રાકેશ ઝુનઝુનવાલાનો ર્પોટફોલિયો ગઈ કાલે ૧૦૧ કરોડ રૂપિયા વધ્યો

Published: 8th October, 2011 17:22 IST

પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ આંકડાઓ પર થોડી કસરત કરી તો જણાયું કે રાકેશ ઝુનઝુનવાલાનો ર્પોટફોલિયો ગઈ કાલે ૧૦૧.૬ કરોડ રૂપિયા વધીને ૪૦૬૯.૩૩ કરોડ રૂપિયાનો થયો હતો. આમાં કયા શૅરે સૌથી વધુ ઍપ્રીશિયેશન આપ્યું હશે એવો સવાલ મનમાં થાય તો આરઝેડના ટૂંકાક્ષરી નામથી પ્રખ્યાત આ ઇન્વેસ્ટરની ફેવરિટ આઇટમો - વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ, ક્રિસિલ અને પીપાવાવ શિપયાર્ડનાં નામ જીભે ચઢે.

 

(વીકલી વિશેષ - કનુ જે. દવે)

આ મલ્ટિપલ ચૉઇસમાંથી ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ ‘સહી જવાબ’ હોવાનું કમ્પુટરજીનું કહેવું છે. ૧૯૭.૧૦ રૂપિયાવાળો ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ આજે સવાપાંચ ટકા સુધરી ૨૦૭.૮૦ રૂપિયાના સ્તરે બંધ રહેતાં રાકેશ ઝુનઝુનવાલાનો ર્પોટફોલિયો ૯૨.૮૫ કરોડ રૂપિયા જેટલો તગડો થયો છે. કુલ ૪૦૬૯.૩૩ કરોડ રૂપિયાના મૂલ્યના તેમના ર્પોટફોલિયોમાં ટાઇટનમાંનું રોકાણ ૧૮૦૫.૯૪ કરોડ રૂપિયા છે, જે કુલ રોકાણના ૪૪.૩૭ ટકા ગણાય. આમ ટાઇટનના શૅરની વધઘટની અસર રાકેશ ઝુનઝુનવાલા અને તેમના ગ્રુપના ઇન્વેસ્ટમેન્ટ પર સૌથી વધુ થાય છે. ટાઇટનમાં તેમનું હોલ્ડિંગ ૯.૮ ટકા જેટલું છે.

એક દિવસમાં ૩.૪૯ કરોડ રૂપિયાનો ફાયદો કરી આપનાર પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં રાકેશ જૂથનું હોલ્ડિંગ ૮.૮ ટકા છે અને એનું ર્પોટફોલિયોમાં વજન ૨.૯ ટકા થાય છે.

કરુર વૈશ્ય બૅન્કે ર્પોટફોલિયોની વૅલ્યુ ૨.૬૩ કરોડ રૂપિયા જેટલી વધારી એમાં ૪.૭ ટકાનું એમનું હોલ્ડિંગ છે અને ર્પોટફોલિયો વેઇટેજ ૫.૯ ટકા જેટલું થાય છે. રાકેશ ઝુનઝુનવાલાને દૈનિક ૨.૪૯ ટકાની મૂલ્યવૃદ્ધિ આપનાર હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશનમાં આ જૂથનું હોલ્ડિંગ ૪ ટકા છે, પણ ર્પોટફોલિયોમાં વેઇટેજ ૧.૨ ટકાનું જ છે.

વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝે ૬.૦૭ કરોડ રૂપિયાની વૅલ્યુ ઍડ હતી. આ કંપનીમાં એમનું રોકાણ ૬.૪ ટકા છે અને ર્પોટફોલિયોમાં વેઇટેજ ૪ ટકાનું છે. એ જ રીતે ક્રિસિલે ૪.૬૮ કરોડ રૂપિયાનો ઉમેરો એમની ર્પોટફોલિયો વૅલ્યુમાં કર્યો હતો. ક્રિસિલમાં એમનું હોલ્ડિંગ ૭.૮ ટકા છે તો એમના ર્પોટફોલિયોમાં ક્રિસિલનું વજન ૧૦.૬૯ ટકા છે.

વેઇટેજના હિસાબે ટૉપ આઇટમ્સ કઈ?

રાકેશ ઝુનઝુનવાલાના ર્પોટફોલિયોમાં વેઇટેજના હિસાબે ટૉપ પર ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ ૪૪.૩૮ ટકા સાથે આવે છે. એ પછીના ક્રમે ૧૦.૬૯ કરોડ રૂપિયાના વેઇટેજ સાથે ક્રિસિલ આવે છે. લુપિન ૮.૮૫, એ ટુ ઝેડ મેઇન્ટેનન્સ ૬.૮૬ ટકા, કરુર વૈશ્ય બૅન્ક ૫.૭૪ ટકા, વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ ૩.૯૬ ટકા, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ૨.૮૪ ટકા અને એનસીસી બે ટકાનું વેઇટેજ એમના ર્પોટફોલિયોમાં ધરાવે છે. ઉપરાંત અન્ય બાવીસ આઇટમો પણ એમના ર્પોટફોલિયોમાં છે જેનું વજન ૨૨ ટકાથી ઓછું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK