Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Royal Enfield ની લોકપ્રિયતા વધતા કંપનીએ લીધો મહત્વનો નિર્ણય

Royal Enfield ની લોકપ્રિયતા વધતા કંપનીએ લીધો મહત્વનો નિર્ણય

02 July, 2019 11:18 PM IST | Mumbai

Royal Enfield ની લોકપ્રિયતા વધતા કંપનીએ લીધો મહત્વનો નિર્ણય

Royal Enfield ની લોકપ્રિયતા વધતા કંપનીએ લીધો મહત્વનો નિર્ણય


Mumbai : ભારતીય ઓટો માર્કેટમાં હવે દિવસે ને દિવસે Royal Enfield બાઇકની લોકપ્રિયતા વધતી જાય છે. જેને પગલે કંપનીએ તેની ગંભીરતાથી નોંધ લઇને તેના પ્રોડક્ટસ અપડેટ કરવાનું વિચારી રહી છે. આ જ ક્રમમાં કંપની ભારતીય ગ્રાહકો માટે હવે એક નવા અપડેટને લોન્ચ કરવાની તૈયારી કરી છે.  Royal Enfield કંપની ઈન્ડિયન માર્કેટ માટે એક નવી બાઈક પર કામ કરી રહી છે.


રોયલ એનફિલ્ડ હવે નવું બાઇક 250cc ના એન્જિન સાથે લોન્ચ કરશે
મળી રહેલ રીપોર્ટ પ્રમાણે કંપની આ નવી મોટરસાઇકલને 250cc એન્જિન સાથે લોન્ચ કરશે. હાલ રોયલ એનફિલ્ડની 250cc બાઇક પ્લાનિંગ વાળી સ્ટેજ પર છે અને ભારતીય માર્કેટમાં લોન્ચ થતા થોડો સમય લાગશે. જોકે છેલ્લા થોડા સમયથી માર્કેટમાં કંપનીની બાઇક્સની ડિમાન્ડમાં ઘટાડો થયો છે. તેને જોતા કંપની 250cc બાઇકને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.



મોટા ગ્રાહકો સુધી પહોંચવા માટે ખાસ પ્લાન તૈયાર
આ કંપનીનું માનવું છે કે 250cc બાઇકના કારણે મોટા કસ્ટમર બેઝ સુધી પહોંચવામાં કંપનીને મદદ થશે. સાથે કંપની તેના પ્રોડક્ટને ઇકોનોમિકલ બનાવવા માંગે છે. થોડા સમયથી કંપનીના માર્કેટ શેર અને વોલ્યુમ સેલ્સમાં ઘણો ઘટાડો થયો છે. બાઇકની કિંમતમાં વધારાને સેલ્સમાં ઘટાડાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2019 11:18 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK