દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બુધવારે તેના ૪૪.૫૧ કરોડ બચત ખાતાના ગ્રાહકોને સુખદ આંચકો આપ્યો છે. બૅન્કે એવી જાહેરાત કરી છે કે હવેથી બૅન્કના કોઈ પણ બચત ખાતામાં મિનિમમ બેલેન્સ ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ કે દંડ વસૂલવામાં આવશે નહીં. આ ઉપરાંત બૅન્ક હવેથી મેસેજ માટે પણ કોઈ ચાર્જ વસૂલશે નહી, પણ સામે બચત ખાતા ઉપરનો વ્યાજનો દર ૩.૫ ટકાથી ઘટાડી ૩ ટકા કરવાની જાહેરાત પણ બૅન્કે કરી છે.
સ્ટેટ બૅન્કે યાદીમાં જણાવ્યું હતું કે હવેથી દરેક ખાતાં ઝીરો બેલેન્સ ખાતાં થઈ જશે. અત્યાર સુધી અલગ અલગ પ્રકારનાં ખાતામાં ક્વાર્ટરલી મિનિમમ બેલેન્સ જાળવી રાખવું ફરજિયાત હતું અને જો એમાં કોઈ ગ્રાહક ચૂક કરે તો તેના ઉપર પાંચથી ૧૫ રૂપિયા પ્લસ ટૅક્સ એ રીતે પૅનલ્ટી લેવામાં આવતી હતી. મેટ્રો શહેરોમાં ૩૦૦૦ રૂપિયા, સેમી અર્બન સેન્ટરમાં ૨૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦૦૦ રૂપિયાનું ક્વાર્ટરલી બેલેન્સ રાખવું ફરજિયાત હતું.
આ ઉપરાંત બૅન્કે બેલેન્સ કે ઉપાડ કે અન્ય પ્રકારના સંદેશ મોકલવા માટે એસએમએસ ચાર્જ વસૂલવામાં આવતો હતો તે પણ બંધ કરવાની જાહેરાત કરી છે. તેની સામે દરેક પ્રકારનાં બચત ખાતાં ઉપર વ્યાજનો દર ઘટાડી ત્રણ ટકા કરવામાં આવ્યો છે. દેશભરમાં ૨૧,૯૫૯ બ્રાંચ સાથે ૩૧ લાખ કરોડની ડિપોઝિટ સાથે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ગૃહ ધિરાણમાં ૩૪ ટકા અને ઑટો લોન્સમાં ૩૪ ટકા હિસ્સો ધરાવતી બૅન્ક છે.
હૈદરાબાદની ફર્મ સામે સીબીઆઇ દ્વારા કેસ દાખલ
10th January, 2021 14:40 ISTSBIનો ત્રિમાસિક નફો બાવન ટકા વધ્યો
4th November, 2020 16:28 ISTદેશની પાંચ મોટી બેન્કો પોતાના શેર સંસ્થાકીય રોકાણકારોને વેચશે
26th August, 2020 07:26 ISTએસબીઆઇ બનશે સંકટમોચક: યશ બૅન્કમાં ૨૪૫૦ કરોડનું રોકાણ કરશે
8th March, 2020 18:04 IST