Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સિક્યોરિટીઝ ટ્રિબ્યુનલે વળતરની વ્યવસ્થા મુદ્દે SEBI ની ઝાટકણી કાઢી

સિક્યોરિટીઝ ટ્રિબ્યુનલે વળતરની વ્યવસ્થા મુદ્દે SEBI ની ઝાટકણી કાઢી

20 August, 2019 08:20 PM IST | Mumbai

સિક્યોરિટીઝ ટ્રિબ્યુનલે વળતરની વ્યવસ્થા મુદ્દે SEBI ની ઝાટકણી કાઢી

SEBI

SEBI


Mumbai : રોકાણકારોને વળતર આપવાને લઇને કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાની અનેક ફરીયાદો ઉઠી હતી. જેને પગલે સિક્યોરિટીઝ એપેલટ ટ્રિબ્યુનલ (SAT)એ સેબી (SEBI) ની આકરી ઝાટકણી કાઢી હતી. સિક્યોરિટીઝ એપેલટ ટ્રિબ્યુનલ (SAT) ને ફરીયાદ કરનાર શેરબજારની ગેરરીતિનો ભોગ બનેલા રોકાણકારો હતા.

જાણો, આ મુદ્રે સિક્યોરિટી ટ્રિબ્યુનલે શું કહ્યું...
સિક્યોરિટી એપેલટ ટ્રિબ્યુનલનું માનવું છે કે બજારમાં ગેરરીતિ કરનારા કે છેતરપિંડી આચરનારાઓ પાસેથી સેબી જંગી રકમ એકઠી કરે છે
, પણ જે રોકાણકારો તેનો ભોગ બનેલા છે તેને તેનું વળતર આપતી નથી. આ મહિને વાઇટલ કોમ્યુનિકેશન્સ અંગે ચુકાદો આપતા સેટે જણાવ્યું હતું કે,"કોઈ પણ પ્રકારે વળતર વાળ્યા વગર આ રીતે નાણાં વસૂલ કરવાથી (ડિસ્ગોર્જમેન્ટ) કોઈ હેતુ સરતો નથી."

SAT એ માન્યું કે ભોગ બનનાર રોકાણકારોને રકમની ફાળવણીની કોઇ વ્યવસ્થા નથી
SAT આ મામલેSEBI સામેની અપીલોની સુનાવણી કરે છે. આ ટપ્પણી દર્શાવે છે કે વિવિધ કૌભાંડો કરનારાઓ પાસેથી દંડ પેટે મેળવવામાં આવેલી રકમને પીડિતોની વચ્ચે ફાળવવાની કોઈ વ્યવસ્થા સેબી ધરાવતું નથી.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

સેબીએ આ મામલે
SAT ના આપ્યો ખુલાશો
SEBI નું તારણ છે કે વાઇટલ કોમ્યુનિકેશન્સના પ્રમોટરો અને ડિરેક્ટરોએ છેતરપિંડી આચરી ફાયદો મેળવવા આ પ્રકારની સ્કીમ બનાવી હતી. આ ગેરરીતિ પ્રમોટર જૂથ દ્વારા પસંદગીની ફાળવણી માટે પણ થાય છે. 

જુલાઈ 2014માં કરવામાં આવેલા આદેશમાં સેબીએ વાઇટલના પ્રમોટરને મૂડીબજારોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયના પૂર્ણકાલીન સભ્ય રાજીવ કુમાર અગરવાલે સેબીને આ બધામાં ખોટી રીતે મેળવવામાં આવેલા ફાયદાની તપાસ કરવા કહ્યું હતું અને આ સિવાય કોઈ પણ પ્રકારની વળતર ચૂકવવાની જરૂરિયાત હોય તો તે કાર્યવાહી પણ શરૂ કરવા કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2019 08:20 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK