Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 1000 અંક અને નિફ્ટી 300 અંક નીચે

શૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 1000 અંક અને નિફ્ટી 300 અંક નીચે

01 February, 2020 03:44 PM IST | Dalal Street Mumbai

શૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 1000 અંક અને નિફ્ટી 300 અંક નીચે

શૅર બજાર

શૅર બજાર


નાણામંત્રી નિર્મલા સીતારામણ આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. ત્યારે બજેટમાં થનારા જાહેરાતની સીધી અસર શૅર બજાર પર જોવા મળી રહી છે. બજેટના લીધે આજે શનિવારે શૅર પણ માર્કેટ ખુલ્યું છે. બૉમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 30 અંકના મામૂલી વધારે સાથે અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 23 અંકોના ઘટાડા સાથે ખુલ્યું હતું. શૅર બજારમાં શરૂઆતના કારોબારમાં તેજી જોવા મળી રહી હતી. 

3:07 વાગ્યે- આ સમયે સેન્સેક્સ 804 અંકના ઘટાડા સાથે 39,919 અંક પર ટ્રેન્ડ કરી રહ્યું હતું અને નિફ્ટી 258 અંકના ઘટાડા સાથે 11,703.80 પર કારોબાર કરી રહ્યું હતું.



આ સમયે નિફ્ટી 50 શૅરોમાંથી સૌથી વધારે ઘટાડો ITCમાં 5.97%, LARSEN & TOUBROમાં 5.78%, ZEE ENTERTAINMENT ENTERPRISESમાં 5.72%, HDFCમાં 5.30% અને BAJAJ FINSERVમાં 5.15%નો ઘટાડો દેખાઈ રહ્યો છે.


જ્યાં નિફ્ટી 50ના શૅરોમાં સૌથી વધારે તેજી TCSમાં 3.42%, HINDUSTAN UNILEVERમાં 2.07%, TECH MAHINDRAમાં 1.10%, INFOSYSમાં 0.66% અને DR. REDDY'S LABORATORIESમાં 0.50% દેખાઈ રહી હતી.

2:35 વાગ્યે - આ સમય પર સેન્સેક્સ 1.26 ટકા એટલે 511.39 અંકના ઘટાડા સાથે 40,212.10 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. એ જ સમયે નિફ્ટી 1.81 ટકા એટલે 216.65 અંકોના ઘટાડા સાથે 11,745.45 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું.


આ સમય પર નિફ્ટી 50માં 4 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 46 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા. સૌથી વધારે ઘટાડો બજાજ ફિનસર્વના શૅરમાં 5.24 ટકા અને સૌથી વધારે તેજી હિન્દુસ્તાન યૂનિલીવરના શૅરમાં 1.31%માં દેખાઈ રહી હતી.

આ શૅરોમાં સૌથી વધારે તેજી

શરૂઆતના કારોબારમાં 50ના શૅરોમાં GAIL, HINDUSTAN UNILEVER, DR. REDDY'S LABORATORIES, ITC અને BPCL કંપનીઓના શૅરોમાં સૌથી વધારે તેજી જોવા મળી રહી છે.

આ શૅરોમાં સૌથી વધારે ઘટાડો

શરૂઆતના કારોબારમાં નિફ્ટી 50માં સામેલ શૅરોમાંથી POWERGRID, TECH MAHINDRA, TATASTEEL, VEDANTA LIMITED અને NTPCના શૅરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2020 03:44 PM IST | Dalal Street Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK