ગુજરાતવાસી અબજોપતિમાં વધારો : ગૌતમ અદાણી સતત બીજા વર્ષે ટોચના ધનકુબેર

Published: Oct 08, 2019, 11:35 IST | મુંબઈ ડેસ્ક

રાજ્યની યાદીમાં ૯ નામો સાથે ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ અને આઠ ટૉરેન્ટ ફાર્માસ્યુટિકલ્સનાં છે.

ધનકુબેર
ધનકુબેર

અમદાવાદ: ગુજરાતના અબજોપતિઓની યાદી - એટલે કે ગુજરાતમાં વસવાટ કરતા હોય અને અબજ કરતાં વધારે સંપત્તિ ધરાવતા હોય તેવા લોકો – જાહેર થઈ છે અને આ યાદી અનુસાર રાજ્યમાં અબજોપતિની સંખ્યા ૬થી વધી ૧૦ થઈ છે. આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૧૯ની ૯૫૩ વ્યક્તિઓમાં ૯૪,૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે અદાણી ગ્રુપના ગૌતમ અદાણી પાંચમા ક્રમે, સતત છઠ્ઠા વર્ષે ગુજરાતની યાદીમાં ટોચના ક્રમે છે જ્યારે કેડિલા હેલ્થકૅરના પંકજ પટેલ ૨૨,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે રાજ્યની યાદીમાં બીજા ક્રમે આવ્યા છે. 

યાદીમાં સામેલ ગુજરાતીઓની કુલ સંપત્તિ ગયા વર્ષની સરખામણીમાં ૨૧ ટકા વધી છે. નિરમાના કરસનભાઈ પટેલ ૧૨,૨૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા ક્રમે અને સમગ્ર ભારતમાં ૬૪મા ક્રમે છે. રાજ્યની યાદીમાં ૯ નામો સાથે ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ અને આઠ ટૉરેન્ટ ફાર્માસ્યુટિકલ્સનાં છે. આ યાદીમાં ૧૦ મહિલાઓ પણ છે. યાદીમાં ૪૯ વ્યક્તિ અમદાવાદની, સુરતની ૮, રાજકોટની ૬ અને વડોદરાના બે ધનાઢ્યો સામેલ છે.
હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને આઇઆઇએફએલ વેલ્થે ‘આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૧૯’ની રજૂઆત કરી છે જેમાં ૧૦૦૦ કરોડ રૂપિયા અથવા વધુ સંપત્તિ ધરાવતી ભારતની ધનાઢ્ય વ્યક્તિઓ સામેલ કરવામાં આવી છે. હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને આઇઆઇએફએલ વેલ્થે આજે એના આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૧૯માં સૌથી વધુ ધનાઢ્ય ગુજરાતીઓનું વિશ્લેષણ રજૂ કર્યું છે.
આ યાદીમાં સામેલ વ્યક્તિઓની સંખ્યા મુજબ ફાર્મા સેક્ટર ગુજરાતમાં સૌથી ધનાઢ્યોમાં ૪૦ ટકા હિસ્સો ધરાવે છે, જે બાદ જ્વેલરી ૧૨ ટકા હિસ્સો, કન્સ્ટ્રક્શન ઍન્ડ એન્જિનિયરિંગ ૯ ટકા અને એફએમસીજી આઠ ટકા હિસ્સા સાથે આવે છે. સૉફ્ટવેર અને સર્વિસિસ ઇન્ડસ્ટ્રી ૨૦૧૮માં બીજા ક્રમે હતું એ સરકીને ૧૧મા ક્રમે પહોંચ્યું છે.

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK