ચાંદીની આગઝરતી તેજી પર પ્રૉફિટ બુકિંગને લીધે બ્રેક લાગી

Published: Jul 24, 2020, 11:35 IST | Mumbai correspondent | Mumbai

આઠ સપ્તાહથી અને ત્રણ દિવસમાં ૧૫ ટકાના ઉછાળા બાદ ૭ વર્ષની ઊંચી સપાટીએ પહોંચેલા ચાંદીના ભાવમાં આજે પ્રૉફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આઠ સપ્તાહથી અને ત્રણ દિવસમાં ૧૫ ટકાના ઉછાળા બાદ ૭ વર્ષની ઊંચી સપાટીએ પહોંચેલા ચાંદીના ભાવમાં આજે પ્રૉફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ચાંદીના ભાવ અમેરિકન ડૉલરની આંશિક વૃદ્ધિ અને જૉબલેસ કલે‍મમાં વધારો થતાં આર્થિક વિકાસ ધારણા કરતાં થોડો મંદ પડ્યો હોવાથી ચીનમાં આજે ઘટ્યા હતા. ટેક્નિકલ ચાર્ટ પર ચાંદી ૨૧ ડૉલરની સપાટીથી નીચે પડે નહીં ત્યાં સુધી તેજીનો વક્કર ચાલુ રહે એવું લાગી રહ્યું છે.

વૈશ્વિક બજારમાં ત્રણ દિવસમાં ૧૫ ટકા જેટલા વધેલા ચાંદીના ભાવમાં આજે બ્રેક લાગી હતી. ભાવ એક તબક્કે ૭ વર્ષની ઊંચી સપાટી ૨૩.૪૨૦ ડૉલર પ્રતિ ઔંસ પહોંચ્યા બાદ ગઈ કાલે ઘટ્યા હતા. ગઈ કાલે કોમેક્સ ખાતે સપ્ટેમ્બર ચાંદી વાયદો ૧.૪૦ ટકા કે ૩૨ સેન્ટ ઘટી ૨૨.૮૨ અને હાજરમાં ૧.૭૫ ટકા કે ૪૦ સેન્ટ ઘટી ૨૨.૫૯ ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી રહ્યા છે. આમ છતાં ચાંદીના ભાવ સતત આઠ સપ્તાહથી વૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે.

વૈશ્વિક બજારના પગલે ભારતમાં ચાંદીના ભાવ ગઈ કાલે ઘટ્યા હતા. મુંબઈ હાજર ગઈ કાલે ૩૫૦ ઘટી ૬૨,૨૦૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૬૨,૧૮૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૬૦,૭૯૦ ખૂલી, ઉપરમાં ૬૨,૪૦૦ અને નીચામાં ૬૦,૬૭૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૧૧ વધીને ૬૧,૪૨૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૩૩૮ વધીને ૬૧,૫૩૧ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૩૧૪ વધીને ૬૧,૫૦૧ રૂપિયા બંધ રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK