Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિયલ્ટી ક્ષેત્રની સમસ્યાઓ ઉકેલવા બૅન્ક અધિકારીઓ બિલ્ડરોને મળશે

રિયલ્ટી ક્ષેત્રની સમસ્યાઓ ઉકેલવા બૅન્ક અધિકારીઓ બિલ્ડરોને મળશે

15 February, 2019 08:59 AM IST |

રિયલ્ટી ક્ષેત્રની સમસ્યાઓ ઉકેલવા બૅન્ક અધિકારીઓ બિલ્ડરોને મળશે

કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ

કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ


નાણાપ્રધાન પીયૂષ ગોયલે રિયલ્ટી ક્ષેત્રને સતાવી રહેલી સમસ્યાઓનો હલ લાવવા માટે એની ચર્ચા કરવાની સૂચના બૅન્કોને આપી છે. આ હેતુસર આવતા પંદર દિવસની અંદર બૅન્કોના અધિકારીઓ રિયલ્ટી ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.

પીયૂષ ગોયલે આશ્વાસન આપ્યું છે કે રિયલ્ટીને અત્યારે ડિમાન્ડના અભાવની સમસ્યા નડી રહી છે. ક્ષેત્ર માટેના ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સના દરમાં ફેરફાર કરવામાં આવશે.



પીયૂષ ગોયલે ક્રેડાઇના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘બૅન્કોએ રિયલ્ટી પ્રોજેક્ટ્સનું આકલન કરીને પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા કરવા માટે મદદ કરવી. ઇન્ડિયન બૅન્ક્સ અસોસિએશન આગામી સાતથી પંદર દિવસની અંદર રિયલ એસ્ટેટની કંપનીઓ સાથે બેઠક કરીને આ ક્ષેત્ર માટે વધુ નાણાં પૂરાં પાડવાની મદદ કરી શકે છે. GST કાઉન્સિલ હેઠળના પ્રધાનોના જૂથે રિયલ એસ્ટેટ ક્ષેત્રને લાગુ પડતા આ કરવેરાની સુધારણાની રૂપરેખા ઘડી છે.’


નોંધનીય છે કે રાજ્યોના પ્રધાનોની ટુકડીએ બાંધકામ હેઠળની રહેણાક પ્રૉપર્ટી માટેનો GST ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની ભલામણ કરી છે. ઉપરાંત સસ્તાં ઘરની યોજનાઓ માટેનો ઞ્લ્વ્નો દર હાલના આઠથી ઘટાડીને ત્રણ ટકા કરવાની એણે તરફેણ કરી છે. અત્યારે બાંધકામ હેઠળની પ્રૉપર્ટી માટેની અથવા જેમાં વેચાણના સમયે કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યું ન હોય એવા રેડી ટુ મૂવ ઇન ફ્લૅટ માટેની ચુકવણી પર ઇનપુટ ટૅક્સ ક્રેડિટ સાથે ૧૨ ટકાના દરે GST લેવામાં આવે છે. વેચાણ સમયે જેને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળી ચૂક્યું હોય એવા ફ્લૅટના ખરીદદારોને GST લાગુ પાડવામાં આવતો નથી.

આ પણ વાંચોઃ સરકારી ઘઉંનું ખુલ્લા બજારમાં ૬૬ લાખ ટનનું વેચાણ


બિલ્ડરો ઇનપુટ ટૅક્સ ક્રેડિટનો લાભ ગ્રાહકોને પહોંચાડતા ન હોવાની ફરિયાદો થઈ હોવાથી GST કાઉન્સિલે રિયલ્ટી ક્ષેત્રને રાહત થાય એવાં પગલાં સૂચવવા પ્રધાનોની ટુકડી રચી છે.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2019 08:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK