Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > RBI ઋણગ્રસ્ત અસ્ક્યામતોના ઉકેલ માટેનું સુધારેલું માળખું જાહેર કરશે

RBI ઋણગ્રસ્ત અસ્ક્યામતોના ઉકેલ માટેનું સુધારેલું માળખું જાહેર કરશે

26 April, 2019 10:50 AM IST |

RBI ઋણગ્રસ્ત અસ્ક્યામતોના ઉકેલ માટેનું સુધારેલું માળખું જાહેર કરશે

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


ઋણગ્રસ્ત અસ્ક્યામતોના ઉકેલ માટેના માળખામાં સુધારા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા કામ કરી રહી છે જેમાં પ્રામાણિક બિઝનેસોને પડી રહેલી મુશ્કેલીઓને હળવી કરવાના પ્રયત્નોના ભાગરૂપે કરજદારોને તેમની દેણી રકમ ચૂકવવા માટે વધારાના 60 દિવસનો સમય આપવા સહિતની જોગવાઈને સામેલ કરવામાં આવશે એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. રિઝર્વ બૅન્કના 12 ફેબ્રુઆરી, 2018ના સર્ક્યુલરને સુપ્રીમ ર્કોટે રદ કર્યો એની પશ્ચાદ્ભૂમાં નવા નિયમો ઘડવામાં આવી રહ્યા છે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એમ સૂત્રોએ ઉમેર્યું હતું.

રિઝર્વ બૅન્કનાં ધોરણો પ્રમાણે 90 દિવસના વ્યાજની ચુકવણી ન કરાઈ હોય એવા ખાતાને નૉન-પર્ફોર્મિંગ ઍસેટ (એનપીએ) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. રિઝર્વ બૅન્કના 12 ફેબ્રુઆરી, 2018ના સર્ક્યુલરમાં બૅન્કોને જણાવવામાં આવ્યું હતું કે 180 દિવસમાં ઉકેલ ન આવે એવાં એનપીએ અકાઉન્ટ માટે નાદારીની પ્રક્રિયા શરૂ કરવી. આ એવા ખાતા માટે હતું જેમાં બાકી રકમ ઓછામાં ઓછી 2000 કરોડ રૂપિયા હતી.આ મહિનાના પ્રારંભે સુપ્રીમ ર્કોટે આ સર્ક્યુહરને રદ કર્યો હતો અને તેને કેન્દ્રીય બૅન્કની સત્તાની બહારનો ગણાવ્યો હતો.



 સાધનોએ જણાવ્યું કે ‘એનપીએ ફ્રેમવર્કની પુનર્રચના માટે વિવિધ વિકલ્પો વિચારાઈ રહ્યા છે. એક વિકલ્પ ઋણગ્રસ્ત અસ્ક્યામતો માટે રેઝૉલ્યુશન પ્રક્રિયા શરૂ કરવાની મુદત 90 દિવસની છે એમાં ચુકવણી માટે 30-60 દિવસનો અતિરિક્ત સમય આપવાનો છે.’પુન:ચુકવણી માટેનો અતિરિક્ત સમય આપવાથી માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસની મુશ્કેલીઓમાં ઘટાડો થશે. ગયા વર્ષે સરકારે ઊર્જા‍ક્ષેત્રના 34 ઋણગ્રસ્ત પ્રોજેક્ટ્સના પ્લાન્ટના મૂલ્યમાં ઘટાડો ન થાય એ માટે તેમને ચુકવણી માટે અતિરિક્ત 180 દિવસનો સમય આપવાની તરફેણ કરી હતી.


 

આ પણ વાંચો: ભારતી ઇન્ફ્રાટેલનો ત્રિમાસિક ચોખ્ખો નફો સહેજ વધીને 608 કરોડ થયો


 

આશરે 70 પાવર, ટેક્સ્ટાઇલ અને શિપિંગ કંપનીઓએ એક પિટિશન ફાઇલ કરી હતી એને પગલે સુપ્રીમ ર્કોટે રિઝર્વ બૅન્કના સક્યુર્લટરને રદ કર્યો હતો. ગયા વર્ષે સંસદમાં એનર્જી અંગેની સ્ટેન્ડિંગ કમિટીએ જે અહેવાલ રજૂ કર્યો હતો એમાં એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે નવી માર્ગદર્શિકા પ્રમાણે ફ્રેમવર્કને જોઈએ એ રીતનું સરળ અને તાલમેલયુક્ત બનાવાયું નથી. રેઝૉલ્યુશન પ્લાન્સની પુનર્રચનામાં ગંભીર અર્થ કે પગલાં જણાતાં નથી જેમાં રિઝર્વ બૅન્કની સમસ્યાને ઓળખવાની અને સમજવાની સમર્થતાના અભાવનું પ્રતિબિંબ પડે છે.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2019 10:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK