Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Opening Bell: ઘટાડા સાથે શૅર બજારની શરૂઆત, સેન્સેક્સ 61 અંક નીચે

Opening Bell: ઘટાડા સાથે શૅર બજારની શરૂઆત, સેન્સેક્સ 61 અંક નીચે

15 October, 2020 09:34 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Opening Bell: ઘટાડા સાથે શૅર બજારની શરૂઆત, સેન્સેક્સ 61 અંક નીચે

બીએસઈ

બીએસઈ


આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજારમાં શરૂઆત ઘટાડા સાથે થતી જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40750 ની નીચે જ્યારે નિફ્ટીએ 11,958.65 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.15 ટકાની નબળાઈ જોવા મળી રહી છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.24 ટકાની મજબૂતી દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.28 ટકાનો વધારો નોંધવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.36 ટકાના ઉછળીને કારોબાર થઈ રહ્યો છે.



હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 61.95 અંક એટલે કે 0.15 ટકાના ઘટાડાની સાથે 40732.79 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 17.80 અંક એટલે કે 0.15 ટકા ઘટીને 11953.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, એફએમસીજી, પ્રાઇવેટ બેન્ક, આઈટી, ફાર્મા ફાઈનાન્સ સર્વિસિઝ અને પીએસયુ બેન્ક શેરોમાં 0.71-0.11 ટકા વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.70 ટકા ઘટાડાની સાથે 23,707.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે શેરોમાં ઑટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં વધારો નોંધવામાં આવ્યો છે.

દિગ્ગજ શેરોમાં વિપ્રો, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, આઈટીસી અને એસબીઆઈ 0.80-2.34 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાટા સ્ટીલ, ઓએનજીસી, ટાટા મોટર્સ, ઈન્ફોસિસ, એનટીપીસી, બીપીસીએલ અને યુપીએલ 1.08-2.38 ટકા સુધી વધ્યો છે.


મિડકેપ શેરોમાં એમએન્ડએમ ફાઈનાન્શિયલ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, ચોલામંડલમ, એલએન્ડટી ઈન્ફોટેક અને આરઈસી 1.16-0.94 ટકા સુધી લપસ્યા છે. જ્યારે અશોક લેલેન્ડ, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, ભારત ફોર્જ, સેલ અને ટાટા પાવર 4.99-1.32 ટકા વધ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

15 October, 2020 09:34 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK