મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ઈ-કોમર્સ કંપનીને ટક્કર દેવા માટે તૈયાર

Published: Oct 31, 2019, 21:00 IST | Mumbai

છેલ્લા ઘણા સમયથી સંભળાઇ રહ્યું હતું કે મુકેશ અંબાણી વિશ્વની જાણીતી ઈ-કોમર્સ કંપનીને ટક્કર આપવા માટે તૈયારી કરી રહ્યા છે. ત્યારે આ અંગે મળી રહેલ સમાચાર પ્રમાણે મુકેશ અંબાણી 2,400 કરોડ ડોલરની ડિજિટલ હોલ્ડિંગ કંપની શરૂ કરવા જઈ રહ્યાં છે.

મુકેશ અંબાણી
મુકેશ અંબાણી

Mumbai : છેલ્લા ઘણા સમયથી સંભળાઇ રહ્યું હતું કે મુકેશ અંબાણી વિશ્વની જાણીતી ઈ-કોમર્સ કંપનીને ટક્કર આપવા માટે તૈયારી કરી રહ્યા છે. ત્યારે આ અંગે મળી રહેલ સમાચાર પ્રમાણે મુકેશ અંબાણી 2,400 કરોડ ડોલરની ડિજિટલ હોલ્ડિંગ કંપની શરૂ કરવા જઈ રહ્યાં છે. તે દેશમાં ઈન્ટરનેટ શોપિંગના ક્ષેત્રમાં તેનો રસ્તો બનાવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના બોર્ડે પુર્ણ સ્વામિત્વ વાળી આ સહાયક કંપનીમાં 1,500 કરોડ ડોલર(આશરે 1.08 લાખ કરોડ રૂપિયા) ના રોકાણને મંજૂરી આપી છે. આ સબસિડિયરી રિલાયન્સ સમુહની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમમાં રોકાણ કરશે.


25 ઓક્ટોબરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરે ઓલ ટાઇમ હાઇ કર્યો હતો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરે 25 ઓક્ટોબર શુક્રવારના દિવસે કારોબારમાં 1445.75 રૂપિયાના સ્તરે પહોંચ્યો. તે તેનો અત્યાર સુધીનો ઓલ ટાઈમ હાઈ છે. યોજનાના જણાવ્યા મુજબ આ સબસિડિયરીથી જિયોમાં ફન્ડનું ટ્રાન્સફર ઘણાં તબક્કાઓમાં થશે. તેનાથી માર્ચ 2020 સુધીમાં જિયો સંપૂર્ણ રીતે દેવા મક્ત થશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક નિવેદન આપીને આ માહિતી આપી હતી. જિયો પર હાલ લગભગ 84,000 કરોડનું દેવું છે.


રિલાયન્સ આવી રીતે કરશે રોકાણ
મળી રહેલ માહિતી પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ્સ લિમિટેડ અને આલ્ફાબેટ ઈન્કની જેમ હોલ્ડિંગ કંપનીમાં ઓપ્શનલી કન્વર્ટિબલ પ્રેફરેન્સ શેર દ્વારા રોકાણ કરશે. આ હોલ્ડિંગ કંપની પેરેન્ટ કંપની દ્વારા જિયોમાં કરવામાં આવેલા 65,000 કરોડ રૂપિયાના ઈક્વિટી રોકાણનું અધિગ્રહણ કરશે. આ ઈક્વિટી લાગ્યા બાદ રિલાયન્સ જિયો તેના 1.08 લાખ કરોડ રૂપિયાની દેવાદારી હોલ્ડિંગ કંપનીને ટ્રાન્સફર કરશે. તેનાથી જિયો સ્પેક્ટ્રમ સબંધી દેવાદારી છોડીને લગભગ દેવાથી મુક્ત થઈ જશે. નવી સબસિડિયરી બનવાથી રિલાયન્સના તમામ ડિજિટલ કારોબાર અને એપ એક કંપની અંતર્ગત આવશે. તેમાં માય જિયો, જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ન્યુઝ અને જિયો સાવન જેવી એપ સામેલ છે.

આ પણ જુઓ : રાધિકા મર્ચન્ટ નીતા અને મુકેશ અંબાણી સાથે વરલીના NBA ગેમ્સમાં જોવા મળ્યા

ડેટા-ડિજિટલ સર્વિસિસ ભવિષ્યમાં રિલાયન્સના ગ્રોથનું કેન્દ્ર હશે
રિલાયન્સ હાલ 9.09 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપની સાથે દેશની સૌથી મુલ્યવાન કંપની છે. આ આઈલથી લઈને પેટ્રોકેમિકલના કારોબારમાં સક્રિય છે. જોેકે તાજા પગલાથી સંકેત મળે છે છે કે ડેટા અને ડિજિટલ સર્વિસિસ ભવિષ્યમાં રિલાયન્સ સમુહના ગ્રોથનું મુખ્ય માધ્યમ બનશે. કંપની એમેઝોન ડોટ ઈન અને વાલમાર્ટના સ્વામિત્વ વાળા ફ્લિપકાર્ટ ડોટ કોમની જેમ ઓનલાઈન પ્લેટફોર્મ ઉભું કરશે. મુકેશ અંબાણીએ ઓગસ્ટમાં શેરધારકોને કહ્યું હતું કે રિટેલ સહિત નવા કારોબાર હાલ રિલાયન્સ સમુહની કમાણીમાં 32 ટકા યોગદાન કરી રહ્યાં છે. અગામી થોડા વર્ષમાં 50 ટકા યોગદાન કરશે.


ડિજિટલ પ્લેફોર્મ રોકાણ માટે આકર્ષક હશેઃ મોર્ગન સ્ટેનલી
એનાલિસ્ટોના જણાવ્યા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આ પહેલથી ડિજિટલ પ્લેટફોર્મ સંભવિત રોકાણકારો માટે આકર્ષક બનશે. મોર્ગન સ્ટેનલીએ એક રિપોર્ટમાં કહ્યું છે કે રિલાયન્સ ટેલીકોમ/ડિજિટલ બિઝનેસનું રિસ્ટ્રકચરિંગથી એસેટ મોનેટાઈઝેશન અને દેવું ઘટવા પર ફોકસ વધ્યો છે. જોકે કન્સોલિડેટેડ દેવામાં કોઈ ફેરફાર થશે નહિ.

આ પણ જુઓ : ઈશા-આકાશ-અનંતથી અનમોલ-અંશુલ સુધીઃ મળો અંબાણી પરિવાની નવી પેઢીને

અધિગ્રહણ-હિસ્સેદારી દ્વારા પાર્ટનર્સને જોડી રહ્યું છે રિલાયન્સ
નવું હોલ્ડિંગ કંપની શરૂ કરવાની સાથે અંબાણી નવી કારોબાર માટે આઈપીઓ લાવવાની પણ તૈયારી કરી રહ્યું છે. આ પ્રક્રિયા પાંચ વર્ષની અંદર પુરી કરવામાં આવશે. રિલાયન્સે 5 સપ્ટેમ્બર 2016થી જિયાના 4જી નેટવર્કની શરૂઆત કરી હતી. તે 34.8 કરોડ ગ્રાહકોની સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. રિલાયન્સ ઈ-કોમર્સ સેગમેન્ટમાં તેનો દબદબો બનાવવા માટે અધિગ્રહણ અને હિસ્સેદારી ખરીદીને પાર્ટનર્સને પોતાના નેટવર્ક સાથે જોડી રહી છે. ડિજિટલ ઈકોસિસ્ટમમાં કારોબારી શકયતાઓને જોઈને સ્ટ્રેટેજિક પાર્ટનર્સ રિલાયન્સની સાથે જોડાવવામાં રુચી બતાવી રહ્યાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK