Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિલાયન્સે છ માસમાં રેકૉર્ડ પ્રૉફિટ કર્યો

રિલાયન્સે છ માસમાં રેકૉર્ડ પ્રૉફિટ કર્યો

16 October, 2011 07:44 PM IST |

રિલાયન્સે છ માસમાં રેકૉર્ડ પ્રૉફિટ કર્યો

રિલાયન્સે છ માસમાં રેકૉર્ડ પ્રૉફિટ કર્યો



(કનુ જે દવે)

મુંબઈ, તા. ૧૫


જોકે વ્યાજખર્ચમાં થયેલો વધારો અને કૅગ અહેવાલના પગલે સીબીઆઇની તપાસની ચિંતા ઍનલિસ્ટોને મૂંઝવે છે



પ્રથમ ક્વૉર્ટરમાં નેટ નફો ૫૬૬૧ કરોડનો હતો એથી જૂન અંતના ક્વૉર્ટરલી ગાળા કરતાં સપ્ટેમ્બરમાં પૂરા  થયેલા ક્વૉર્ટરલી ગાળામાં વિશેષ પ્રગતિ નહીં નોંધાતાં સ્ટૅન્ડઅલોન ધોરણે એટલે કે માત્ર આ જ કંપનીનો (એની સબસિડિયરી કંપનીઓનાં પરિણામોને પણ ઉમેરીને રિઝલ્ટ હોય તો એને કન્સોલિડેટેડ રિઝલ્ટ ગણાય) ઈપીએસ (અર્નિંગ પર શૅર) આ ક્વૉર્ટરનો ૧૭.૪૦ રૂપિયા થયો છે જે ગત ક્વૉર્ટરમાં ૧૭.૩૦ રૂપિયા હતો અને સપ્ટેમ્બર ૨૦૧૦ના ક્વૉર્ટરમાં ૧૫.૧૦ રૂપિયાના સ્તરે હતો. સીએનબીસી ટીવી-૧૮ના નફાનો એસ્ટિમેટ ૫૭૫૦ કરોડ રૂપિયાનો અને નેટ સેલ્સનો અંદાજ ૭૯,૮૦૦ કરોડ રૂપિયા હતો. આ ત્રણ માસમાં રિઝલ્ટમાં દર્શાવાયેલ નેટ વેચાણ ૭૮,૫૬૯ કરોડ રૂપિયાનું થયું હતું જે ગત વર્ષે સમાન સમયગાળામાં ૫૭,૪૭૯ કરોડના સ્તરે હતું.

પાંચ ક્વૉર્ટરમાં અધર ઇન્કમ વધી કંપનીની અન્ય આવક છેલ્લાં પાંચ ક્વૉર્ટરમાં ઉત્તરોત્તર વધી છે. સપ્ટેમ્બર ૨૦૧૦ના ક્વૉર્ટરલી ગાળામાં ૬૭૨ કરોડ રૂપિયા, ડિસેમ્બર ૨૦૧૦માં ૭૪૧, માર્ચ ૨૦૧૧માં ૯૧૭, જૂન ૨૦૧૧માં ૧૦૭૮ અને ગઈ કાલે જાહેર થયેલા સપ્ટેમ્બર ૨૦૧૧ના ક્વૉર્ટરલી ગાળામાં અધર ઇન્કમ વધીને ૧૧૦૨ કરોડ રૂપિયા થઈ હતી.

રિફાઇનિંગ માર્જિન ઘટ્યું

ગુજરાતમાં સૌથી મોટું રિફાઇનિંગ કૉમ્પ્લેક્સ ધરાવતી આ પેટ્રોકેમિકલ જાયન્ટ્સનું ગ્રોસ રિફાઇનિંગ માર્જિન જૂન ક્વૉર્ટરના બેરલદીઠ ૧૦.૩ ડૉલરના સ્તરેથી સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ઘટીને ૧૦.૧ ડૉલર જેટલું થયું હતું. વર્ષ ૨૦૧૦-’૧૧માં રિલાયન્સનું ગ્રોસ રિફાઇનિંગ માર્જિન બ્રિટિશ બેરલદીઠ ૮.૪ હતું જેની સામે રીજનલ બેન્ચમાર્ક્સ ગણાતા સિંગાપોર (દુબઈ)નું ૫.૨, યુએસ ગલ્ફકોસ્ટ (બ્રેન્ટ)નું ૧.૧, યુએસ ગલ્ફ કોસ્ટ (ડબ્લ્યુટીઆઇ-વેસ્ટ ટેક્સસ ઇન્ટરમિડિયેટ, જે ટેક્સસ લાઇટ સ્વીટ તરીકે ઓળખાતો ક્રૂડ ઑઇલનો એક પ્રકાર છે. આ ક્રૂડ ઑઇલ લો ડેન્સિટી-ઘનતા અને સ્વીટ-લો સલ્ફર ક્રૂડ ઑઇલ છે જેનો ઑઇલ પ્રાઇસિંગમાં બેન્ચમાર્ક તરીકે ઉપયોગ થાય છે)નું ૬.૪ અને રોટરડેમ (બ્રેન્ટ)નું ૩.૬ ડૉલર હતું. આમ રિલાયન્સનું ગ્રોસ રિફાઇનિંગ માર્જિન ક્વૉર્ટર ઑન ક્વૉર્ટર ભલે થોડું ઘટ્યું હોય પણ વિશ્વનાં બેન્ચમાર્ક માર્જિનોથી તો એ સારું એવું પ્રીમિયમમાં જ રહ્યું છે.

સેકન્ડ ક્વૉર્ટરનાં પરિણામની અખબારી યાદીમાં ચૅરમૅન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમારી તમામ મૅન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ ૧૧૦ ટકા ક્ષમતાએ કાર્યરત હતી અને રિલાયન્સની બૅલેન્સશીટ સ્ટ્રૉન્ગ છે અને એનો અર્નિંગ બેઝ પણ સસ્ટેનેબલ હોવાથી ગ્રોથની તકોનો લાભ લેવા કંપની સક્ષમ છે.

સેગમેન્ટવાઇસ ચિત્ર

કંપનીના ઑઇલ ઍન્ડ ગૅસ (એક્સપ્લોરેશન ઍન્ડ પ્રોડક્શન) વિભાગનો રેવન્યુ યર ઑન યર ૧૭.૨ ટકા ઘટીને ૩૫૬૩ કરોડ

રૂપિયા તો વ્યાજ અને કરવેરા પૂર્વેનો નફો ૧૦.૨ ટકા ડાઉન થઈ ૧૫૩૧ કરોડ રૂપિયા થયો હતો.

KG-D6 ઑઇલ ફીલ્ડ્સમાંથી ૨૭ લાખ બેરલ્સ ક્રૂડ તેલનું અને ૩૦૩.૪ બિલ્યન ક્યુબિક ફિટ ગૅસનું ઉત્પાદન કર્યું હતું જે ગત વર્ષના એ જ ક્વૉર્ટરની સરખામણીએ ૪૨.૧ ટકા અને ૨૦.૩ ટકાનો ઘટાડો સૂચવતા હતા. આ ક્વૉર્ટરમાં - રિફાઇનિંગ અને માર્કેટિંગ સેગમેન્ટની આવક યર ઑન યર ૩૭ ટકા વધી ૬૮,૦૯૬ કરોડ રૂપિયા અને વ્યાજ અને કરવેરા પૂર્વેનો નફો ૪૦.૩ ટકા વધી ૩૦૭૫ કરોડ રૂપિયા થઈ ગયો હતો. આ સેગમેન્ટના ગ્રોથમાં ભાવવધારાનું યોગદાન ૩૮ ટકાનું અને વૉલ્યુમનું યોગદાન ૩.૫ ટકા હતું.

પેટ્રોકેમિકલ્સ વિભાગનો રેવન્યુ સાડા ઓગણચાલીસ ટકા વધી આ ક્વૉર્ટરમાં ૨૧,૦૬૬ કરોડ રૂપિયા અને ઇન્ટરેસ્ટ તથા ટૅક્સ પૂર્વેના અર્નિંગ (નફો)માં ૧૦.૨ ટકાનો વધારો થતાં એ ૨૪૨૨ કરોડ રૂપિયા થયું હતું.

દેવેન ચોકસી માને છે કે ભાવ વધી ચૂક્યો છે એથી કાલે થાક ખાઈ શકે

બ્રોકિંગ ફર્મ કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અને મૅનેજિંગ ડિરેક્ટર દેવેન ચોકસીનું માનવું છે કે રિઝલ્ટ તો માર્કેટની ધારણા મુજબનું જ આવ્યું છે અને ગ્રોસ રિફાઇનિંગ માર્જિનમાં જોવા મળેલ ક્વૉર્ટર ઑન ક્વૉર્ટર ઘટાડામાં હકીકતમાં જુલાઈ-ઑગસ્ટથી ટર્ન અરાઉન્ડ જોવા મળ્યું છે અને ડિસેમ્બરમાં પૂરા થનારા ત્રીજા ક્વૉર્ટરમાં આ માર્જિન ૧૧ ડૉલર થવાની સંભાવના છે અને આ સુધારાની આશાએ જ વધારાનો ટ્રેન્ડ કદાચ સોમવારે થાક ખાઈ ત્યારબાદ પુન: શરૂ થઈ જશે. ઉપરાંત માર્ચ ૨૦૧૨માં પૂર્ણ થનારા વર્ષમાં ૬૯થી ૭૧ રૂપિયાના ઈપીએસનો અંદાજ ઇનટેક્ટ છે એવું પણ તેમનું માનવું છે. કંપની વધુ ઑઇલ ઍન્ડ ગૅસ ઍસેટ્સ ખરીદે એવું પણ દેવેન ચોકસીનું માનવું છે. સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન્સ) અને કૅગ (કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ)ની તપાસની રિલાયન્સ પર કેવી અસર પડે એ વિશે તેમણે જણાવ્યું હતું કે કંપનીના હાથ પર હમણાં ૬૧,૦૦૦ કરોડથી ૬૨,૦૦૦ કરોડ રૂપિયા છે અને વર્ષના અંતે શૅરદીઠ આવી કૅશનું પ્રમાણ ૨૫૦થી ૨૭૫ રૂપિયા થઈ શકે છે એ સ્ટ્રૉન્ગ પૉઇન્ટ અને ફન્ડામેન્ટલ્સને વધુ મહત્વ આપવું જોઈએ.

એસપી તુલસિયાનના મતે વ્યાજખર્ચનો વધારો ચિંતાનો વિષય

sptulsian.comના એસ. પી. તુલસિયાનનું માનવું છે કે વ્યાજખર્ચનો વધારો ચિંતાનો વિષય છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ઇન્ટરેસ્ટ ખર્ચ ૬૬૦ કરોડ થયું છે જે પુરોગામી ક્વૉર્ટરમાં ૫૫૦ કરોડ રૂપિયા હતું. તેમના મતે આવતા ક્વૉર્ટરમાં કંપની સામે રેગ્યુલેટરી ઍક્શન શૅરના ભાવ પર મોટો ઓવરહૅન્ગ હશે.

પ્રથમ છ માસની કામગીરીનું ચિત્ર કેવું?

ટર્નઓવરમાં ૨૦૧૦માં પ્રથમાર્ધની સરખામણીએ ૩૬ ટકાનો વધારો થતાં ૧,૬૪,૪૭૯ કરોડ રૂપિયા.

નિકાસ ૫૨.૨ ટકા વધી ૧,૦૧,૮૭૨ કરોડ.

ડેપ્રિસિયેશન (ઘસારો), ઇન્ટરેસ્ટ અને ટૅક્સ પહેલાંનો નફો ૯ ટકા વધી ૨૧,૯૫૦ કરોડ.

પીબીટી (પ્રૉફિટ બિફોર ટૅક્સ) ૧૯.૬ ટકા વધી ૧૪,૫૮૧ કરોડ રૂપિયા.

કૅશ પ્રૉફિટ ૪.૬ ટકા વધી ૧૭,૮૨૮ કરોડ.

નેટ પ્રૉફિટ ૧૬.૩ ટકા વધી ૧૧,૩૬૪ કરોડ.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2011 07:44 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK