Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોણાત્રણ વર્ષના તળિયે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોણાત્રણ વર્ષના તળિયે

30 December, 2011 02:59 AM IST |

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોણાત્રણ વર્ષના તળિયે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોણાત્રણ વર્ષના તળિયે




(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

વૈશ્ચિક બજારો સુસ્તીમાં પણ એકંદર ટકેલાં છે. એનાથી વિપરીત ઘરઆંગણે શૅરબજારમાં ઘટાડાની હૅટ-ટ્રિક નોંધાઈ છે. સેન્સેક્સ ગઆ કાલે ૧૮૪ પૉઇન્ટની ખરાબીમાં ૧૫,૫૪૪ની નીચે બંધ આવ્યો હતો. નિફ્ટીએ ૫૯ પૉઇન્ટના ઘટાડે ૪૬૪૬નો બંધ આપી એફ ઍન્ડ ઓમાં ડિસેમ્બર વલણને વિદાય આપી છે. છેલ્લા ત્રણ દિવસથી મંદીના ખેલાડીઓની જે સરસાઈ રહી છે એ જોતાં બજારમાં હાલપૂરતી મોટી રિલીફ રૅલીની આશા હવે વધુ પડતી જણાય છે. મોટા ભાગે નવા તગડા બાઉન્સબૅક પહેલાં તો બજાર નવી નીચી બૉટમ ભણી ગતિમાન બને એવી સંભાવના વધારે છે, જેમાં સેન્સેક્સ ૧૫,૦૦૦ તથા નિફ્ટી ૪૫૦૦ના મહત્વનાં લેવલ બેશક તોડશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૭૦૯ રૂપિયાની બૉટમ દેખાડી એ ઘણું સૂચક છે. ૨૪ માર્ચ ૨૦૦૯ પછીનો આ સૌથી નીચો ભાવ બજારના રહ્યાસહ્યા મૉરલને ખરડવાનું મોટું નિમિત્ત બનવાની આશંકા છે. જાણકારો આ કાઉન્ટરમાં વધ-ઘટે ૬૫૦ રૂપિયાનો ભાવ લાવ્યા છે.

ઉધારપાસું નમતું ને નમતું

સેન્સેક્સના ૩૦માંથી ૨૪ શૅર તથા માર્કેટના ૨૧માંથી ૧૮ બેન્ચમાર્ક નેગેટિવ ઝોનમાં બંધ રહ્યા હતા. માર્કેટ બ્રેડ્થમાં ખરાબી જળવાઈ રહેતાં વધેલા ૧૧૭૮ શૅરની સામે ઘટેલા શૅરની સંખ્યા ૧૪૯૫ હતી. એ ગ્રુપની ૭૦ ટકાથી વધુ જાતો નરમ હતી. ૧૯૪ શૅર ઉપલી સર્કિટે બંધ હતા તો ૧૮૬ સ્ક્રિપ્સમાં નીચલી સર્કિટ લાગેલી હતી. માર્કેટ કૅપ ૪૦,૦૦૦ કરોડ રૂપિયા ઘટીને હવે ૫૩.૪૮ લાખ કરોડ રૂપિયાએ આવી ગયું છે. સેન્સેક્સના ૧.૨ ટકાની સામે ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક ૨.૬ ટકા ડાઉન હતો. કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૨.૪ ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૬ ટકા અને પાવર બેન્ચમાર્ક ૧.૩ ટકા ઘટીને બંધ હતા. શોભા ડેવલપર્સ ૩૦ ગણા વૉલ્યુમમાં ૩.૮ ટકા વધી ૧૯૬ રૂપિયા, ફૉર્ટિસ હેલ્થકૅર ૨૧ ગણા વૉલ્યુમે સવા પાંચ-છ ટકા ઘટી ૮૪ રૂપિયા તથા પીએલ ઇન્ફોટેક આઠ ગણા વૉલ્યુમે પાંચ ટકા ગગડી ૧૧૬ રૂપિયાની નીચે બંધ હતા. સેન્સેક્સ ઉપરમાં ૧૫,૭૨૪ તથા નીચામાં ૧૫,૫૧૫ થયો હતો. એ ગ્રુપમાં ફ્લુરોકેમ ૬.૨ ટકાના ઘટાડે ત્રીજા ક્રમનો ટૉપ લૂઝર હતો. ઇન્ડિયાબુલ્સ રિયલ્ટી ૫.૫ ટકા અને વૉલ્ટાસ ૫.૩ ટકા ગગડ્યા હતા. સુઝલોન એનર્જી સાડાસાત ટકા ડાઉન હતો. એ ગ્રુપમાં મારુતિ સુઝુકી ચાર ટકા, ભેલ ૩.૬ ટકા અને રિલાયન્સ ૩.૫ ટકા નરમ હતા. ઍવરેજિંગના ધોરણે બંધ બજારે ૭૦૯ રૂપિયા બંધ રહેલો રિલાયન્સ છેલ્લે ૭૧૨ રૂપિયા બંધ આવ્યો હતો.

અંબાણીઓના શૅરોમાં વસવસો

ધીરુભાઈ અંબાણીના જન્મદિવસે ચોરવાડમાં વિશિષ્ટ કાર્યક્રમથી અબંાણી-બંધુ વચ્ચેની રી-યુનિફિકેશનને લઈ બજારને ઘણી મોટી આશા જાગી હતી. જોકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અંબાણીઓ તરફથી કોઈ મહત્વની જાહેરાત આવી નથી. આના વસવસા પાછળ અંબાણીઓના શૅર પ્રેશરમાં આવ્યા છે. ગઈ કાલે અનિલ ગ્રપની આર. કૉમ પાંચ ટકા ગગડીને ૬૮ રૂપિયા, રિલાયન્સ કૅપિટલ ચાર ટકા તૂટી ૨૩૭ રૂપિયા, રિલાયન્સ ઇન્ફ્રા ૪.૨ ટકાના ધોવાણમાં ૪૩૪ રૂપિયા બંધ હતી. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ૩.૮ ટકાના ઘટાડે ૨૯૬ રૂપિયા થઈ હતી તો હેવીવેઇટ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ચાર ટકા ખરડાઈ ૭૦૯ રૂપિયા બંધ હતો, જે વર્ષની બૉટમ કહી શકાય.

સેબીના સપાટાથી ૭ શૅર તૂટ્યા


સેબી તરફથી આઇપીઓમાં લિસ્ટિંગના દિવસે ભાવ ઉછાળવા કે પ્રાઇસ મૅનિપ્યુલેશનની રમત સામે લાલ આંખ કરવામાં આવી છે. એના ભાગરૂપે તાજેતરમાં લિસ્ટેડ થયેલા સાત આઇપીઓના પ્રમોટર્સ, ડિરેક્ટર્સ, મર્ચન્ટ બૅન્કર્સ તથા અન્ય લાગતાવળગતાઓ સામે શૅરબજાર/મૂડીબજારમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ યા કામકાજ કરવાની મનાઈ ફરમાવાઈ છે, જે નવી નોટિસ ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે. આના કારણે સપાટે ચડેલી સંબંધિત સાત કંપનીઓના શૅરમાં મોટાં ગાબડાં પડ્યાં હતાં. પીજી ઇલેક્ટ્રૉ પ્લાન્ટનો શૅર ૧૯૧ રૂપિયાના આગલા બંધ સામે ૨૦ ટકાની નીચલી સર્કિટે ૧૫૨ રૂપિયા બંધ હતો, તો વન લાઇફ કૅપિટલ પણ ૨૦ ટકાના કડાકામાં ૧૯૪ રૂપિયા બોલાયો હતો. ભારતીય ગ્લોબલમાં ૧૦ ટકાની નીચલી સર્કિટે ૮.૪૭ રૂપિયા, બ્રુક્સ લૅબમાં ૧૩.૩૦ રૂપિયા, આરડીબી રસાયણમાં પાંચ ટકાની નીચલી સર્કિટે ૮.૮૪ રૂપિયા, તેજડિયા પૉલિપાઇપ્સ તથા ટેકશીલ પણ સેલર્સ સર્કિટમાં હતા. આ ઉપરાંત સમગ્ર આઇપીઓ ઇન્ડેક્સમાં સેબીના પગલાની ધાક દેખાતી હતી. આ ઇન્ડેક્સના ૭૨માંથી પંચાવન શૅર ડાઉન હતા.

અદાણી પાવર સતત ખરાબીમાં

અદાણી પાવર નવા તળિયાની શોધમાં લગભગ રોજેરોજ નવી ઑલટાઇમ લો બનાવી રહ્યો છે. ગઈ કાલે એમાં ૫૯ રૂપિયાની નવી બૉટમ દેખાઈ હતી. વર્ષ પૂર્વેનો ભાવ ઊંચામાં ૧૩૨ રૂપિયા હતો. આ ધોરણે એમાં હાલ ૬૦ ટકા મૂડી સાફ થઈ ગઈ છે એમ કહીએ તો ખોટું નથી. ઇન્ડિયાબુલ્સ પાવર, જેએસડબ્લ્યુ એનર્જી, ઇન્ડો સોલર, ઓરિયેન્ટ ગ્રીન પાવર, ઇન્ડોવિન્ડ એનર્જી, એનએચપીસી જેવા પાવર સેક્ટરના અન્ય શૅરો પણ એકધારા ઘસાતાં રોજેરોજ ઑલટાઇમ બૉટમ બતાવી રહ્યા છે. બીએસઈ ખાતે ભાવની રીતે ગુરુવારે આ ઉપરાંત રેલિગેર ટેક્નો, ઑનમોબાઇલ ગ્લોબલ, ઍલેમ્બિક ફાર્મા, જયમોર શુગર, સેવનસીઝ ટેક્નો, બેડમૂથા ઇન્ડસ્ટ્રીઝ, ઝી લર્ન, એ ટુ ઝેડ મેઇન્ટેનન્સ, સુડાર ગાર્મેન્ટ્સ, સંઘવી ફૉર્જિંગ્સ, યુનાઇટેડ બૅન્ક, ટેક્સ્મો પાઇપ્સ, આઇએલ ઍન્ડ એફએસ ટ્રાન્સર્પોટેશન, કરીઅર પૉઇન્ટ, જીએસએસ ઇન્ફોટેક, રોમન ટારમેટ, હિલ્ટન મેટલ્સ, ટીવી-૧૮ બ્રોડકાસ્ટ, ઇન્ડોટેક ટ્રાન્સફૉર્મર્સ, સ્ટોરવન, પ્રીતિશ નંદી કમ્યુનિકેશન્સ જેવાં અન્ય જાણીતાં કાઉન્ટર પણ ઑલટાઇમ લો થયાં હતાં.

વિશ્વબજારો સુસ્તીમાં


વિશ્વબજારો ક્રિસમસને લઈ પાંખાં કામકાજે સુસ્તીના માહોલમાં છે. એશિયા ખાતે મિશ્ર ટ્રેન્ડ હતો. ઇન્ડોનેશિયન માર્કેટ એક ટકો અપ હતું. ચાઇના, સાઉથ કોરિયા અને તાઇવાનીઝ શૅરબજારો નહીંવત્ વધીને બંધ હતાં. સામે હૉન્ગકૉન્ગનો હૅન્ગસેંગ ૦.૭ ટકા અને થાઇલૅન્ડનો સેટ ઇન્ડેક્સ ૦.૫ ટકા જેવા નરમ હતા. જૅપનીઝ નિક્કી નહીંવત્ ડાઉન હતો. સિંગાપોર માર્કેટ જૈસે થે હતું. યુરોપ એકદમ સાંકડી રેન્જમાં સુસ્ત મુકાતાં હતાં. આવી જ હાલત ડાઉ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સની હતી. મજબૂત ડૉલરના કારણે ન્યુ યૉર્ક બજાર ખાતે ક્રૂડ છેલ્લા છ દિવસ બાદ પ્રથમ વાર નરમ બંધ આવ્યું હતું. સોનામાં ટ્રોય ઔંસદીઠ (૩૧.૧૦ ગ્રામ) ૧૫૪૩ ડૉલરની ત્રણ મહિનાની નીચી સપાટી બની હતી.

એફઆઇઆઇની ચોખ્ખી વેચવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૧૫૦૪.૫૦ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૫૨૦.૩૨ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૧૦૧૫.૮૧ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૯૯૬.૮૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૬૭૩.૭૯ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૩૨૩.૦૭ કરોડ રૂપિયા રહી હતી.

ઇન્ફોસિસનું રિઝલ્ટ

ઇન્ફોસિસ લિમિટેડ ડિસેમ્બર ૨૦૧૧માં પૂરા થનારા થર્ડ ક્વૉર્ટર અને નવ મહિનાના સમયગાળાનાં નાણાકીય પરિણામોની જાહેરાત ૧૨ જાન્યુઆરીએ કરશે

 


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2011 02:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK