Opening Bell: આજે ઘટાડા સાથે થઈ શૅર બજારની શરૂઆત

Published: 7th October, 2020 10:12 IST | Gujarati Mid-Day Online Correspondent | Dalal Street Mumbai

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક ઘટાડો દર્શાવીને કારોબાર કરી રહ્યા છે.

શૅર બજાર
શૅર બજાર

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક ઘટાડો દર્શાવીને કારોબાર કરી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 39,450.82 સુધી ઘટ્યા જ્યારે નિફ્ટીએ 11,629.35 સુધી તૂટ્યા છે. સેન્સેક્સ 0.03 અને નિફ્ટીમાં 0.06 ટકાની નબળાઈ જોવા મળી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.31 ટકાની નબળાઈ દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.16 ટકાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.16 ટકાના ઘટીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 11.11 અંક એટલે કે 0.03 ટકાના ઘટાડાની સાથે 39585.68 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 6.70 અંક એટલે કે 0.06 ટકા તૂટીને 11669.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, આઈટી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં 0.82-0.17 ટકા વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.68 ટકા નબળાઈની સાથે 22,697.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ઑટો, એફએમસીજી અને ફાર્મા શેરોમાં મજબૂતી છે.

દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેન્ક, બીપીસીએલ, ગેલ, કોલ ઈન્ડિયા અને આઈસીઆઈસીઆઈ બેન્ક 1.05-4.14 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાઈટન, યુપીએલ, રિલાયન્સ, મારૂતિ, હિરો મોટોકૉર્પ, બ્રિટાનિયા અને ઓએનજીસી 1.15-2.96 ટકા સુધી વધ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK