ઑગસ્ટમાં ૪૭,૩૮૫ કરોડ રૂપિયાનું રોકાણ ધરાવતા ૬૮૯ નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં ૪૦,૪૦૪ કરોડ રૂપિયાનું રોકાણ ધરાવતા ૫૮૨ નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. પ્રોજેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ૧૫ ટકાનો ઘટાડો થયો છે.
પાવર સેક્ટર
સપ્ટેમ્બરમાં જે નવા પ્રોજેક્ટ ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરવામાં આવી છે એમાં સૌથી વધુ હિસ્સો ૫૭.૭૩ ટકા પાવર સેક્ટરનો છે. પાવર સેક્ટરમાં ૨૩,૩૨૭ કરોડ રૂપિયાનું રોકાણ ધરાવતા ૩૨ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. સર્વિસિસ અને યુટિલિટીઝ સેક્ટરમાં ૧૦,૦૦૨ કરોડ રૂપિયા, મૅન્યુફૅક્ચરિંગમાં ૫૨૬૭ કરોડ રૂપિયા, ઇરિગેશનમાં ૧૪૭૫ કરોડ રૂપિયા અને માઇનિંગ સેક્ટરમાં ૩૩૪ કરોડ રૂપિયાના નવા ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત ચોથા ક્રમે
સપ્ટેમ્બર ૨૦૧૨માં જે નવા પ્રોજેક્ટ ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરવામાં આવી છે એમાં ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં ૨૦૦૬ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ધરાવતા ૯૯ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. ઓડિશા પ્રથમ સ્થાને છે. ઓડિશામાં ૯૭૨૫ કરોડ રૂપિયાનું રોકાણ ધરાવતા ૨૦ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે.
ઝારખંડમાં ૭૫૮૨ કરોડ રૂપિયાનું રોકાણ ધરાવતા ૨૫ પ્રોજેક્ટ્સ અને મધ્ય પ્રદેશમાં ૬૧૪૯ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ધરાવતા ૪૦ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પાંચમા સ્થાને છે. મહારાષ્ટ્રમાં ૧૯૩૨ કરોડ રૂપિયાનું રોકાણ ધરાવતા ૧૧૭ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે.
કલ્યાણ-લોકમાન્ય ટિળક ટર્મિનસ પર CR દ્વારા બૅગ-સ્કૅનિંગ અને રૅપિંગની સુવિધા
20th November, 2020 09:47 ISTWomen Power: નેવીએ મહિલા પાઈલેટ્સનું પ્રથમ બેચ તૈયાર કર્યું
22nd October, 2020 20:19 ISTMumbai Power Cut: અઢી કલાક પછી સ્થિતિ થઈ સામાન્ય...
12th October, 2020 16:13 ISTબાબા રામદેવે લૉન્ચ કરી કોવિડ-19ની ત્રણ દવાઓ, RS. 545માં મહિનાની દવા
23rd June, 2020 16:57 IST