માસ્ટર કાર્ડનો મોટો પ્લાન, ભારતમાં 5 વર્ષમાં કરશે 1 અરબ ડોલરનું રોકાણ

Published: May 07, 2019, 14:46 IST

ઓનલાઈન કાર્ડ પેમેન્ટ સેવાની વૈશ્વિક કંપની માસ્ટર કાર્ડ આવનારા 5 વર્ષોમાં ભારતમાં 1 અબર ડોલર એટલે કે આશરે 7,000 કરોડ રુપિયા ઈન્વેસ્ટ કરવાનો પ્લાન કરી રહી છે. આ સિવાય કંપની પોતાના દુનિયાભરના ટ્રાંઝેક્શન માટે ભારતને ટેક્નિકલ સેન્ટર બનાવવા જઈ રહી છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઓનલાઈન કાર્ડ પેમેન્ટ સેવાની વૈશ્વિક કંપની માસ્ટર કાર્ડ આવનારા 5 વર્ષોમાં ભારતમાં 1 અબર ડોલર એટલે કે આશરે 7,000 કરોડ રુપિયા ઈન્વેસ્ટ કરવાનો પ્લાન કરી રહી છે. આ સિવાય કંપની પોતાના દુનિયાભરના ટ્રાંઝેક્શન માટે ભારતને ટેક્નિકલ સેન્ટર બનાવવા જઈ રહી છે. ભારતીય બજારમાં કંપની પહેલાથી જ છેલ્લા 5 વર્ષોમાં 1 બિલિયન ડોલરનું રોકાણ કરી ચૂકી છે.

માસ્ટર કાર્ડના ઉપપ્રમુખ એરી સરકારે પીટીઆઈને કહ્યું હતું કે, ગત 5 વર્ષોમાં અમે ભારતમાં આશરે 1 અરબ રુપિયાનું રોકાણ કરી ચૂક્યા છીએ. ભારતમાં મળતા પોઝીટીવ બિઝનેસના કારણે આવનારા દસ વર્ષોમાં ભારતમાં અમે બિઝનેસ મોટો કરી રહ્યા છીએ. આવનારા 5 વર્ષોમાં અમે ભારતમાં 1 અરબ રુપિયાનું રોકાણ કરવા જઈ રહ્યા છીએ.'આ રોકાણથી નવા આવતા પરીવર્તને પ્રોત્સાહન મળશે અને માસ્ટરકાર્ડને પોતાની ક્ષમતા તથા મહત્વની સેવાઓ વધારવા માટે મદદ મળશે.

આ પણ વાંચો: ભારતનો સર્વિસિસ સેક્ટરનો PMI એપ્રિલમાં સાત મહિનાની નીચી સપાટીએ

આ વિશે વધુ વાત કરતા એરી સરકારે કહ્યું હતું કે, માસ્ટર કાર્ડ એક વૈશ્વિક પેમેન્ટ નેટવર્ક છે અને આ નેટવર્ક વિશ્વભરમાં ફેલાયેલું છે. હાલ માસ્ટરકાર્ડનું ટેક્નિકલ સેન્ટર અમેરિકામાં જ છે અને અમેરિકા પછી ભારત પહેલો દેશ છે જ્યાં ટેક્નિકલ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. ભારતમાં ટેક્નિકલ સેન્ટર બન્યા પછી કંપનીની તમામ પ્રોસેસિંગ સેવાઓ, ચકાસણી સેવાઓ અને અન્ય તમામ સેવાઓમાં ઉપલબ્ધ બનશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK