ઓટો અને રિયલ એસ્ટેટ સેક્ટરને મંદીમાંથી બહાર લાવવા સરકારની મહત્વની બેઠક

Published: Aug 18, 2019, 21:29 IST | New Delhi

મંદીની અસરથી ઓટો અને રિયલ એસ્ટેટ કંપનીઓમાં કર્મચારીઓની છટણી પણ થઇ રહી છે. આ બાબતને લઇને આ સેક્ટરના ઉચ્ચે અધિકારીઓએ સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી.

મંદીની ચપેટમાં ઓટો સેક્ટર
મંદીની ચપેટમાં ઓટો સેક્ટર

New Delhi : ભારતમાં છેલ્લા ઘણા સમયથી ઓટો અને રિયલ એસ્ટેટમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે. આ મંદીની અસરથી ઓટો અને રિયલ એસ્ટેટ કંપનીઓમાં કર્મચારીઓની છટણી પણ થઇ રહી છે. આ બાબતને લઇને આ સેક્ટરના ઉચ્ચે અધિકારીઓએ સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી. જેને પગલે સોમવારે ભારતના વડાપ્રધાન કાર્યલયના ઉચ્ચ અધિકારીઓની નાણા પ્રધાનના પાંચ સચિન સહિત મહત્વપુર્ણ બેઠક યોજાશે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં ઓટો અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીને દુર કરવાના ઉપાયો તથા અમીરો પર સરચાર્જ પાછો ખેચવો કે તેમને રાહત આપવી તેના પર પણ મહત્વનો નિર્ણય લઇ શકાય છે. આ અગાઉ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એવો નિર્દેશ આપ્યો હતો કે સરકાર સુધારણાના ઉપાયો પર વિચારણા કરી રહી છે.


બેઠકમાં શેરબજારમાં સુસ્તીને દુર કરવાના વિકલ્પો પણ રજૂ કરવામાં આવશે
PMO કાર્યાલયના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા સોમવારે નાણાં મંત્રાલય સાથેની બેઠકમાં હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથેની આ બેઠકમાં ઓટો અને રિયલ્ટી સેક્ટરની સાથે સાથે FPI (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ)થી પ્રભાવિત શેરબજારમાં સુસ્તીને દૂર કરવા માટેના વિકલ્પ કે સમાધાન રજૂ કરવામાં આવશે.


આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

નાણાપ્રધાને દરેક સેક્ટરના પ્રતિનિધીઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યા જાણી
નાણાપ્રધાન નિર્મલા સિતારામને એવો નિર્દેશ આપ્યો હતો કે અત્યાર સુધી મેં બેન્કો, નાણાકીય સંસ્થાઓ, એસએમઇ, ઉદ્યોગ અને ઓટોમોબાઇલ સહિત પાંચ અલગ અલગ સમૂહના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી છે. હવે કેવાં પગલાં ઉઠાવવા તે અંગે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલયની પ્રથમ પ્રાથમિકતા એફપીઆઇ સરચાર્જનો ઉકેલ લાવવાની રહેશે, જેના કારણે શેરબજાર મંદીમાં સપડાયું છે. આ ઉપરાંત ઓટો સેક્ટરને ફરી રાહત અને ફાઇનાન્સ ઉપલબ્ધ કરાવવા પર પણ વિચારણા કરાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK