SBI: પોતાના ખાતામાંથી જાતે લેવડદેવડ કરી શકશે બાળકો, જાણો વિશેષતાઓ

Published: Nov 19, 2019, 19:20 IST | Mumbai Desk

બાળકોના એવા જ ખાતા ખોલવાની સુવિધા ખાનગી બેન્કો પણ આપી રહી છે પણ તેમાં મિનિમમ બેલેન્સ જરૂરી છે.

બૅન્કિંગ અને બચતની આદત બાળપણમાં જ નાખવામાં આવશે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બાળકોના નામે ઝીરો બેલેન્સ પર ખાતા ખોલવાનો પ્લાન તૈયાર કર્યો છે. આમાં એક પ્લાન હેઠળ દસ વર્ષનો બાળક પોતાના ખાતાનો માલિક પોતે હશે. દસ વર્ષથી નાની ઉંમરના બાળકનો ખાતો તો ખુલશે પણ સાથે અભિભાવકનું નામ રહેશે. ખાસ વાત તો એ છે કે બાળકોના ખાતા પર મળતાં એટીએમ કાર્ડ પર તેમની તસવીર પણ હશે. બાળકોના એવા જ ખાતા ખોલવાની સુવિધા ખાનગી બેન્કો પણ આપી રહી છે પણ તેમાં મિનિમમ બેલેન્સ જરૂરી છે.

ભારતીય સ્ટેટ બૅન્ક 'પહેલા કદમ' અને 'પહેલી ઉડાન' સ્કીમ હેઠળ નાબાલિક બાળકોના ખાતા ખોલે છે. આથી બાળકો માટે મોટું ફન્ડ તૈયાર કરવામાં મદદ મળે છે. સાથે જ બાળકોને પૈસાના મહત્વ વિશે સમજાવવું પણ સરળ થઈ જાય છે. 'પહેલાં કદમ' અને 'પહેલી ઉડાન' સ્કીમ હેઠળ બૅન્ક બાળકની તસવીર લગાડેલું એટીએમ-સાથે-ડેબિટ કાર્ડ પણ ઇશ્યૂ કરે છે. આ કાર્ડ અવયસ્ક અને અભિભાવકના નામથી પણ શૅર કરી શકાશે.

પહેલા કદમ ખાતા હેઠળ કોઇપણ બાળક પોતાના અભિભાવક સાથે સંયુક્ત ખાતું ખોલી શકે ચે. આ ખાતાના સંચાલન અભિભાવક સાથે કરી શકાય છે. પહેલી ઉડાનમાં ફક્ત દસ વર્ષથી ઉપરની વયના નાબાલિકોના નામ પર જ ખોલી શકાય છે. આ ખાતાનું ફક્ત તે જ સંચાલન કરી શકે છે જેના નામે ખાતું ખોલવામાં આવ્યું હોય.

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

પહેલા કદમ અને પહેલી ઉડાનમાં દરરોજની લેવડ-દેવડની લિમિટ 5000 રૂપિયા છે. આ હેઠળ વ્યક્તિ બિલનું પેમેન્ટ, ઇન્ટર બૅન્ક ફન્ડ અને ટ્રાન્સફર (ફક્ત એનઇએફટી) અને ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવડાવી શકે છે. આ ખાતાઓ દ્વારા બાળક બે હજાર રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK