ટાટા ટ્રસ્ટની 6 સંસ્થાઓનું રજિસ્ટ્રેશન થયું રદ, આવકવેરા વિભાગે આપ્યા આદેશ

Published: Nov 02, 2019, 12:52 IST | મુંબઈ

આવકવેરા વિભાગે ટાટા ટ્રસ્ટની 6 સંસ્થાઓનું રજિસ્ટ્રેશન કેન્સલ કર્યું છે. જાણો આખરે આવું કેમ થયું છે.

આવકવેરા વિભાગ
આવકવેરા વિભાગ

આવકવેરા વિભાગે ટાટા ટ્રસ્ટ અંતર્ગત ચાલતી છ સંસ્થાઓનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે. જેમાં જમશેદજી ટાટા, જેઆરડી ટાટા અને ટાટા એજ્યુકેનશ ટ્રસ્ટના નામ સામેલ છે. આ સંસ્થાઓએ વર્ષ 2015માં જ પોતાનું રજિસ્ટ્રેશન ખતમ કરવાનું અને કોઈ પણ પ્રકારની આવકવેરમાં છૂટનો દાવો ન કરવાનો નિર્ણય લીધો હતો. આવકવેરા વિભાગના મુંબઈમાં આવેલા કાર્યાલયે આ રજિસ્ટ્રેશનને રદ કરવાનો આદેશ આપ્યો.

એક નિવેદનમાં ટાટા ટ્રસ્ટે કહ્યું કે રજિસ્ટ્રેશન પાછું સેવાની કાયદાએ આપેલી સુવિધાનો ઉપયોગ ટ્રસ્ટના સર્વોત્તમ હિત માટે કરવામાં આવ્યો. આ નિર્ણયથી આ સંસ્ખાઓ ટ્રસ્ટની સામે ઉપલબ્ધ સંસાધનોને પરોપકારના કામમાં પુરી રીતે ઉપયોગ કરવા માટે સક્ષમ થશે. પરંતુ ટાટા ટ્રસ્ટે કહ્યું કે તેમના ભૂતકાળા નિર્ણયનું ધ્યાન રાખતા વિભાગ વર્ષ 2015થી જ રજિસ્ટ્રેશન કેન્સલ કરાવશે. ટ્રસ્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આવકવેરા વિભાગે તેમને ટેક્સ સંબંધી કોઈ નોટિસ નથી મોકલી.

આ પણ જુઓઃ હાર્દિક પંડ્યા અને નતાશાએ માણી ડિનર ડેટ, જુઓ તસવીરો

ટાટા ટ્રસ્ટે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે રજિસ્ટ્રેનશ રદ્દ કરવાનો નિર્ણય પરમાર્થના કાર્યોમાં ઉપલબ્ધ સંસાધનોને નજરમાં રાખીને લેવામાં આવ્યો છે. આવકવેરા વિભાગના પ્રધાન આયુક્તના કાર્યાલયના નિવેદન અનુસાર, તેના ગુરૂવારના આદેશ પર આ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK