Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Ratan Tataએ કર્યું 17 વર્ષમા છોકરાના સ્ટાર્ટઅપ બિઝનેસમાં રોકાણ

Ratan Tataએ કર્યું 17 વર્ષમા છોકરાના સ્ટાર્ટઅપ બિઝનેસમાં રોકાણ

08 May, 2020 05:42 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ratan Tataએ કર્યું 17 વર્ષમા છોકરાના સ્ટાર્ટઅપ બિઝનેસમાં રોકાણ

રતન તાતા

રતન તાતા


જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાએ ગુરુવારે બે વર્ષ જૂના અર્જુન દેશપાંડેના સ્ટાર્ટઅપ 'જેનરિક આધાર'માં ઇન્વેસ્ટ કર્યું છે. આના ફાઉન્ડર અર્જુન 17 વર્ષના છે. જો કે, તાતાએ આ બિઝનેસમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેની માહિતી નથી. 'જેનરિક આધાર'નું મુખ્ય કામ આ છે. કે મેન્યુફેક્ચર્સ પાસેથી દવા ખરીદીને રિટેલર્સને વેંચે છે. હાલ આ સમયમાં કંપનીનું રાજસ્વ લગભગ 6 કરોડ રૂપિયાનું છે અને આવતાં ત્રણ વર્ષોમાં આને 150-200 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેણે ફાર્માસિસ્ટ, આઇટી ઇન્જિનિયર અને માર્કેટિંગ પેશાવારો સહિત લગભગ 55 વ્યક્તિઓને નિયુક્ત કરવાનો દાવો કર્યો છે.

ગુરુવારે અર્જુનના પીઆર એજન્સીએ નિવેદન આપતાં જણાવ્યું કે ડીએવી પબ્લિક સ્કૂલ, થાણામા એક પૂર્વ વિદ્યાર્થીએ ગરીબો માટે સસ્તી દવા લાવવાના ઉદ્દેશ્યથી પોતાની ઉદ્યમશીલતાનો પ્રવાસ શરૂ કર્યો.



ઉલ્લેખનીય છે કે રતન તાતાએ ડિસેમ્બર 2012માં સમૂહમાંથી રિટાયરમેન્ટ બાદ અત્યાર સુદી ડઝનથી વધારે સ્ટાર્ટઅપ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તેમના બધાં ઇન્વેસ્ટમેન્ટ તેમની ઇન્વેસ્ટમેન્ટ કંપની આરએનટી એસોસિએટ્સ દ્વારા કરવામાં આવ્યા છે. તેમના ઇન્વેસ્ટમેન્ટ્સમાં ઓલા, પેટીએમ, સ્નેપડીલ, ક્યોરફિટ, અર્બન લેડર અને અવંતી ફાઇનાન્સ સામેલ છે.


દેશપાંડેએ ફ્રેંચાઇઝી આધારિત મૉડલ પર 1,000 ફાર્મેસિયો સાથે ભાગીદારી કરવા અને ગુજરાત, તામિલનાડુ, આંધ્ર, દિલ્હી, ગોવા અને રાજસ્થાન સુધી પોતાની પહોંચનો વિસ્તાર કરવાની યોજના ઘડી છે. 'જેનેરિક આધાર' અસંગઠિત ક્ષેત્રોને યોગ્ય ટેક્નિક, આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બ્રાન્ડિંગમાં સૌથી આગળ લાવવા માટે બધાંને મદદ કરશે.

હાલના સમયમાં આ ડાયાબિટીઝ અને હાઇ બ્લડપ્રેશરની દવાઓ પહોંચાડે છે, પણ ટૂંક સમયમાં જ આ બજારભાવ કરતા ઓછી કિમંતે કેન્સરની દવાઓ પણ પહોંચાડશે. આ કંપનીએ WHO-GMPના ચાર પ્રમાણિત નિર્માતાઓ સાથે ટાયઅપ કર્યું છે, જેમાં પાલઘર, અમદાવાદ, પોન્ડુચેરી અને નાગપુર છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2020 05:42 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK