વધારા સાથે ખુલ્યું બજાર: સેન્સેક્સમાં 1400 અંકનો ઉછાળો, નિફ્ટી 900 અંક ઉપર

Published: May 13, 2020, 09:45 IST | Gujarati Mid-day Online Correspondent | Dalal Street Mumbai

શૅર બજાર બુધવારે જબરદસ્ત વધારા સાથે ખુલ્યું છે અને શરૂઆતના કારોબારમાં પણ બજારમાં ભારે વધારો દેખાઈ રહ્યો છે.

શૅર માર્કેટ
શૅર માર્કેટ

શૅર બજાર બુધવારે જબરદસ્ત વધારા સાથે ખુલ્યું છે અને શરૂઆતના કારોબારમાં પણ બજારમાં ભારે વધારો દેખાઈ રહ્યો છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ બુધવારે 1470 અંકના જબરદસ્ત ઉછાળા સાથે 32,841.87 પર ખુલ્યું છે. સેન્સેક્સ બુધવારે સવારે 9 વાગીને 24 મિનિટે 3.02% એટલે 947.58 અંકના ભારે વધારા સાથે 32,318.70 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શૅરોમાંથી 23 શૅર લીલા નિશાન પર અને 7 શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

સેન્સેક્સના જે શૅરોમાં શરૂઆતના કારોબારમાં સૌથી વધારે તેજી જોવા મળી રહી હતી, એમાં ICICI બેન્ક 7.09%, હીરો મોટોકોર્પ 6.77%, એક્સિસ બેન્ક 5.73%, એલએન્ડટી 5.54%, મારૂતિ 5.29% અને એચડીએફસી બેન્ક 4.83% સામેલ હતા.

એ સિવાય સેન્સેક્સના શૅરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો, જેમ કે નેસ્લે ઈન્ડિયાના શૅરમાં 1.65%, ટીસીએસમાં 0.63%, ભારતી એરટેલમાં 0.54% અને એચસીએલમાં 0.36% જોવા મળ્યો હતો.

50 શેરોવાળા નિફ્ટીએ બુધવારે વેદાન્તા લિમિટેડમાં 9.99 ટકા, હિરો મોટોકોર્મમાં 6.72 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્કમાં 6.62 ટકા, મારુતિમાં 5.98 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 5.72 ટકાના પ્રારંભિક કારોબારમાં સૌથી વધુ તેજી મેળવી છે. તે જ સમયે, નિફ્ટી -50 ના શેરમાં સૌથી વધુ ઘટાડો નેસ્લે ઇન્ડિયામાં 1.93 ટકા, અદાણી પોર્ટ્સમાં 0.63 ટકા, ટીસીએસમાં 0.42 ટકા, ભારતી એરટેલમાં 0.38 ટકા અને એચસીએલમાં 0.35 ટકા જોવા મળ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK