Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કર્યા પછી કંપની સાથે જોડાઈ રહેવાના મહત્ત્વના મુદ

સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કર્યા પછી કંપની સાથે જોડાઈ રહેવાના મહત્ત્વના મુદ

22 July, 2019 09:28 AM IST |
ઇન્વેસ્ટમેન્ટ એક સાહસ - સંજય મેહતા

સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કર્યા પછી કંપની સાથે જોડાઈ રહેવાના મહત્ત્વના મુદ

 સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કર્યા પછી કંપની સાથે જોડાઈ રહેવાના મહત્ત્વના મુદ


દરેક ફાઉન્ડરે આ સલાહ સાંભળી છે. ‘તમારા ઇન્વેસ્ટરનો ફન્ડિંગ માટે ઉપયોગ કરશો નહીં; ઇન્વેસ્ટર નેટવર્કનો ઉપયોગ કરો. સંબંધનો સૌથી વધુ લાભ મેળવો.’ 

સમસ્યા એ છે કે ઘણા પ્રથમ વખતના ફાઉન્ડર્સને ખબર નથી હોતી કે ‘સૌથી વધુ’ ખરેખર શું છે.



મારા અનુભવમાં, રોકાયેલા(engaged) ઇન્વેસ્ટર જેવા યુવાન સ્ટાર્ટ અપ્સને ખૂબ ખૂબ મદદ કરે છે. અનુભવી એન્જલ ઇન્વેસ્ટરના ઘણા બધા ફાયદા છે.


સ્ટાર્ટ અપ્સમાં નાણાં રોકવા એ જ માત્ર ઉદ્દેશ ન હોવો જોઈએ પણ એ કંપનીમાં રોકાણ કરી તેને ઊભી કરવી એ વધુ મહત્ત્વનું હોય છે. સૌથી પહેલાં તો એ જોવું જરૂરી હોય છે કે એ કંપની માટે તમે સારા માણસોની ટીમ ઊભી કરવામાં કંપનીને મદદ કરો. કોઈ પણ કંપનીને સફળ થવા માટે સારા માણસોની ટીમ હોવી જોઈએ.

સારી ટીમ બનાવવા મદદ કરવી


ઓન્ટ્રપ્રનર-ફાઉન્ડર એ યુવાન અને જોશીલા હોય છે. તેમને બહુ અનુભવ હોતો નથી. એથી સારી ટીમ બનાવતી વખતે રાઇટ વ્યક્તિની નિમણૂક કરવા રોકાણકારોએ તેમને મદદ કરવી પડે છે. ઉદાહરણ તરીકે ટીમમાં ચીફ ફાઇનેન્શિયલ ઑફિસર(CFO) ની કમી છે. તો તમે તેને સારો સીએફઓ મેળવવામાં મદદ કરી શકો.

ગ્રાહકો સાથે સંપર્ક વધારવો

દરેક કંપનીને ખરી ઓળખની જરૂર હોય છે. રોકાણકાર તરીકે તમારે કંપનીને ગ્રાહકો મેળવવામાં શક્ય હોય એટલી વધુ મદદ કરવી જોઈએ.

પબ્લિક રિલેશન

નવી કંપનીને માર્કેટમાં ઓળખ ઊભી કરવા પબ્લિક રિલેશન(પીઆર)ની પણ જરૂર પડતી હોય છે. તેમની નવી પ્રોડ્કટ કે સર્વિસની લોકોને જાણ થાય એ પણ એટલું જ મહત્ત્વનું હોય છે. એથી કંપની માટે રાઇટ પીઆર નક્કી કરવામાં મદદ કરી શકો. એક રોકાણકાર તરીકે પણ તમે એ બ્રાન્ડને મજબૂત અને લોકપ્રિય કરવામાં પીઆર સાથે રહી મહત્ત્વનો ભાગ ભજવી શકો.

વેન્ચર કેપિટલ

છેલ્લે તમે હવે પછીના તબક્કે જે નવા વેન્ચર કેપિટલ કરવા માગતા રોકાણકારો છે તેમને તમે કંપની વિશે રાઇટ માહિતી આપી શકો. બની શકે તો તેમને એ તબક્કા પહેલા જ કંપની વિશે માહિતી આપી એ માટે તૈયાર કરી શકો જેથી તેમનું રોકાણ સરળ બની શકે.

આ પણ વાંચોઃ દેશમાં સ્ટાર્ટઅપ મામલે ગુજરાત આઠમાં સ્થાને, મહારાષ્ટ્ર પ્રથમ

કંપની સાથે રોકાણકાર સંકળાય એ બહુ જ મહત્ત્વનું

જો તમે તમારી કંપની સાથે વર્ષમાં એક કે બે વાર સંકળાશો તો તમારી એક્ઝિટ વખતે રોકાણના ૧.૫ ગણા મેળવી શકશો. જો કંપની સાથે તમે દર ૩ મહિને સંકળાઈને રિવ્યુ મિટિંગ કરતા રહેશો તો તમારા રોકાણની રકમ ૩.૫ ગણી પણ થઈ શકે. તમારે તેમની સાથે સંપર્ક જાળવી રાખવો જરૂરી હોય છે. તમારે તેમને રિસ્પોન્સ આપવો પડતો હોય છે, ફાઉન્ડર બહુ ઉતાવળમાં હોય છે. તેમને સફળ થવા તમારે સમય આપવો પડતો હોય છે. એથી તમે તેમના બિઝનેસ આઇડિયાને વધુ સારી રીતે સમજી શકશો અને બિઝનેસ કઈ દિશામાં જઈ રહ્યો છે એ પણ સમજી શકશો. જો તમને લાગે કે કશું ખોટું થઈ રહ્યું છે તો તમે તેમને ચેલેન્જ પણ કરી શકો, પણ એ વખતે પણ તમારી કમેન્ટ અને એક્શન ડિસ્ટ્રક્ટીવ ન હોવા જોઈએ. તેને એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે મદદ કરવી વધુ યોગ્ય રહે છે. તમે કંપની સાથે સતત સંકળાયેલા રહેશો તો એ કંપની અને તમારા બંને માટે ફાયદાકારક રહેશે અને કંપનીની સફળતામાં તમે ભાગીદાર બની શકશો.

mehtasanjay@gmail.com

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2019 09:28 AM IST | | ઇન્વેસ્ટમેન્ટ એક સાહસ - સંજય મેહતા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK