હવે હૉન્ડા મોટર કંપની ગ્રુપ પણ ગુજરાતમાં

Published: 15th November, 2011 10:15 IST

ઑટોમોબાઇલ સેક્ટરની વધુ ને વધુ કંપનીઓ એમના નવા પ્લાન્ટ માટે ગુજરાતની પસંદગી કરી રહી છે. તાતા મોટર્સ, જનરલ મોટર્સ, મારુતિ સુઝુકી ઇન્ડિયા બાદ હવે જપાનની હૉન્ડા મોટર કંપની ગ્રુપની હૉન્ડા મોટરસાઇકલ ઍન્ડ સ્કૂટર્સ ઇન્ડિયા (પ્રાઇવેટ) લિમિટેડ (એચએમએસઆઇ) પણ નવા પ્લાન્ટની સ્થાપના માટે ગુજરાતની પસંદગી કરવા માગે છે.કંપની સાથે સંકળાયેલાં સાધનો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ કંપની ટૂ-વ્હીલરની ઉત્પાદનક્ષમતામાં વધારો કરવા માટે બે નવા પ્લાન્ટ્સ સ્થાપવાની યોજના ધરાવે છે. એમાંથી એક પ્લાન્ટ ગુજરાતમાં અને બીજો ઉત્તરાખંડમાં સ્થાપવાનો પ્લાન છે.

કંપનીના ઉચ્ચ અધિકારીઓએ છેલ્લા ત્રણેક મહિનામાં ગુજરાતની મુલાકાત લઈને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે વાતચીત શરૂ કરી છે. કંપનીને નવા પ્લાન્ટ માટે ૨૫૦ એકર જમીનની જરૂર પડશે. આ પ્લાન્ટમાં ૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્લાન છે.

કંપનીના અત્યારે હરિયાણા અને રાજસ્થાનમાં બે પ્લાન્ટ્સ છે જેની કુલ પ્રોડક્શન કૅપેસિટી ૨૮ લાખ વાહનોની છે. કંપની કર્ણાટકમાં ત્રીજો પ્લાન્ટ સ્થાપી રહી છે, જેમાં ૨૦૧૩માં ઉત્પાદન શરૂ થશે. આ પ્લાન્ટની ક્ષમતા ૧૨ લાખ વાહનોની હશે. હવે કંપની ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં બે પ્લાન્ટ્સ સ્થાપવાનો પ્લાન ધરાવે છે, જેની કૅપેસિટી કુલ ૨૫ લાખ વાહનોની હશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK