છેલ્લાં પાંચ વર્ષમાં 26 સરકારી બૅન્કોની 3000થી વધારે શાખાઓ થઈ બંધ

Published: 5th November, 2019 15:11 IST | New Delhi

એક આરટીઆઇમાં ખુલાસો થયો કે ગયાં પાંચ નાણાંકીય વર્ષો દરમ્યાન વિલય અથવા શાખાબંધીની પ્રક્રિયાથી જાહેર ક્ષેત્રની ૨૬ સરકારી બૅન્કોની કુલ ૩૪૨૭ બ્રાન્ચના મૂળ અસ્તિત્વને અસર થઈ છે.

બેન્ક
બેન્ક

માહિતીનો અધિકાર (આરટીઆઇ)માં ખુલાસો થયો છે કે ગયાં પાંચ નાણાંકીય વર્ષો દરમ્યાન વિલય અથવા શાખાબંધીની પ્રક્રિયાથી જાહેર ક્ષેત્રની ૨૬ સરકારી બૅન્કોની કુલ ૩૪૨૭ બ્રાન્ચના મૂળ અસ્તિત્વને અસર થઈ છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ૧૦ મોટી બૅન્કોના વિલીનીકરણથી ચાર બૅન્કો બનાવવાની યોજનાથી ૭૦૦૦ શાખાઓ બંધ થવાનો ખતરો હશે. સૌથી ખાસ વાત તે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી બૅન્કોની જે બ્રાન્ચ પ્રભાવિત થઈ છે એમાંથી ૭૫ ટકા બ્રાન્ચ તો દેશની સૌથી મોટી સરકારી બૅન્ક એસબીઆઇની છે. આ દરમ્યાન એસબીઆઇમાં એની પાંચ સહયોગી બૅન્કો અને ભારતીય મહિલા બૅન્કનો વિલય થયો છે.

આ જાણકારી આરટીઆઇ દ્વારા એવા સમયે સામે આવી છે જ્યારે દેશની ૧૦ સરકારી બૅન્કોનું વિલીનીકરણ કરવાનો નિર્ણય કરાયો છે. આરટીઆઇ દ્વારા આરબીઆઇ પાસેથી જે જાણકારી મેળવવામાં આવી છે એ મુજબ દેશની ૨૬ સરકારી બૅન્કોનું નાણાકીય વર્ષ ૨૦૧૪-’૧૫માં ૯૦ શાખાઓ, ૨૦૧૫-’૧૬માં ૧૨૬ શાખાઓ, ૨૦૧૬-’૧૭માં ૨૫૩ શાખાઓ, ૨૦૧૭-’૧૮માં ૨૦૮૩ શાખાઓ અને ૨૦૧૮-’૧૯માં ૮૭૫ શાખાઓ બંધ કરી દેવામાં આવી છે અથવા એને અન્ય બૅન્કની બ્રાન્ચમાં મર્જ કરી દેવામાં આવી છે.
આરટીઆઇમાં આ બૅન્કોની શાખા બંધ કરવાનું કારણ પણ માગ્યું હતું, પરંતુ તેમને જવાબ મળ્યો નથી. આ પ્રશ્ન પર બૅન્કે આરટીઆઇ કાયદાના સંબંધિત જોગવાઈનું કારણ ધરીને કહ્યું કે માગવામાં આવેલી જાણકારી માહિતી નથી, પરંતુ મત છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK