રોજગારલક્ષી આર્થિક વિકાસ અને રાષ્ટ્રવાદ એ બન્ને એક સિક્કાની બે બાજુઓ : રઘુરામ રાજન

Apr 11, 2019, 11:03 IST

રિઝવર્‍ બૅન્ક ઑફ ઇન્ડિયા (ય્ગ્ત્)ના ભૂતપૂવર્‍ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે રોજગારલક્ષી આર્થિક વિકાસ અને રાષ્ટ્રવાદ બન્ને અલગ અલગ નથી, પરંતુ એક જ સિક્કાની બે બાજુઓ છે.

રોજગારલક્ષી આર્થિક વિકાસ અને રાષ્ટ્રવાદ એ બન્ને એક સિક્કાની બે બાજુઓ : રઘુરામ રાજન
રઘુરામ રાજન(ફાઈલ ફોટો)

રિઝવર્‍ બૅન્ક ઑફ ઇન્ડિયા (ય્ગ્ત્)ના ભૂતપૂવર્‍ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે રોજગારલક્ષી આર્થિક વિકાસ અને રાષ્ટ્રવાદ બન્ને અલગ અલગ નથી, પરંતુ એક જ સિક્કાની બે બાજુઓ છે. જો આગામી વર્ષોમાં મોટા પાયે રોજગારીનું સર્જન કરનારી આર્થિક વૃદ્ધિ નહીં થાય તો આપણે ઘણા મોરચે પછડાટ ખાવી પડશે. એક કન્સ્ટ્રક્શન ઉદ્યોગ એવો છે જે મોટા પ્રમાણમાં રોજગારી આપી શકે છે, એમ તેમણે અંગ્રેજી અખબારની વેબસાઇટ માટે લખેલા લેખમાં જણાવ્યું છે.

રોજગારસર્જન વિના કોઈ પણ દેશની રાષ્ટ્રીય સુરક્ષા સંભવ નથી

જો આપણે રોજગારલક્ષી વિકાસ નહીં કરી શકીએ તો આપણી પાસે સૈન્યના આધુનિકીકરણ માટેનાં સાધનો નહીં હોય. આપણી એટલી આર્થિક ક્ષમતા નહીં હોય કે દુનિયાના દેશોને આપણા પર હુમલો કરી ભાગેલા આતંકવાદીઓનું પ્રત્યાપર્ણ કરવા માટે રાજી કરી શકાય. દેશમાં રાજકીય ભૂકંપ સર્જા‍શે, કારણ કે બેરોજગાર યુવાનો તેમનો ગુસ્સો બહાર કાઢશે. રોજગારસર્જન વિના કોઈ પણ દેશની રાષ્ટ્રીય સુરક્ષા સંભવ નથી.

બાંધકામ ક્ષેત્ર મોટા પાયે રોજગારી પૂરી પાડી શકે છે

રાજને તેમના લેખમાં કહ્યું કે રોજગાર સર્જવા માટે વિકાસદર વધારવો પડશે એ નિ:સંદેહ છે. રોજગાર આપનારાં ક્ષેત્રોમાં વિકાસ વધારવો પડશે. એ માટે નવી પેઢીના સુધારા કરવા જોઈશે, કારણ કે પુરાણી પદ્ધતિ હવે નકામી થઈ ગઈ છે. એકમાત્ર બાંધકામ ક્ષેત્ર એવું છે જે મોટા પાયે રોજગારી પૂરી પાડી શકે છે. સસ્તાં ઘર, સડકો, રેલવે, બંદરો, વિમાનમથકો અને કમર્શિયલ રિયલ એસ્ટેટના નર્મિાણથી મોટી અર્ધકુશળ વસ્તીને નોકરીઓ મળી શકે છે, પરંતુ જમીન સંપાદન કરવાની જટિલ પ્રક્રિયા અને મર્યાદિત ધિરાણને કારણે આ ક્ષેત્રની ગતિ અપેક્ષા મુજબની રહી નથી. નવી સરકારે આ ખામી સુધારવી પડશે અને જમીનમાલિકીના હક સંબંધિત કાનૂનો બદલવા પડશે. એનાથી જમીનના વેચાણ ઉપરાંત જમીનને લીઝ પર આપવાની પ્રક્રિયા પણ સરળ બનશે. એને પગલે કેટલાય નાના ખેડૂતો ખેતી છોડીને પોતાની જમીન લીઝ પર આપી બદલામાં ભાડું કમાઈ શકે છે.

રાજને એવી સલાહ પણ આપી છે કે ઇઝ ઑફ ડુઇંગના વિશ્વ બૅન્કના માપદંડોનો પીછો કરવાને બદલે આપણી પોતાની આવશ્યકતા આધારિત માપદંડો તૈયાર કરવા જોઈએ, કારણ કે વિfવ બૅન્કના માપદંડોનો આધાર મુંબઈ અને દિલ્હીના અમુક પસંદગીના જ સંકેતો હોય છે.

ખાનગી ક્ષેત્રે પણ સુધારાની જરૂર

રાજને ખાનગી ક્ષેત્રોમાં પણ સુધારાની જરૂર હોવાનું કહ્યું છે. બૅન્કો કન્સ્ટ્રક્શન સેક્ટરની કંપનીઓને લોન આપવામાં સંકોચ કરે છે. ફાઇનૅન્સ કંપનીઓએ એ કમી પૂરી કરી છે, પરંતુ તેઓ ખુદ હવે મુશ્કેલીમાં છે એટલે કન્સ્ટ્રક્શન કંપનીઓએ પણ સુધરવું પડશે અને તેમ કરવાથી બૅન્કોનું ધિરાણ મળવાને પગલે કાળાં નાણાં પરની તેમની નર્ભિરતા સમાપ્ત થઈ જશે. આ જ જાતના સુધારા અન્ય કેટલાંય ક્ષેત્રોમાં કરવાની જરૂર છે. નવી સરકારે ભૂતકાળમાંથી બોધપાઠ લેવો જોઈશે. મોટા પાયે સુધારા કરવા પડશે. એમાં રાજ્યોનો સહયોગ જરૂરી બનશે.

આ પણ વાંચોઃ વૈશ્વિક વૃદ્ધિદર વિશે ત્પ્જ્ની ચિંતા: અંદાજ ઘટાડીને ૩.૩ ટકા કરાયો

બજેટ પર વધુ બોજ આવવો જોઈએ નહીં

વધુમાં રાજને કહ્યું છે કે આપણે સંસાધનોની કમીને ધ્યાનમાં રાખવી જોઈશે. સરકારે કલ્યાણ યોજનાઓ પણ તાર્કિક બનાવવી જોઈશે, જેથી બજેટ પર બહુ બોજ ન આવે. સતત વિકાસનો કોઈ પણ માર્ગ સામાજિક શાંતિમાંથી જતો હોય છે. કોઈ પક્ષ જો એક મોટી સંખ્યાના નાગરિકોને નજરઅંદાજ કરે છે તો એ નિશ્ચિત થઈ જાય છે કે આપણે વિકાસ પણ નહીં કરી શકીએ અને રાષ્ટ્રીય સુરક્ષા પણ મજબૂત નહીં બનાવી શકીએ. ચૂંટણીઓ માથે છે ત્યારે આપણે સતત રોજગારી સર્જન સાથેનો આર્થિક વિકાસ કરવો જોઈએ.

Tags

news
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK