Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > RIL Q1 Result: જૂન ત્રિમાસીકમાં શુદ્ધ લાભ 6.8% વધ્યો

RIL Q1 Result: જૂન ત્રિમાસીકમાં શુદ્ધ લાભ 6.8% વધ્યો

20 July, 2019 12:23 PM IST | મુંબઈ

RIL Q1 Result: જૂન ત્રિમાસીકમાં શુદ્ધ લાભ 6.8% વધ્યો

RIL Q1 Result: જૂન ત્રિમાસીકમાં શુદ્ધ લાભ 6.8% વધ્યો

RIL Q1 Result: જૂન ત્રિમાસીકમાં શુદ્ધ લાભ 6.8% વધ્યો



રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ (RIL)એ શુક્રવારે પોતાના પહેલા ત્રિમાસીકના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ પહેલા ત્રિમાસિકના વાર્ષિક આધાર પર કંસૉલિડેટેડ નેટ પ્રોફિટમાં 10, 104 કરોડ રૂપિયા એટલે કે 6.8 ટકાની વૃદ્ધિ કરી છે. રિલાયંસે એક વર્ષ પહેલાની સમાન અવધિમાં 9, 459 કરોજ રૂપિયાના કરપશ્ચાત લાભ કમાયો હતો. ક્રમાનુસાર તેમાં 2.48 ટકાનો ઘટાડો થયો હતો. પાછલા ત્રિમાસિકમાં આ સંખ્યા 10, 362 કરોડ રૂપિયા હતી. રિલાયંસ જિયોનો શુદ્ધ લાભ નાણાકીય વર્ષ 2019-20ના પહેલા ત્રિમાસિકમાં 45.6 ટકા વધીને 891 કરોડ રૂપિયા રહ્યો હતો.

પાછલા નાણાકીય વર્ષની આ ત્રિમાસિકમાં 1, 33, 069 કરોડ રૂપિયાના મુકાબલે પરિચાલનથી રાજસ્વ 1, 61, 349 કરોડ રૂપિયા રહ્યા છે. જેમાં 21.2 ટકાની વૃદ્ધિ થઈ છે. સમીક્ષાધીન ત્રિમાસિકમાં મૂળ આવક પ્રતિ શેર 17.05 રૂપિયા પર આવી ગયા છે, જે એક વર્ષ પહેલાની અવધિમાં રજિસ્ટર્ડ 15.97 રૂપિયા હતા.

આ પણ વાંચોઃ જુઓ તારક મહેતાના ટીમની રીયલ લાઇફ ફેમિલી



એમકે ગ્લોબલ ક્રમના આધાર પર આરઆઈએલના ઈબીઆઈટીડીએ/પીએટીને ક્રમશઃ 19, 000 કરોડ/ 10, 100 કરોડ રૂપિયા, ક્રમશઃ 5 ટકા/3 ટકાનું અનુમાન રાખ્યું હતું. વર્ષ દર વર્ષના આધાર પર ઈબીઆઈટીડીએ 4 ટકા ઘટ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતુ, જ્યારે ટેક્સ બાદ લાભ 6.7 ટકા વધવાની સંભાવના છે. પહેલા ત્રિમાસિકમાં RILના ગ્રોસ રિફાઈનિંગ માર્જિન 8.1 ડૉલર પ્રતિ બેરલ રહ્યું, જે સિંગાપુર કોમ્પલેક્સ માર્જિન 4.6 ડૉલર પ્રતિ બેરલથી લગભગ બે ગણું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2019 12:23 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK