાં છે. તાઇવાન બે ટકાથી વધુની મજબૂતી સાથે એમાં મોખરે હતું. હૉન્ગકૉન્ગ બજાર ૧.૪ ટકા અને સાઉથ કોરિયન કોસ્પી ઇન્ડેક્સ એક ટકાથી વધુ પ્લસમાં હતા. ચાઇના ૦.૯ ટકા, સિંગાપોર ૦.૪ ટકા તથા ઇન્ડોનેશિયન શૅરબજારમાં નહીંવત્ સુધારો હતો. સામે જૅપનીઝ નિક્કી ઇન્ડેક્સ પોણો ટકો તથા થાઇલૅન્ડનો સેટ ઇન્ડેક્સ ૦.૩ ટકા નરમ હતા. યુરોપ સુધારાની આગેકૂચમાં સાધારણથી લઈને પોણા ટકા જેવું ઉપર મુકાતું હતું, તો ડાઉ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સ પણ થોડાક મક્કમ જણાતા હતા. સોનું તેમ જ ક્રૂડ ડલ હતાં.

એફઆઇઆઇની ચોખ્ખી લેવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૧૨૮૧.૧૦ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૧૯૬.૮૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ફક્ત ૮૪.૨૭ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૬૫૧.૦૨ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૭૨૯.૫૭ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૭૮.૫૫ કરોડ રૂપિયા જોવા મળી હતી.

હો સકતા હૈ...

વ્હીલ્સ ઇન્ડિયામાં ૩૧૫ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ સુનિધિ સિક્યૉરિટીઝ દ્વારા બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે.
હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝમાં ૧૫૪ રૂપિયાના ટાર્ગેટ સાથે ઘટાડે રોકાણની એમકે ગ્લોબલ તરફથી ભલામણ કરવામાં આવી છે.
નાટકો ફાર્મામાં ૨૬૫ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ ફસ્ર્ટકૉલ રિસર્ચ તરફથી ખરીદવાની જાણ કરવામાં આવી છે.
બૅન્ક ઑફ મહારાષ્ટ્રમાં બાવન રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ એન્જલ બ્રોકિંગ દ્વારા લેવાની સલાહ આપવામાં આવી છે.
ટીસીએસમાં ૧૩૨૮ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ ફસ્ર્ટકૉલ રિસર્ચ તરફથી બુલિશ-વ્યુ આપવામાં આવ્યો છે. Whatsapp-channel Whatsapp-channel

24 December, 2011 04:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK