Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Reliance Jio આપે છે 251માં 2GB ડેઇલી ડેટા

Reliance Jio આપે છે 251માં 2GB ડેઇલી ડેટા

04 February, 2020 04:39 PM IST | Mumbai Desk

Reliance Jio આપે છે 251માં 2GB ડેઇલી ડેટા

Reliance Jio આપે છે 251માં 2GB ડેઇલી ડેટા


ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીમાં ચાલતી કોમ્પિટીશનને જોતાં ટેલિકૉમ કંપનીઓ પોતાના પ્લાન્સની કિંમતમાં ઘટાડો કરી રહી છે. સાથે જ કેટલાક નવા પ્લાન માર્કેટમાં લૉન્ચ કરી રહી છે. એવામાં યૂઝર્સ માટે એક બેસ્ટ પ્લાનની પસંદગી કરવી મુશ્કેલ થઈ શકે છે. જો તમે રિલાયન્સ જીઓ યૂઝર્સ છો અને ડેલી ડેટા યૂઝ માટે એક સારો પ્લાન ખરીદવા માગો છો તો 251 રૂપિયાવાળા પ્લાનમાં તમને ઘણાં બધાં બેનિફિટ્સ પ્રાપ્ત થશે.

રિલાયન્સ જિયોના 251 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનની વાત કરીએ તો આ પ્લાન ખાસ કરીને એવા યૂઝર્સ માટે બનાવવામાં આવ્યો છે જે ડેલી ડેટા માટે ઓછી કિંમતનો પ્લાન ખરીદવા માગે છે. આ પ્લાનની વેલિડિટી 51 દિવસની છે અને આને જિયો ક્રિકેટ પેકનું નામ આપવામાં આવ્યું છે.



રિલાયન્સ જિયોના 251 રૂપિયાવાળા પ્લાનના બેનિફિટ્સ
રિલાયન્સ જિયોના જિયો ક્રિકેટ પ્લાનના બેનિફિટ્સ પર નજર નાંખીએ તો આમાં તમને 2 જીબી ડેઇલી ડેટાની સુવિધા મળશે. જો કે, આ ફક્ત એક ડેટા પ્લાન જ છે તેથી યૂઝર્સને કૉલિંગ કે એસએમએસની કોઇ સુવિધા નથી આપવામાં આવી રહી. એટલે કે આનો ઉપયોગ ફક્ત તમે ડેટા વાપરવા માટે જ કરી શકો છો. Jio Cricketને ખાસ તો ક્રિકેટ પ્રેમીઓને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. આ એક ક્રિકેટ ડેટા પૅક છે. તેનો ઉપયોગ યૂઝર્સ ક્રિકેટ મેચ જોવા માટે 2 જીબી ડેલી ડેટા આપવામાં આવે છે અને ક્રિકેટ જોતી વખતે તમને ડેટા પૂરું થવાની મુશ્કેલી નહીં થાય.


આ પણ વાંચો : happy birthday Urmila matondkar: જુઓ અભિનેત્રીની કેન્ડિડ અને કૂલ તસવીરો...

જણાવીએ કે રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સની સુવિધા માટે જિયો કેશબેક 2020 ઑફર્સની જાહેરાત કરી હતી. આ ઑફર હેઠળ યૂઝર્સને ડિજિટલ પેમેન્ટ દ્વારા પોતાનો મોબાઇલ નંબર રિચાર્જ કરાવવા પર 2,020 સુધીનું કેશબૅક ઑફરમાં આપવામાં આવી રહ્યું છે. પણ આ ઑફરનો લાભ ફક્ત ડિજિટલ પેમેન્ટ પર જ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2020 04:39 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK