Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Opening Bell: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 39000ની પાર

Opening Bell: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 39000ની પાર

06 October, 2020 09:42 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Opening Bell: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 39000ની પાર

બીએસઈ

બીએસઈ


આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે શૅર બજાર લીલા નિશાનમાં ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 365.72 અંક ઉપર જઈને 39339.42ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 109.85 અંકના વધારા સાથે 11613.30ના સ્તર પર ખુલ્યું છે. છેલ્લા કારોબારી દિવસે ભારતીય શૅર બજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 276.65 અંક ઉપર 38973.70ના સ્તર પર બંધ થયું હતું અને નિફ્ટી 86.40 અંકના વધારા સાથે 11503.35ના સ્તર પર બંધ થયું હતું.

પ્રમુખ શૅરોમાં આજે એચડીએફસી, એચડીએફસી બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા મોટર્સ અને બજાજ ફાઈનાન્સના શૅર લીલા નિશાનમાં ખુલ્યું છે. તેમ જ શ્રી સિમેન્ટ, ટાઈટન, ગ્રાસિમ, એનટીપીસી અને અદાણી પોર્ટ્સની શરૂઆત લાલ નિશાનમાં થઈ છે.



બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, રિયલ્ટી, ફાર્મા અને આઈટી શેરોમાં 0.11-1.92 ટકા ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 1.83 ટકા મજબૂતીની સાથે 22,781.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


મિડકેપ શેરોમાં આરબીએલ બેન્ક, રેમ્કો સિમેન્ટ્સ, આદિત્ય બિરલા ફેશન, ઈન્ફો એજ અને જિંદાલ સ્ટીલ 2.57-1.83 ટકા સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, આઈઆરસીટીસી, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, અમારા રાજા અને ફ્યુચર રિટેલ 1.23-0.22 ટકા સુધી તૂટયા છે.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2020 09:42 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK