Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રતન ટાટા રોજ ઑફિસમાં મળે છે પોતાના આ 'મિત્ર'ને...

રતન ટાટા રોજ ઑફિસમાં મળે છે પોતાના આ 'મિત્ર'ને...

21 January, 2020 04:04 PM IST | Mumbai Desk

રતન ટાટા રોજ ઑફિસમાં મળે છે પોતાના આ 'મિત્ર'ને...

રતન ટાટા રોજ ઑફિસમાં મળે છે પોતાના આ 'મિત્ર'ને...


લગભગ બે મહિના પહેલા જ આ બિઝનેસમેન, ઇન્વેસ્ટર અને ફિલાન્થ્રોપિસ્ટ રતન ટાટાએ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યો છે. 81 વર્ષના ભારતીય બિઝનેસ ઇન્ડસ્ટ્રી હવે ઇન્ટરનેટની દુનિયામાં પણ આગળ વધી રહ્યા છે અને તેમનો દબદબો હવે ઇન્સ્ટાગ્રામ પર પણ તેમના ડૉગ સાથેની કૅન્ડિડ તસવીરો સાથે ફેલાઇ રહ્યો છે.

Tata Goa



મંગળવારે રતન ટાટાએ ઇન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ સરસ તસવીર શૅર કરી હતી જેણે લોકોના મન જીતી લીધા. રતન ટાટા ઑફિસ પહોંચતા તેમના ડૉગ્સ દ્વારા ખૂબ જ સરસ અને આકર્ષિત રીતે વેલકમ મળતું જોવા મળે છે. આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં રતન ટાટાએ કૅપ્શનમાં લખ્યું છે કે જે હું રોજ ઑફિસ આવીને જોઉં છું એ છે, મારો મિત્ર ગોવા...



આ શ્વાન જેનું નામ ગોવા છે તે બૉમ્બે હાઉસના ગ્લોબલ હાઉસ હેડક્વૉટર્સ ઑફ ટાટા ગ્રુપ ત્યાં જ રહે છે. રસપ્રદ છે કે વર્ષ 2018માં ટાટા ગ્રુપએ તેના હેડક્વૉટર્સને રિઓપન કરતી વખતે સ્ટ્રે ડૉગ્સના બેસવા માટે તેમજ રહેવા માટે એક ખાસ કેનલ બનાવી છે.

ઇકોનોમિક ટાઇમ્સની રિપોર્ટ્સ પ્રમાણે, ગોવા ત્યાનાં અન્ય કૂતરાઓનો લીડર છે અને બૉમ્બે હાઉસ તેમજ રતન ટાટાનો ફેવરિટ છે. ખબર છે કેમ? કારણ કે ગોવા દરરોજ સવારે રતન ટાટાના આવવાની રાહ જોતો હોય છે, એટલું જ નહીં, તે ઇલેવેટરમાં પણ તેમની સાથે જાય છે અને ગોવાની કાઉચ પર એક જગ્યા પણ છે જ્યાં તે ઑફિસની અંદર સૂઇ શકે...

તો આ ડૉગનું નામ ગોવા કેવી રીતે પડ્યું?
ગોવા એક ગલુડિયું હતો જ્યારે તેને ગોવાથી મુંબઇ લઇ આવવામાં આવ્યો. રસ્તા દરમિયાન, તે રતન ટાટાની કારમાં મુંબઇ આવ્યો. આ પહેલી વાર નથી જ્યારે રતન ટાટાએ પોતાનું પ્રાણીઓ ખાસ કરીને ડૉગ્સ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો હોય.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

નવેમ્બર 2019માં રતન ટાટાએ 9 મહિનાના ડૉગ માયરા વિશે પોસ્ટ મૂકી હતી. તે ડૉગની તસવીર શૅર કરતાં ટાટાએ હજારો ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને આ ડૉગને અપીલ કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

21 January, 2020 04:04 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK