સેબી એસટીટીની શૅરમાર્કેટ પરની અસરનો રિવ્યુ કરશે

Published: 7th October, 2011 19:11 IST

સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા) એસટીટી (સિક્યૉરિટીઝ ટ્રાન્ઝેક્શન ટૅક્સ)ની શૅરબજારના ટર્નઓવર પર શું અસર થાય છે એનો અભ્યાસ કરશે. એસટીટીને સંપૂર્ણ નાબૂદ કરવો કે આંશિક નાબૂદ કરવો એ બાબતનો રિવ્યુ કરવામાં આવશે.

 

એસટીટી નાબૂદ કરવામાં આવે તો એનાથી રોકાણકારો અને ટ્રેડર્સને કેટલો લાભ થશે એનો પણ અભ્યાસ કરવામાં આવશે. સેબી આ સ્ટડીની વિગતો ફાઇનૅન્સ મિનિસ્ટ્રીને સુપરત કરશે જેથી બજેટ વખતે એસટીટી નાબૂદ કરવો કે ચાલુ રાખવો એનો નર્ણિય લઈ શકાય. સિક્યૉરિટીઝની ખરીદી અને વેચાણ પર ઑક્ટોબર ૨૦૦૪થી એસટીટી વસૂલ કરવામાં આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK