આજે એટલે બુધવારે શૅર બજાર ઘટાડા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 76.33 અંક નીચે 44,579.11ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સની શરૂઆત 18.30 અંકના ઘટાડા સાથે 13,090.70 પર થઈ છે. ગુરૂ નાનક જયંતિના દિવસે સોમવારે શૅર બજાર, બૉન્ડ અને ચલણ બજાર બંધ હતું.
છેલ્લા સપ્તાહમાં શૅર બજારમાં સાપ્તાહિક વધારો રહ્યો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 267.47 અંક સાપ્તાહિક વધારા સાથે 44,149.72 અંક પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 109.90 અંક ઉછળીને 12,968.95 અંક પર પહોંચી ગયું છે.
આજના પ્રમુખ શૅરોમાં યૂપીએલ, ટાટા મોટર્સ, ગેલ, એનટીપીસી અને વિપ્રોની શરૂઆત તેજી સાથે થઈ છે. તેમ જ ઈન્ફોસિસ, એચડીએફસી બેન્ક, બજાજ ફાઈનાન્સ, ગ્રાસિમ અને એચડીએફસીના શૅર્સ લાલ નિશાન પર ખુલ્યા છે. સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે ફાઈનાન્સ સર્વિસિધ, પ્રાઈવેટ બેન્ક અને બેન્કના અતિરિક્ત બધા સેક્ટર્સ લીલા નિશાન પર ખુલ્યા છે. એમાં આઈટી, એફએમસીજી, રિયલ્ટી, ઑટો, ફાર્મા, પીએસયૂ બેન્ક, મેટલ અને મીડિયા સામેલ છે.
તેજી-મંદીની રસાકસી વચ્ચે બજારે નવાં શિખરો સર કર્યાં
13th January, 2021 07:21 ISTShare Market: 50 હજાર નજીક પહોંચ્યું સેન્સેક્સ, PSU Banksના શૅરોમાં ઉછાળો
12th January, 2021 15:50 ISTઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 101 અંક તૂટીને 49000 પર
12th January, 2021 09:45 ISTShare Market: સેન્સેક્સ લગભગ 700 અંક ઉછળ્યું, નિફ્ટી 14300ની પાર બંધ
8th January, 2021 15:40 IST