ઓટો ઉદ્યોગ મંદીની ચપેટમાં, છેલ્લા 3 મહિનામાં 2 લાખ કર્મચારીઓની છટણી થઇ

Published: Aug 13, 2019, 22:40 IST | Mumbai

ભારત સહિત અત્યારે વિશ્વભરમાં ઓટો મોબાઇલ સેક્ટર મંદીની ચપેટમાં આવી ગયું છે. આ સુસ્તીની અસર દેશના ઓટો મોબાઇલ સેક્ટરમાં પણ પડી છે. દેશનો ઓટો ઉદ્યોગ મંદીની ચપેટમાં છે. ઘણી દિગ્ગજ કંપનીઓએ પોતાનું પ્રોડક્શન ઓછું કરી નાખ્યું છે.

Mumbai : ભારત સહિત અત્યારે વિશ્વભરમાં ઓટો મોબાઇલ સેક્ટર મંદીની ચપેટમાં આવી ગયું છે. આ સુસ્તીની અસર દેશના ઓટો મોબાઇલ સેક્ટરમાં પણ પડી છે. દેશનો ઓટો ઉદ્યોગ મંદીની ચપેટમાં છે. ઘણી દિગ્ગજ કંપનીઓએ પોતાનું પ્રોડક્શન ઓછું કરી નાખ્યું છે. તોસાથે જ ઘણાં શો રૂમ પર પણ તાળા લાગી ગયા છે. વાહન વેચાણમાં ઘટાડાને કારણે લાખો કર્મચારીઓ એક ઝટકે બેરોજગારીનો ભોગ બન્યા છે.


આ સમગ્ર ઘટના અંગે ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન (
FADA)નું કહેવું છે કે, છેલ્લા ત્રણ મહિના દરમિયાન હોલસેલ વિક્રેતાઓએ લગભગ બે લાખ કર્મચારીઓની છટણી કરવી પડી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓરિજન ઇક્વિપમેંટ મૈન્યુફેક્ચર્સ માર્કેટ અને બધા વાહન ઉત્પાદકો ભારે દબાવમાં છે. છેલ્લા 10 બાર મહિનાથી તેમના વેચાણમાં વધારો થયો છે. આ મંદીમાં લોકો બજારમાંથી જીવન જરૂરી વસ્તુઓ જ ખરીદે છે. લોકો તેમની જરૂરીયાત પ્રમાણે જ ખર્ચ કરે છે,આ જ કારણે ઘરેલુ બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. નિકાસની વાત કરીએ તો ઓટો કંપનીઓના નિર્માતાના નિકાસમાં પણ ઘટાડો થયો છે. વિદેશી ગ્રાહકોની સંખ્યામાં ઘટોડાના કારણે નિકાસમાં પણ ઘટાડો થયો છે. ભારતને અમેરીકા અને ચીનની ટ્રેડવોરનો પણ કોઇ ફાયદો નથી થયો. કારણ કે ભારત મુખ્યરૂપે યુરોપ અને અમેરિકામાં નિકાસ કરે છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

ગત વર્ષે ભારતીય ઓટો કંપનીઓએ
14.5 ટકા વિકાસ નોંધાવી 3,95,902  કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. ગત વર્ષે નિકાસ 17.1 ટકાવધીને 1,06,048 કરોડ રૂપિયા થયુ હતું. એસસીએમએ અનુસાર વર્ષ 2018-19માં યુરોપમાં નિકાસ 33 ટકા રહી અને  ઉત્તરીય અમેરીકા અને એશીયાના બજારોમાં તેનુ યોગદાન 26 ટકા રહ્યુ. આ ઓટો મોબાઇલ ઉદ્યોગોએ પોતાના ઉત્પાદનમાં 15-20 ટકાનો ઘટાડો કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK