Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોરોનાના કારણે દેશમાં મકાનો અને ઑફિસનું વેચાણ એક દાયકામાં સૌથી ઓછું

કોરોનાના કારણે દેશમાં મકાનો અને ઑફિસનું વેચાણ એક દાયકામાં સૌથી ઓછું

18 July, 2020 12:01 PM IST | Mumbai
Mumbai correspondent

કોરોનાના કારણે દેશમાં મકાનો અને ઑફિસનું વેચાણ એક દાયકામાં સૌથી ઓછું

કોરોનાના કારણે દેશમાં મકાનો અને ઑફિસનું વેચાણ એક દાયકામાં સૌથી ઓછું


કોરોના મહામારીમાં વાઇરસનો વ્યાપ વધતો અટકાવવા માટે દેશભરમાં લાદવામાં આવેલા ૫૭ દિવસના લૉકડાઉનના કારણે ઘટી ગયેલી બિઝનેસ પ્રવૃત્તિ વચ્ચે દેશના ટોચનાં આઠ શહેરોમાં રીઅલ એસ્ટેટ બિઝનેસને મોટો ફટકો પડ્યો છે. કેલૅન્ડર વર્ષ ૨૦૨૦ના પ્રથમ છ મહિનામાં દેશમાં મકાનોનું વેચાણ એક દાયકામાં સૌથી નબળું નોંધાયું છે.

રીઅલ એસ્ટેટ કન્સલ્ટન્ટ અને પ્રૉપર્ટી એડવાઈઝર નાઈટ ફ્રાંકના અહેવાલ અનુસાર આ આઠ શહેરોમાં વર્ષના પ્રથમ છ મહિનામાં મકાનોનું વેચાણ ૫૪ ટકા ઘટી માત્ર ૫૯,૫૩૮ યુનિટ નોંધાયું છે. આની સાથે રેસિડેન્શિયલ મકાનો માટેના નવા પ્રોજેક્ટની સંખ્યા ગત વર્ષ કરતાં ૪૬ ટકા ઘટી ૬૦,૪૮૯ યુનિટ નોંધાઈ છે. આ અહેવાલમાં મુંબઈ, દિલ્હી (નૅશનલ કેપિટલ રીજિયન), બૅન્ગલોર, પુના, ચેન્નઈ, હૈદરાબાદ, કલકત્તા અને અમદાવાદ એમ આઠ શહેરોનો સમાવેશ થાય છે.
એપ્રિલથી જૂનના ક્વૉર્ટરમાં કે જ્યારે લૉકડાઉન અમલમાં હતું ત્યારે મકાનોનું વેચાણ ૮૪ ટકા ઘટી માત્ર ૯૬૩૨ રહ્યું હતું. જાન્યુઆરીથી માર્ચના પ્રથમ ત્રણ મહિનામાં વેચાણ ૪૯,૯૦૫ રહ્યું હતું. બીજા ક્વૉર્ટરમાં નવા પ્રોજેક્ટના લૉન્ચ ગત વર્ષે ૫૪,૯૦૫ યુનિટ હતાં જે આ વર્ષે ૯૦ ટકા વધી ૫૫૮૪ યુનિટ જ રહ્યાં છે.
રેસિડેન્શિયલ રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં અગાઉ પણ માગ ઘટી રહી હતી ત્યારે લૉકડાઉનના કારણે તેના ઉપર ગંભીર કટોકટી આવી પડી છે. ભવિષ્યની આવક પર પ્રશ્નાર્થ હોવાથી મકાનોની માગ ઘટી છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સિસ્ટમમાં લિક્વિડિટી ઠાલવી છે અને વ્યાજના દર પણ ઘટાડ્યા છે. આ સમયે રીઅલ એસ્ટેટની માગ વધે તેવાં પગલાં સરકારે ઉઠાવવા જોઈએ, એમ નાઇટ ફ્રાંકના ચૅરમૅન શિશિર બૈજલે જણાવ્યું હતું.



આઠ શહેરોમાં દિલ્હી અને કલકત્તામાં સૌથી ખરાબ હાલત જોવા મળી રહી છે. આ બન્ને શહેરોમાં નવા લૉન્ચ અને વેચાણ લગભગ શૂન્ય જેટલાં થઇ ગયાં છે.
બધાં જ શહેરોમાં મકાનોની સરેરાશ કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી ૫.૮ ટકા, પુના ૫.૪ ટકા અને ચેન્નઈમાં ૫.૩ ટકાનો સૌથી મોટો ભાવઘટાડો જોવા મળ્યો છે. મકાન વેચાયા વગર પડી રહ્યા હોય તેની સંખ્યા આઠ શહેરોમાં ૧ ટકા ઘટી ગઈ છે. મુંબઈમાં સૌથી વધુ ૧.૫૦ લાખ, દિલ્હીમાં ૧.૧૮ લાખ અને બૅન્ગલોરમાં ૦.૭૭ લાખ મકાનો ખાલી પડેલાં કે વેચાયા વગર પડી રહેલાં છે. આની સામે આઠ શહેરોમાં સરેરાશ નહીં વેચાયેલા મકાનોની આયુ ૧૬.૪ ક્વૉર્ટર થઈ છે જે ગત વર્ષે પ્રથમ છ મહિનાના અંતે ૧૫.૪ ક્વૉર્ટર હતી.


ઑફિસ વેચાણમાં ઘટાડો

આ રિપોર્ટ અનુસાર પ્રથમ છ મહિનામાં ઑફિસ વેચાણના વ્યવહારો ૩૭ ટકા ઘટ્યા છે જે દાયકામાં સૌથી તીવ્ર ઘટાડો છે. છ મહિનામાં કુલ ૧૭૨ લાખ ચોરસ ફુટ ઑફિસ સ્પેસના વ્યવહાર થયા છે.


આ આઠ શહેરોમાં સરેરાશ ઑફિસ ભાડું ૪ ટકા વધી દર મહિને ૮૩ રૂપિયા પ્રતિ ચોરસ ફુટ થયું છે. બૅન્ગલોરમાં ભાડાં ૫.૬ ટકા વધ્યા છે તેના કારણે સરેરાશ ભાડામાં વૃદ્ધિ જોવા મળી રહી છે. સામે દિલ્હીમાં ૮.૮ ટકા અને અમદાવાદમાં ૧૨.૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

18 July, 2020 12:01 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK