સહારાને સેટમાં સહારો ન મળ્યો

Published: 5th December, 2012 06:46 IST

સહારા ગ્રુપની કંપનીઓએ જાહેર જનતા પાસેથી ઉઘરાવેલાં નાણાં-ડિપોઝિટ પરત કરી દેવા સેબીએ આપેલા આદેશને સહારા  ગ્રુપની બે કંપનીઓએ સેટ (સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ)માં પડકાર્યો હતો, જે અપીલ સેટ દ્વારા નકારી કઢાઈ છે.


સહારા ગ્રુપે આશરે ત્રણ કરોડ ઇન્વેસ્ટરોને ૨૪ હજાર કરોડ રૂપિયાનું રીફન્ડ આપવાનું થાય છે, જેની બે કંપનીઓમાં સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કૉર્પ અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પનો સમાવેશ છે. સહારા કંપનીઓએ આ મામલામાં સેટને દરમ્યાનગીરી કરવા અપીલ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK