Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આઇટીમાં પ્રૉફિટ-ટેકિંગથી સુધારાને બ્રેક લાગી

આઇટીમાં પ્રૉફિટ-ટેકિંગથી સુધારાને બ્રેક લાગી

12 October, 2011 07:34 PM IST |

આઇટીમાં પ્રૉફિટ-ટેકિંગથી સુધારાને બ્રેક લાગી

આઇટીમાં પ્રૉફિટ-ટેકિંગથી સુધારાને બ્રેક લાગી




(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)


નીચામાં ૧૬,૫૧૦ની બૉટમ એમાં બની હતી. સેન્સેક્સના ૩૦માંથી ૧૬ શૅર તથા  બજારના ૨૧માંથી ૧૪ બેન્ચમાર્ક પ્લસમાં હતા. માર્કેટ બ્રેડ્થમાં પૉઝિટિવનેસ યથાવત્ છે. ૧૫૫૬ શૅર વધેલા હતા. સામે ૧૨૩૪ જાતો નરમ હતી. ૧૮૩ સ્ક્રિપ્સ  તેજીની સર્કિટે બંધ હતી તો ૧૫૦ શૅરમાં મંદીની સર્કિટ લાગેલી હતી. નાસ્ડેકનો ૩.૪ ટકા જેવો મજબૂત સુધારો ગઈ કાલે અહીં આઇટી અને ટેક્નૉલૉજી શૅરોને સર્પોટ  આપી શક્યો નથી, જે મુખ્યત્વે ઇન્ફોસિસનાં પરિણામો પૂર્વે સાવચેતીના માનસમાં પ્રૉફિટ-બુકિંગના વલણનું પરિણામ કહી શકાય.

આઇટી સ્પીડ-બ્રેકર બન્યું

બજાર ખૂલતાંની સાથે જ આઇટી શૅરો પર વેચવાલીનું પ્રેશર દેખાતું હતું. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ટૉપ પર હતો ત્યારે પણ આઇટી ઇન્ડેક્સ નેગેટિવ ઝોનમાં ચાલતો  હતો. ગઈ કાલે સેન્સેક્સના ૦.૧ ટકા જેવા મામૂલી ઘટાડાની સામે આઇટી ઇન્ડેક્સ ખાસ્સો પોણાત્રણ ટકા ડાઉન હતો. ટેક્નૉલૉજી ઇન્ડેક્સ દોઢ ટકો ઘસાયો હતો.  ઑઇલ-ગૅસ તથા એફએમસીજી બેન્ચમાર્ક અડધો ટકો આસપાસ નરમ હતા. સામે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સવા ટકો, મેટલ અને ઑટો ઇન્ડેક્સ એકાદ ટકો,  કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ પોણો ટકો, પાવર તથા મિડ કૅપ ઇન્ડેક્સ અડધો ટકો અપ હતા. બજારનું માર્કેટ કૅપ જોકે ગઈ કાલે ૧૩,૦૦૦ કરોડ રૂપિયા વધીને ૫૯.૬૫  લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું.

ઘટાડામાં ઇન્ફોસિસ મોખરે

પરિણામની પૂર્વસંધ્યાએ આઇટી જાયન્ટ ઇન્ફોસિસ ૨૫૯૧ રૂપિયાના આગલા બંધ સામે ૨૫૮૩ રૂપિયા ખૂલી ઉપરમાં ૨૫૯૫ રૂપિયા બતાવી વેચવાલીના પ્રેશરમાં  ઘટતો-ઘટતો નીચામાં ૨૪૯૩ રૂપિયા થયો હતો ને છેલ્લે ૨૫૦૯ રૂપિયા બંધ હતો. એના ૩.૨ ટકાના ઘટાડાથી સેન્સેક્સને સર્વાધિક એવો ૫૪ પૉઇન્ટનો માર પડ્યો  હતો. ટીસીએસ તથા વિપ્રો પણ બેથી સવાબે ટકા ડાઉન રહેતાં આ ત્રણ આઇટી શૅરોથી માર્કેટને કુલ મળીને ૭૮ પૉઇન્ટની હાનિ થઈ હતી. બજારની એકંદર ધારણા  પ્રમાણે ઇન્ફોસિસ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૭.૯ ટકાના ક્વૉર્ટર-ટુ-ક્વૉર્ટર ગ્રોથ રેટ સાથે ૮૦૪૦ કરોડ રૂપિયા જેવી આવક પર ૯.૯ ટકાના વૃદ્ધિદરથી ૧૮૯૧ કરોડ  રૂપિયાનો નેટ પ્રૉફિટ કરશે. જોકે ડૉલરની રીતે ગ્રોથ રેટ આટલો મોટો નહીં હોય. કંપની એની ૭૦ ટકા આવક યુએસ-યુરોપનાં બજારોમાંથી મેળવે છે અને આ  વિસ્તાર અત્યારે મુશ્કેલીમાં છે. એ ભાવિ વિકાસ સંજોગોને નડતર બનવાની આશંકા છે. ડૉલરની સામે રૂપિયાની નબળાઈનું ફૅક્ટર કામે ન લાગ્યું હોત તો કંપનીનાં  પરિણામોને લઈ બેશક કોઈ ઉત્સાહ ન હોત. આજનાં ઇન્ફોસિસનાં પરિણામો આઇટી સેક્ટર તેમ જ બજારની તાત્કાલિક ચાલ માટે ખાસ નર્ણિાયક બનવાનાં છે.  અણધાર્યા સુખદ આર્યથી સેન્સેક્સની નજીકની ચાલ ઝડપથી ૧૭,૦૦૦ પ્લસની થશે, અન્યથા ફરીથી ૧૬,૦૦૦ની નીચે જવાનું પ્રેશર આવશે. આઇટી શૅરો  ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે નહીંવત્ નરમ હતો, જ્યારે આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઓએનજીસી, હિન્દુસ્તાન યુનિલિવર, ભેલ જેવા અન્ય  હેવીવેઇટ્સમાં દોઢથી પોણાબે ટકાની નબળાઈ જોવા મળી હતી.

ધનલક્ષ્મીમાં ધમાલ

ધનલક્ષ્મી બૅન્કમાં ગઈ કાલે જબરી અફડાતફડી હતી. ૭૧.૬૦ રૂપિયાના આગલા બંધ સામે શૅર ૭૨ રૂપિયા ખૂલી ઉપરમાં ૭૩ રૂપિયા બતાવી નીચામાં ૫૪ રૂપિયા થઈ  છેલ્લે ૧૦ ટકાના ઘટાડે ૬૪ રૂપિયા પર બંધ હતો. પખવાડિક ધોરણે રોજના સરેરાશ ૫૪,૦૦૦ શૅરની સામે ગઈ કાલે વૉલ્યુમ ૨૩૪ ગણું વધીને ૧૨૬ લાખ શૅરનું થયું  હતું. આ ઉપરાંત એપી પેપરમાં વૉલ્યુમ ૧૪૧ ગણું, આઇઆરબી ઇન્ફ્રામાં પંચાવન ગણું અને વોખાર્ટમાં ૩૫ ગણું જોવા મળ્યું હતું. એપી પેપર સાડાત્રણ ટકા  નરમ બંધ હતો તો વોખાર્ટ ૧૧.૬ ટકા ઊછળી ૪૪૮ રૂપિયા થયો હતો. સારાં પરિણામોની અસરમાં ઇન્ડાગ રબર ૨૦ ટકાના જમ્પમાં ૧૪૩ રૂપિયા પર સ્થિર હતો.  જોકે ગઈ કાલે વામસી રબર ૧૪ ટકા, પુનિત રેઝિન્સ ૩.૩ ટકા, એપકોટેક્સ બે ટકા, પિક્સ ટ્રાન્સમિશન ૪.૩ ટકા અપ હતા તો ઝેનિથ ઇન્ફોમાં ૨૦ ટકાની  નીચલી સર્કિટ લાગેલી હતી. ઇલેક્ટ્રૉથર્મ, આરડીબી રસાયણ, મેડિકામૅન, ઇન્ડોકાઉન્ટ, વિષ્ણુ કેમિકલ્સ, ગેલન્ટ મેટલ્સ, મધુર ઇન્ડસ્ટ્રીઝ, પ્રાઇમ  પ્રૉપર્ટી, ઓરિયેન્ટ અબ્રેસિવ્સ, સુરાણા વેન્ચર્સ, ક્લેરસ ફાઇનૅન્સ, ઈશિતા ડ્રગ્સ, એક્ઝિલોન ઇન્ફ્રા, ક્લીચ ડ્રગ્સ, વેલસ્પન ગ્લોબલ, ગ્રીન પ્લાય,  નેટવર્ક-૧૮ ઇત્યાદિમાં નીચલી સર્કિટ લાગેલી હતી.

મહત્વનાં કંપની પરિણામો

આજે આઇટી જાયન્ટ ઇન્ફોસિસ ઉપરાંત ડેવલપમેન્ટ ક્રેડિટ બૅન્ક, પેન્નાર ઇન્ડસ્ટ્રીઝ, ટેક્નૉ ફૉર્જ, કેસર એન્ટરપ્રાઇઝિસ, ફૉર્ટિસ મલાર, બજાજ કૉર્પ,  ઑટોમોબાઇલ કૉર્પોરેશનનાં પરિણામો આવશે. આવતી કાલે એપી પેપર, અવાન્ટેલ, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, પિરામલ લાઇફસાયન્સ, વીએસટી ઇન્ડસ્ટ્રીઝ,  ટ્રાન્સવૉરન્ટી ફાઇનૅન્સ, કજરિયા સિરામિક્સ, કેએસએલ ઇન્ડસ્ટ્રીઝ, જયભારત ટેક્સટાઇલ્સ, અસાહી ઇન્ડિયાનાં ક્વૉર્ટરલી પરિણામો છે.

એશિયા મજબૂત, યુરોપ ડલ

અમેરિકન શૅરબજાર ૩૩૦ પૉઇન્ટ કે ત્રણ ટકા વધીને બંધ રહેવા સાથે એશિયન શૅરબજારોમાં ગઈ કાલે પણ મજબૂતી આગળ વધી હતી. જૅપનીઝ નિક્કી ઇન્ડેક્સ,  હૉન્ગકૉન્ગનો હૅન્ગસેંગ, તાઇવાનીઝ ત્વેસી ઇન્ડેક્સ, થાઇલૅન્ડનો સેટ ઇન્ડેક્સ તેમ જ ઇન્ડોનેશિયન સ્ટૉક માર્કેટ્સ બે ટકાથી લઈ અઢી ટકાની રેન્જમાં વધીને બંધ  હતાં. સાઉથ કોરિયન કોસ્પી ઇન્ડેક્સ દોઢ ટકો તથા સિંગાપોર શૅરબજાર એક ટકા નજીક અપ હતાં. ચાઇનીઝ માર્કેટ નામપૂરતું વધ્યું હતું. આગલા દિવસના પોણાબેથી ત્રણ ટકાના સુધારા પછી યુરોપિયન શૅરબજારો સાધારણ નરમ ખૂલી અડધાથી પોણો ટકો માઇનસમાં ચાલતાં હતાં. ડાઉ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સમાંય સુસ્તી  દેખાતી હતી.

એફઆઇઆઇની ચોખ્ખી લેવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૨૮૨૧.૬૩ કરોડ રૂપિયા, કુલ  વેચવાલી ૨૭૦૭.૪૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૧૧૪.૧૫ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૩૩૮.૫૦ કરોડ રૂપિયા, કુલ  વેચવાલી ૧૨૩૦.૩૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૧૦૮.૧૭ કરોડ રૂપિયા રહી હતી.

કંપની પરિણામ


  • સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં નબળો દેખાવ કરતાં ૨૬ ટકાના વધારા સાથે ૬૨૩ કરોડની આવક કરી છે. નેટ પ્રૉફિટ ૮૨ ટકા ગગડીને ૧૩૪૪ લાખ રૂપિયા  થયો છે.
  • ઇન્ડાગ રબરે ક્વૉર્ટરલી ગાળામાં બાવન ટકાના વધારા સાથે ૫૪ કરોડ રૂપિયાની આવક પર ૧૩૬ ટકાના વૃદ્ધિદરથી ૫૨૪ લાખ રૂપિયા ચોખ્ખો નફો કર્યો છે.
  • હિન્દુસ્તાન મિલ્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૧૮૪ લાખ રૂપિયાની આવક પર ૭૫ લાખ રૂપિયા ચોખ્ખો નફો કર્યો છે.

 


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2011 07:34 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK