કાંદાના ભાવ ઑફ સીઝનમાં નીચા રાખવામાં સરકાર સફળ

Published: Oct 23, 2014, 05:21 IST

દેશમાં દર વર્ષે સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં કાંદાના ભાવ એની મહત્તમ ઊંચાઈએ રહેતા હોય છે, કારણ કે આ બે મહિના દરમ્યાન કાંદાની આવકોની ઑફ સીઝન હોય છે.

કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા

ગયા વર્ષે સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં દેશનાં મોટા ભાગનાં શહેરોમાં કાંદાના ભાવ પ્રતિ કિલો ૮૦ રૂપિયાની મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા હતા, પરંતુ આ વર્ષે સરકારે સમયસર કાંદાની આયાત કરવાનો નર્ણિય લેતાં તેમ જ કાંદાને આવશ્યક ચીજ-વસ્તુ ધારા હેઠળ આવરી લેતાં કાંદાના ભાવ હાલ પ્રતિ કિલો ૩૫થી ૪૦ રૂપિયા ચાલી રહ્યા છે. દેશના કાંદાના મુખ્ય મથક નાશિકની મંડીમાં હાલ કાંદાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ૧૩૦૦થી ૧૪૦૦ રૂપિયા ચાલી રહ્યો છે જે ગયા વર્ષે આ સમયે પ્રતિ ક્વિન્ટલ ૨૪૦૦ રૂપિયા ચાલી રહ્યો હતો. મહારાષ્ટ્રની મોટા ભાગની મંડીઓમાં દિવાળી બાદ કાંદાની નવી આવકો ચાલુ થતાં કાંદાના ભાવમાં હજી વધુ ઘટાડો જોવા મળશે એવું ટ્રેડરોનું કહેવું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK